જયા પાર્વતી વ્રત 2022 | કુંવારી કન્યાઓ માટે ગૌરી વ્રત અને મોટી ઉંમરની સ્ત્રી માટે જયા પાર્વતી વ્રત નો અનોખો મહિમા | jaya parvati vrat

જયા પાર્વતી વ્રત 2022
Facebook
Twitter
Telegram
WhatsApp
કહેવાય છે કે કન્યાઓએ ભવિષ્યમાં ઈચ્છા પૂર્તિ વરની પ્રાપ્તિ માટે શિવજી અને પાર્વતી માતાને પ્રસન્ન કરવા પડે છે. આ માટે કુંવારી કન્યાઓ દ્રારા માતા પાર્વતી અને મહાદેવને રિઝવવા વ્રત, ઉપવાસ અને પૂજા અર્ચના કરતી હોય છે. ત્યારે શરૂ થતાં જયા પાર્વતી વ્રત કે ગૌરી વ્રત (jaya parvati vrat) નો મહિમા જાણીએ.

jaya parvati vrat gujarati : ગૌરી વ્રત માં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કરતી હોય છે. વ્રતના અંતિમ દિવસે યુવતીઓ પૂર્ણ રાત્રીનું જાગરણ કરતી હોય છે. વહેલી સવાર સુધી જાગરણ કરીને સવારે બ્રાહ્મણ કે સાધુના ઘરે ભોજનની વસ્‍તુ સાથેનું ‘સીધુ” આપીને વ્રત પૂર્ણ કરતી હોય છે.

જયા પાર્વતી વ્રત 2022 | jaya parvati vrat
જયા પાર્વતી વ્રત 2022 | jaya parvati vrat

દરેક સ્ત્રી શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળવે છે

જયા પાર્વતી વ્રત (jaya parvati vrat) સદગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે છે. પતિનું લાંબું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ ગૌરી વ્રત કરે છે. આ વ્રત કરનાર દરેક સ્ત્રી શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળવે છે. આ વ્રત (jaya parvati vrat) અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. ગૌરી પાર્વતીનું વ્રત સળંગ 20 વર્ષ કરવાનું હોય છે. પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને, બીજાં પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. તેવું શાસ્ત્રોમાં કહેવાયુ છે. આપણાં શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલાં છે.

jaya parvati vrat દ્વારા નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે

જયા પાર્વતી વ્રત (jaya parvati vrat) ના માધ્યમથી બાલિકાઓ તેમજ સ્ત્રીઓમાં સંસ્કારનું સિંચન થાય છે. વિવિધ ઉત્સવો દ્વારા જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે. જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતુ. માતા પાર્વતીએ જે પણ વ્રત કર્યાં તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરતી જોવા મળે છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત એટસે કે ગોરિયો કહેવાય છે. જયારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે બાળકોની સુખાકારી વધે છે આ વ્રત (jaya parvati vrat) જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. શિવ જ બ્રહ્મ છે અને બ્રહ્મ જ શિવ છે.

જયા પાર્વતી વ્રત માં મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે

જયા પાર્વતી વ્રત (jaya parvati vrat) અષાઢ સુદ તેરસથી અષાઢ સુદ બીજ પાંચ દિવસનું હોય છે. સૌભાગ્યવતી બહેનો તેરસને દિવસે વહેલાં ઊઠી, નાહી-ધોઈ શિલાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે. શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત (jaya parvati vrat) 20 વર્ષ કરવાનું હોય છે વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. શકય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા. સાથે સાથે સૌભાગ્યની અંખિડતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા. જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રત (jaya parvati vrat) ના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરતી હોય છે.

જે બલિકા, કુંવારિકાને ખૂબ સંસ્કારી તથા ચારિત્ર્યવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞા મુજબ ગૌરી વ્રત (jaya parvati vrat) કરે તો તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે. મા પાર્વતી તેનું સદૈવ કલ્યાણ કરતી હોય છે.

મોળાકતમાં સાત ધાનના જવારા પુજનનું મહત્‍વ


આ વ્રત (jaya parvati vrat) માં કુમારીકાઓ માટીના કે અન્‍ય કોઇ વાસણમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોખા સહિત સાત ધાનનું વિશેષ મહત્‍વ હોવાથી તેના જુવારા બનાવે છે અને આ જુવારાનું પુજન-અર્ચન કરીને મોળાકત વ્રત રાખે છે

ગૌરી વ્રત ની કથા (વ્રતકથા)
jaya parvati vrat katha in gujarati pdf download

કોઈ એક સમયે કૌડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી. પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા. એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા. તેમને નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે, તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપમાં વિરાજિત છે. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે.

બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરી હતી. આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા. એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો. ત્યારે તેને ઝેરી સાપે ડંસી લીધો અને તે જંગલમાં પડી ગયો હતો. બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નિકળી હતી. પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું હતુ.

બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી વનદેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું, જેનાથી બ્રાહ્મણ બેઠો થયો. ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું. આ સમયે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. ત્યારે માતા પાર્વતીએ તેમને જયા-પાર્વતી વ્રત કરવા માટે કહ્યું હતુ. બ્રાહ્મણ દંપતીએ વિધિ પૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો.

ગૌરી વ્રત (જયા પાર્વતી વ્રત| jaya parvati vrat)) જેમાં સાત વિવિધ પ્રકારનાં ધાન્યનાં બીજ ઘરે કોડિયામાં માટી ભરી વાવવામાં આવે છે. આ રોપેલા દાણાનું ચાર દિવસ સુધી જતન કરવામાં આવે છે. ચોથા દિવસે જાગરણ કરી પાંચમા દિવસે તેનું નદી, વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. આ દિવસોમાં વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને માં પાર્વતી ની પૂજા કરે છે. ભોજનમાં ફક્ત મીઠા(salt)વગર ની વસ્તુઓ ખાવા માં આવે છે. jayaparvati vrat 2022 date start

jaya parvati vrat puja vidhi

જયા પાર્વતી વ્રત 2022
 વ્રતની વિધિ : | jaya parvati vrat puja vidhi
અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણા કરવા.
ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું.
શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો.
સૌ પ્રથમ ગણેશપૂજા કરી પછી શિવ પાર્વતીને કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી, જેમાં જવેરાની પૂજા પણ મહત્વની છે.
કોઈપણ ઋતુ ફળ અથવા નારિયેળ અર્પણ કરવા.
પછી વિધિ વિધાનથી ષોડપચાર પૂજન કરવું.
માતા પાર્વતીનું ધ્યાન કરી સીતા સ્તુતિ કરવી.
ત્યાર બાદ આરતી કરી બ્રાહ્મણને ભોજન કરાવવું અને ઈચ્છા અનુસાર દાન કરવું.
 જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છ, અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. જે આ વર્ષે 3 જુલાઈથી શરૂ થાય છે. વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે
આપણી વિરાટ હિંદુ સંસ્કૃતિ માં ઘણા વ્રત આવેલ છે. ઘણી વાર આપણને તેનો મર્મ નથી સમજાતો પરંતુ તેની પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક આધાર હોય છે
જયા પાર્વતી વ્રત 2022 | jaya parvati vrat | jaya parvati vrat gujarati | gauri vrat ni aarti|
  • જાનવી પારેખ
Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના