દૂધ ના ફાયદા | ભારતમાં દૂધ ઉત્પાદનને કારણે પ્રગતિ છે. પશુ પાલકોને કારણે સમગ્ર ભારતમાં અને હવે તો વિશ્વભરમાં ભારતનું દૂધ મળે છે. ભારત સરકારે પોષણયુક્ત આહાર માટે દૂધની ભલામણ કરી છે. બાળક , યુવાન, વૃદ્ધ કે પછી ગર્ભવતી સ્ત્રી પણ દૂધને કારણે સલામતી અનુભવે છે. દૂધ વિશે કેટકેટલીય વાતો થઇ શકે છે. આજે આપણે દૂધ વિશે જાણવા જેવું જાણવાનું છે. દૂધ વિશે જાણવા જેવું ઘણું બધું છે. પરંતુ આજે માત્ર દૂધ વિશે એટલું જાણીએ કે દૂધનાં ફાયદા કેટલા? આપણા શરીરમાં દૂધને કારણે શું બદલાવ આવી શકે એ વાત આપણે જાણવું જરૂરી છે. કેમકે આપણી સવાર ચાથી પડતી હોય છે પરંતું એમાં દૂધ નાખો તો રંગ ખીલી ઉઠતો હોય છે. ચાલો જાણીએ દૂધ વિશે જાણવા જેવું. દૂધ ના ફાયદા.

દૂધ ના ફાયદા વિશે જાણવા જેવું
દૂધમાં રહેલાં કેલ્સિયમનાં કારણે દાંતનાં રોગો સામે રક્ષણ મળે છે
દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દૂધમાં 70% જેટલું કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો હોય છે. દૂધને કારણે આપણા હાડકાઓ મજબૂત થાય છે. દૂધમાં રહેલાં કેલ્સિયમનાં કારણે દાંતનાં રોગો સામે રક્ષણ મળે છે. દાંતનાં પેઢા અને જડબાને મજબૂત રાખવામાં દૂધનો ફાળો વિશેષ રહેલો છે. ડાયાબિટીસનાં દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ દૂધનું સેવન કરવાનું હોય છે. મોટાભાગનાં ડોક્ટરો ડાયાબિટીસનાં દર્દીઓને ઓછી ચરબીવાળા દૂધનો ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે. ઓછી ચરબીવાળા દૂધને કારણે ડાયાબિટીસનાં દર્દીનાં લોહીમાં રહેલી શર્કરામાં કોઇ વધઘટ થતી નથી.
દૂધ ભ્રૂણનાં હાડકાના નિર્માણ અને વિકાસમાં મદદ કરે છે
બાળકો સહિત મોટાઓ માટે પણ દૂધ વધારે મહત્વનું હોય છે. દૂધમાં આયર્ન, કેલ્સિયમ, વિટામિન, ઝીંક અને ઓયોડીન હોવાને કારણે ગર્ભવતી સ્ત્રીને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. દૂધનું સેવન ભ્રૂણનાં હાડકાના નિર્માણ અને વિકાસમાં મદદ કરે છે. દૂધમાં રહેલા પોષક તત્વો અને કેલ્સિયમ દરેક ઉંમરે શરીરની વૃદ્ધી અને જાળવણી માટે અત્યંત જરુરી છે. ક્રિમી અને સ્મૂધ દૂધમાં કલર કે પછી અન્ય પ્રિઝર્વેટિવ હોતા નથી. ભારતનાં લોકો ભોજન સમયે પણ પોતાની પાસે દૂધ રાખતા હોય છે. ભારતીય મિઠાઇ, ચા, કોફી, દહીં, પનીર, આઇસ્ક્રીમ, મિલ્કશેક તેમજ વાઇટ સોસ બનાવવામાં દૂધનો ઉપયોગ કરવામાં આવે છે.
ભેંસનું દૂધ જાડું, ક્રીમવાળું એને ફીણવાળું હોય છે
ગાયનાં દૂધ કરતા ભેંસનું દૂધ જાડું, ક્રીમવાળું એને ફીણવાળું હોય છે. ભેંસનાં દૂધમાં દૂધની છાશ પ્રોટીન, મિનરલ અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. ભેંસના દૂધનો રંગ સફેદ હોય છે. ભેંસનાં દૂધમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને ચરબીનું પ્રમાણ વધારે હોય છે. આ ચરબી આધારીત દૂધને કારણે માખણ અને ઘી બનાવવામાં આવે છે. ગાય અને ભેંસના દૂઘ બંને બજારમાં ઉપલબ્ધ હોય છે. પશુપાલકો દૂધ છુટક વેચે છે તેમજ કાચની બોટલ, ટેટ્રા પેક, પ્લાસ્ટિકની બેગ તેમજ સુટક જથ્થામાં પેસ્ટરાઇઝ્ડ વેચાય છે.
ઘણી સરકારોએ ગાયનાં દૂધ ઉત્પાદન પર ભાર મૂક્યો છે
ગાયનાં દૂધનો રંગ ક્રીમીશ પીળા રંગ જેવો હોય છે. ગાયના દૂધમાં એ1 અને એ2 એમ બે પ્રકારના પ્રોટીન હોય છે. એ2 પ્રકારનું દૂધ આરોગ્ય માટે ઉત્તમ હોય છે. ભારતીય પશુઓનાં સંશોધન માટે કાર્યરત સંસ્થા બ્યૂરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ, કરનાલ, હરિયાણાએ તમામ પ્રકારની ગાયોનાં દૂધનો અભ્યાસ કર્યો છે. એમને જાણ્યું હતું કે દૂધમાં એ2 પ્રોટીન 98% માત્રામાં હોય છે. ઘણી સરકારોએ ગાયનાં દૂધ ઉત્પાદન પર ભાર મૂક્યો છે. ગાયનાં દૂધમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે હદયને તંદુરસ્થ રાખવામાં મદદ કરે છે. ગાયનું દૂધ લોહીનાં કોલેસ્ટેરોલનું પ્રમાણનું નિયમન રાખે છે. આપણી ગીર ગાયનું દૂધ કિંમતી માનવામાં આવે છે. ગીરની ગાયના દૂધ વિશે ઘણા સંશોધનો થયા છે અને આશ્ચર્યપૂર્વકના સંશોધનો પણ. ગાયનાં દૂધનાં સેવનથી સ્વસ્થ મન સાથે મનોબળ વધે છે.
દૂધ ક્યારે પીવું જોઈએ
ભારતીયવંશની દેશી ગાયનું દૂધ અને ઘી શુક્રાણુંઓમાં વધારો કરે છે
ધર્મોમાં જાણીતા અશ્વીનકુમારોએ કહ્યું છે કે, દૂધને શાસ્ત્રીય વિધીથી લેવું જોઇએ. ગર્ભવતી સ્ત્રી દ્વારા શાસ્ત્રિયવિધીથી જો દૂધ લેવામાં આવે તો તેજવિહીન, માયકાંગલા, કદરૂપા અને ડરપોક સંતાનોને બદલે શૌર્ય, સાહસી, પરાક્રમી, વીર તેમજ પ્રતિભાશાળી બાળકો જન્મે છે. દૂધ એ માત્ર સ્ત્રીઓ માટે જ નહીં પરંતું પુરૂષો માટે પણ લાભ દાયક છે. દૂધ એ કામશક્તિ વધારે છે. દૂધમાં જો જેઠીમધ, અશ્વગંધા, શતાવરી, આમળા, સાકર તેમજ ભારતીયવંશની દેશી ગાયનું દૂધ અને ઘી શુક્રાણુંઓમાં વધારો કરે છે. દૂધ એ રોગગ્રસ્ત શુક્રાણુંઓને તંદુરસ્થ રાખવામાં મદદ કરે છે.
વાંચો પક્ષીઓ વિશે જાણવા જેવું. Click
વાંચો ફળો વિશે જાણવા જેવું. Click
આમ તો દૂધનાં પ્રકારો ઘણા બધા છે પરંતુ આજે માત્ર આટલુ જ. આપ પણ અમને દૂધની વિશેષતાઓ જણાવી શકો છો. તો તમને આ લેખ કેવો લાગ્યો એ કોમેન્ટબોક્ષમાં જરૂર જણાવો.
read more. World Milk Day 2022: theme, History, significance, and everything you need to know