જાણવા જેવું : રશિયા પોતાના કદ, પ્રજા, ખનિજો, હવામાન, ધરતી, ઇતિહાસ, ભૂગોળ જેવી ઘણી બાબતોમાં ઘણું અલગ છે. 14.41 કરોડની વસ્તી ધરાવતું રશિયા અમેરીકાથી અઢી ગણું અને ભારત કરતા સાત ગણું મોટું છે. રશિયાની લંબાઇ લાંબી છે. દક્ષિણ ધ્રુવને બાદ કરતા દુનિયામાં સૌથી વધારે ઠંડી રશિયામાં પડે છે. રાજસ્થાનના રણમાં પડતી ગરમી રશિયામાં પડે છે. 17.13 મિલિયન કિલોમીટરનો વિસ્તાર રશિયા ધરાવે છે. (1 મિલિયન એટલે 10 લાખ)
દુનિયામાં સૌથી લાંબી સરહદ રશિયાને છે. રશિયાની સરહદ બાર દેશોને સ્પર્શે છે. જેમાં નોર્વે, ફિનલેન્ડ, પોલેન્ડ, ચેકોસ્લોવેકિયા, હંગેરી, રુમાનીયા, તુર્કી, ઇરાન, અફઘાનિસ્તાન, ચીન, મંગોલિયા અને કોરિયાનો સમાવેશ થાય છે.
રશિયામાં કુલ 109 પ્રજાતિઓ રહે છે. જેમાં રશિયન, યુક્રેનિયન, બાઇલોરશિયન, ઉઝબેક, તાર્તાર, કઝાખ, આઝરબાઇજન, આર્મેનિયન. જ્યોર્જિયન, લિથુઆનિયન, યહૂદી, મોલ્દાવિયન અને અન્ય નાની મોટી પ્રજાતી રહે છે. મહત્વની વાત એ છે કે ઇઝરાયલમાં યહુદીઓ રહે છે પરંતું એના કરતા પણ વધારે યહુદીઓ રશિયામાં છે.
ભારતનું ચલણી નાણું રૃપિયો છે. રસિયાનું ચલણી નાણું રશિયન રૂબલ છે. 1 રૂબલની કિંમત ભારતના 69 પૈસા છે. જ્યારે ભારતનાં 1 રૃપિયાની કિંમત રશિયન રૂબલ સામે 1.46 છે. એચલે કે ભારતના 5000 રૂપિયા તમે રશિયામાં લઇ જાવ તો તમને 7,288.15 રશિયન રૃબલ મળશે. જ્યારે 5000 રશિયન રૂબલ 3,430.40 ભારતના રૂપિયાની કિંમત છે.
ભારતની અર્થનિતીને કારણે અને રૂપિયાની કિંમત રશિયાનાં રૂબલ કરતા વધારે છે જેનાં કારણે ભારત સાથે રશિયા કોઇ પણ સંબંધ બગાડવા નહીં ઇચ્છે. આ મ તો ભારતની રાજકીય નીતિનાં પરિપેક્ષ વિશે વાત કરીશું તો વાત લંબાઇ જશે. છતાં પણ આપણા રૂપિયાનું વજન જો રશિયન ધરતી પર પડે તો રશિયા દેશને ખરીદવાની તાકાત ભારત દેશ પાસે આવી જવાની જ સમજો. બાકી, અમેરીકાને કારણે વૈશ્વિક અર્થતંત્રની રમત આપ સૌએ જાણવા જેવી જ છે.
આજે અમેરિકા વિશ્વનું અર્થતંત્ર ગણાય છે. એનું કારણ માત્ર ડોલર નથી પરંતું બુદ્ધી છે. અર્થતંત્રની દ્રષ્ટી એમની પાસે વર્ષોથી રહ્યી છે . રશિયામાં આવેલું અલાસ્કા રાજ્ય પહેલા રશિયાનું ગણાતું હતું. પરંતું હવે એ અમેરીકાનું ગણાય છે. અમેરીકાએ ઇ.સ. 1867માં રશિયા પાસેથી અલાસ્કાને 72 લાખ ડોલરમાં ખરીધી લીધું હતું. આજે રશિયામાં જ અમેરિકાનો ભાગ છે બોલો !