Isudan Gadhvi : ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીનો CM ચહેરો, ‘આપ’ નો 1 મુખ્યમંત્રી

Share This Post

Isudan Gadhvi : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે. વર્ષ 1995થી સળંગ 6 વખત ભારતીય જનતા પાર્ટી વિજય મેળવી રહ્યી છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનાં વતન રાજ્યની સત્તા ફરી હાંસલ કરવા માટે પ્રતિષ્ઠાની જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીના CM ફેસની ઘોષણા થઈ ગઈ છે. 16 વર્ષની પત્રકારત્વની કારકિર્દી છોડીને રાજકારણમાં જોડાનાર ઇસુદાન ગઢવી આજે આમ આદમી પાર્ટીનાં CM ચહેરા તરીકે જાહેર થઇ ચૂક્યા છે. આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટરનાં માધ્યમથી ઇસુદાન ગઢવીને ખંભાળિયા વિધાનસભાથી ઉમેદવાર ઘોષિત કર્યા હતા.

isudan gadhvi

ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) 14 જૂન 2021ના રોજ આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા એ પહેલાં તેઓ ગુજરાતી મીડિયાના લોકપ્રિય પત્રકાર રહી ચૂક્યા છે. દૂરદર્શનમાં તેમનાં યોજના અંતર્ગતનાં કાર્યક્રમો અને એ બાદ ETV ગુજરાતીમાં જોડાયા હતા.

એમણે 150 કરોડના કૌભાંડ અને ડાંગ તથા કપરાડા તાલુકામાં ગેરકાયદેસર વૃક્ષ કપાતાં હોવાનો અહેવાલ રજૂ કર્યો ત્યારે ગુજરાત સરકાર એક્શનમાં આવી હતી અને આ ઘટનાએ ઈશુદાન ગઢવીને નીડર પત્રકાર તરીકેની ઓળખ આપી હતી.

વર્ષ 2016માં એન્કર એન્ડ ચીફ તરીકે ગુજરાતી મીડિયામાં સૌથી યુવાન ઈસુદાન ગઢવી  VTV જોડાયા હતા. તેમની એન્કરિંગની અલગ છટા દ્વારા  મહામંથન કાર્યક્રમ ગુજરાતમાં ખુબ લોકપ્રિય બન્યો હતો.

ખંભાળિયા વિધાનસભાનાં ઉમેદવાર

Isudan Gadhvi seat Khambhaliya

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને માહિતી આપીને કહ્યું હતું કે, ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે! ભગવાન કૃષ્ણની પાવન ધરતીથી ગુજરાતને એક નવા અને સારા મુખ્યમંત્રી મળશે.” આ રીતે સત્તાવાર રીતે જામ ખંભાળિયા વિધાનસભા માટે ઇસુદાન ગઢવીના નામની ઘોષણા કરવામાં આવી.

ઇસુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982ના રોજ જામનગરના પીપળીયા ગામમાં એક સાધારણ ચારણ પરિવારમાં થયો હતો. પિતા ખેરાજભાઈ પોતે ખેડૂત હતા અને આખો પરિવાર પણ ખેતી સાથે સંકળાયેલો છે. ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતા-પહોંચતા લોકો માટે કંઈક કરવાની ભાવના જ તેમને પત્રકારત્વ તરફ દોરી ગઈ. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતેથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ કર્યો. વિવિધ મીડિયા ચેનલો સાથે કામ કર્યું અને તે દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કાર્યો પણ કર્યા. કરોડો રૂપિયાના કૌભાંડોનો પણ પર્દાફાશ કર્યો અને સરકારની ઊંઘ હરામ થઈ ગઈ. તેઓને એક નીડર પત્રકાર તરીકેની ઓળખાણ મળી.

2015માં તેઓ ગુજરાતી મીડિયાના સૌથી યુવા ચેનલ હેડ તરીકે VTVમાં જોડાયા. જ્યાં તેણે મહામંથન નામનો શો શરૂ કર્યો. આ મહામંથન દ્વારા ઇસુદાન ગઢવીએ સરકારી વ્યવસ્થા, નેતાઓ અને અધિકારીઓની ઉંઘ હરામ કરી નાખી હતી. આ શો દ્વારા ઇસુદાન ગુજરાતમાં લોકોનાં ઘરે ઘરે પહોંચ્યા અને ખૂબ જ લોકપ્રિયતા મેળવી. શોની લોકપ્રિયતા એટલી હતી કે શો દરમિયાન ગામડાઓમાં કર્ફ્યુ જેવું વાતાવરણ રહેતું હતું. લોકોની સમસ્યાઓ અને વેદનાઓ અપાર હતી અને પત્રકાર તરીકે ઇસુદાન ગઢવીની મર્યાદાઓ હતી. આ દરમિયાન ઇસુદાન ગઢવીએ પત્રકારત્વની દુનિયાને અલવિદા કહી દીધું. આ તે સમય હતો જ્યારે તેઓ તેમની કારકિર્દીનાં ટોચ પર હતા, લાખો રૂપિયાનો પગાર અને અપાર લોકપ્રિયતા હતી. જોકે તેમને ગુજરાતના લોકો માટે કંઈક કરવાની ઈચ્છા હતી. સમાજસેવાની આ ભાવના સાથે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. તે પણ રાજનીતિ કરવા માટે નહીં પણ રાજનીતિ બદલવા માટે.

આ સિદ્ધાંત સાથે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવી (isudan gadhvi) ને ગુજરાતના કેજરીવાલનું બિરુદ આપ્યું છે. જ્યારે તેઓ પત્રકાર હતા, ત્યારે પણ તેમણે સતત લોકો માટે અવાજ ઉઠાવ્યો હતો, સંઘર્ષ કર્યો અને હવે રાજનીતિમાં જોડાયાના પ્રથમ દિવસથી જ ગુજરાતનાં છેવાડા સુધીનાં માનવીની ભલાઇ અને દેશના પરિવર્તનની લડાઇ લડી રહ્યા છે અને શાસકોને પડકાર ફેંકી રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા માટે વોટિંગ કરાવ્યું ત્યારે 17 લાખ વોટમાંથી 73% લોકોએ ઇસુદાન ગઢવીનું નામ પસંદ કર્યું હતુ. આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મજબૂત રીતે આગળ વધી છે, તેમાં ઇસુદાન ગઢવીની મહત્વની ભૂમિકા રહ્યી છે. ઇસુદાન ગઢવીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને હજારો ગામડાઓની મુલાકાત લીધી છે.

ઇસુદાન ગઢવી એ પત્રકાર બનવાનું કેમ નક્કી કર્યું ?

11 માં ધોરણમાં હું ભણતો હતો ત્યારે સ્કુલમાં એક પત્રકાર આવ્યા હતા. મેં એમને જોયા, સાંભળ્યા અને ત્યારે જ નક્કી કરી નાંખ્યું કે સમાજસેવા કરવી હોય તો પત્રકાર બની શકાય. એ પછી કોલેજનાં અભ્યાસનાં આચાર્યને પૂછ્યું કે, પત્રકાર કેવી રીતે બની શકાય? અથવા તો એનો અભ્યાસ કરી શકાય? એનાં પછી મને જાણકારી મળી કે ગુજરાત વિદ્યાપીઠથી જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો (પત્રકારત્વ) અભ્યાસ કર્યો. એ બાદ હું પત્રકાર બન્યો’

આમ આદમી પાર્ટીની સભામાં જનસંવાદ

આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી (isudan gadhvi) આમ આદમી પાર્ટીની જનસભાઓમાં  અવારનવાર કહે છે કે, ઘણા લોકોએ મને ફોન કરીને પૂછ્યું હતુ કે ઈસુદાનભાઈ, શું તમે ખેડૂતોને ભૂલી ગયા છો? ત્યારે મેં કહેલું કે, હું ખેડૂતનો દીકરો છું, ખેડૂતો માટે લડવા માટે નહીં મરવા માટે પણ તૈયાર નથી, ખેડૂત મારો જીવ છે. હું રાજકારણમાં એટલા માટે આવ્યો છું કે હું ગરીબ ખેડૂતો અને મજૂરોનું દુઃખ જોઈ શકતો નહોતો. હું આ દ્વારકાધીશની ધરતી પરથી જાહેર કરું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી ગુજરાતના તમામ ડેમ એક વર્ષમાં ભરી દેવામાં આવશે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ માતા અને બહેનોએ કોઈની સામે હાથ ફેલાવવા નહીં પડે. બીજી વખત જ્યારે 5 વર્ષ સુધી સરકાર બનશે એ પહેલા માતા અને બહેનોનાં ખાતામાં 1000 રૂપિયા જમા થઇ જશે.

અરવિંદજીનું સપનું છે કે ભારતને સારું શિક્ષણ આપવું, હોસ્પિટલ આપવી. મારું સપનું ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવાનું છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં જાતિ અને ધર્મના નામે લોકોને ભ્રમિત કરે છે પરંતુ હવે હું તમને સૌને વિનંતી કરું છું કે ખેડૂતોને એક કરવાનો સમય આવી ગયો છે. હું કોઈ જાતિ કે ધર્મનો નથી પરંતુ ખેડૂત સમાજનો સાથ ઈચ્છું છું. આમ આદમી પાર્ટીની ક્રાંતિ આવી છે. અહીં માછીમારોનો મોટો પ્રશ્ન છે, સ્થાનિક બેરોજગારીનો પ્રશ્ન છે. આમ આદમી પાર્ટીની સરકાર આવવા દો, હું ખાતરી આપું છું કે તમે જે રીતે કહેશો તે રીતે વ્યવસાય થશે એની હું ગેરંટી આપું છું.

Isudan Gadhvi: AAP के सीएम फेस इसुदान गढ़वी की सीट को लेकर सस्पेंस खत्म, खंभालिया सीट से लड़ेंगे चुनाव

આ વખતે કોણ બાજી મારશે : વાંચો

ઇસુદાન ગઢવી નાં વિચારો | Isudan Gadhvi

ઇસુદાન ગઢવીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા પછી 2,00,000 સુધીનું દેવું માફ કરવા માં આવશે. ઇસુદાન ગઢવી હજું પણ ખેડૂતો માટે જીવતો છે.

હું કોઈની પીડા જોઇ નથી શકતો. હું પીડિતો અને વંચિતોની પીડા જોઇ નથી શકતો. – ઇસુદાન ગઢવી

22 લેવાનાં હતા અને એમાં હું 21માં નંબરે પાસ થયો હતો. – 

મને વિદેશથી ફોન આવતા હતા ઇન્ટરવ્યું માટે પરંતું હું નહોતો ગયો. ઇસુદાન ગઢવી

જે દેશની જનતા ભૂખી સૂઇ જાય એને આપણે શાંતિથી સુઈ જઈએ એ ન પાલવે. – ઇસુદાન ગઢવી

હું ખેડૂતનો દીકરો છું અને ગુજરાતનાં ખેડૂતો માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર છું : ઇસુદાન ગઢવી

ઇસુદાન ગઢવી હજું પણ ખેડૂતો માટે જીવતો છે. – ઇસુદાન ગઢવી

Gujarat assembly elections 2022: Arvind Kejriwal names Isudan Gadhvi as CM candidate

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને PM વિશ્વકર્મા યોજના લોન્ચ, 18 વ્યવસાયકારો ને થશે ફાયદો |PM Vishwakarma Yojana

PM વિશ્વકર્મા યોજના : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓ માટેની ‘PM વિશ્વકર્મા’ યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. PM Vishwakarma Yojana CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી

સમાચાર

અમીરગઢ તાલુકામાં વરસાદ પડતા જ વીજળી ગુલ,69 ગામડાઓમાં અસર

અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક અમીરગઢમાં છેલ્લે કેટલાય સમયથી ઈલેક્ટ્રીસીટી નાં ત્રાસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા 24 કલાક લાઇટની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો ચાર વરસાદી છાંટા પડતાં જ બતી ગુલ થઇ જાય છે. ત્યારે અમીરગઢ ની પ્રજા દ્વારા વીજ કર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video