ઈન્દિરા ગાંધી ના પતિ ફિરોઝ ગાંધી કેવી રીતે ફિરોઝ ખાન થયા?ગાંધીજીએ Gandhi અટક આપી?

Facebook
Twitter
Telegram
WhatsApp

ફિરોઝ ગાંધી : ગુજરાત કોંગ્રેસની ચડતી પડતીનાં ઘણા બધા સમાચારો સમાંયતરે વાયરલ થતા રહે છે. આજે કોંગ્રેસ નો ઇતિહાસ અને આસપાસની વાત ચીત વાંચવા જેવી છે. આજ કાલ સોશિયલ મીડિયામાં ગાંધી, સરદાર પટેલ, નહેરું, આંબેડકર તેમજ અન્ય મહાનુભાવોના વિચારો વાયરલ થાય છે. જેમ હિન્દી શાયરીની દુનિયામાં પણ ગાલિબની ગઝલો આજે પણ એમનાં મૃત્યુબાદ ઘણાં લોકો જાતે જોડકણા લખી નીચે ગાલિબનું નામ લખી રહ્યા છે. એમ વિવિધ મહાનુભાવના વિચારો એમના ન હોવા છતાં પણ કોઇ વ્યક્તિ એનાં પોતાના વિચારોને ગાલિબ-બોઝ કે બાપુનો ફોટો મુકીને વાયરલ કરી દે છે. આજે વાત કરવી છે કોંગ્રેસ નાં ઇતિહાસની. એવો ઈતિહાસ કે ચૂંટણી નજીક આવતા જ વોટ્સએપ યુનિવર્સિટીમાં વાયરલ થાય છે, આ વાત સાચી કે ખોટી એ જાણવા આ લેખ વાંચવા જેવો છે.

ગુજરાત કોંગ્રેસ ઇતિહાસનું વિકૃતીકરણ કઈ રીતે થાય છે?


જયારે વરિષ્ઠ પત્રકાર અને સર્જક ભગવતીકુમાર શર્મા જેવા અધિકૃત લેખાતા મહાનુભાવો સરકારી સાહિત્ય અકાદમીના સામાયિક “શબ્સૃષ્ટિ”ને મુલાકાતમાં જૂઠાણાં ઓકે અને એ યથાવત છપાઈ જાય ત્યારે વિકૃતિસભર ઈતિહાસ રચાય. સુરતના ડૉ.રઈસ મણિયારે ભગવતીકુમારની હયાતીમાં આ નોંધ લખી હતી. આપ પણ એ વાંચીને નિર્ણય કરી શકો છો:

ફિરોઝ ગાંધી : સત્ય, અર્ધસત્ય અને અસત્ય


મુરબ્બી ભગવતીકુમાર શર્માની મારા મન પર છાપ જીવંત એનસાઈકલોપિડિયા જેવી છે. ગુજરાતમિત્રમાં કોઈ પણ બનાવ અંગે તંત્રીલેખ લખવાનો હોય, અંજલિ લખવાની હોય, એ કોઈપણ રેફરંસ વગર રાતોરાત રાજકારણ, સિનેમા, ક્રિકેટ જેવા વિવિધ વિષયો પર માહિતીસભર લેખ લખતા. એ વાંચીને જ મેં બાળપણ વીતાવ્યું છે. એક સમય સુધી સમતોલ ગદ્ય કેવું હોય એના આદર્શ તરીકે એમને સ્થાપીને અમે અમારી સાહિત્યયાત્રા આરંભી હતી.


આજે (મે ૨૦૧૭) આવેલા “શબ્દસૃષ્ટિ”ના અંકમાં એમની કનૈયાલાલ ભટ્ટ સાથેની મુલાકાત છપાઈ છે, એમણે ફિરોઝ ગાંધી વિશે જે લખ્યું છે, એમાં માહિતીદોષ છે. આ માહિતીદોષ સાથેની વિગત આમ તો કેટલાક વરસોથી વોટ્સએપ વગેરે પર ફરે છે, પરંતુ એની અધિકૃતતા ન હોઈ, મુદ્દો ઉઠાવવાનું મને જરૂરી લાગ્યું નહોતું. પરંતુ ભગવતીકુમાર જેવા પરમ


પહેલી વાત, ફિરોજ ગાંધી પારસી હતા, મુસ્લિમ ન હતા. એમનું મૂળ નામ ફિરોઝ ખાન હતું, એ ધરાર ખોટી વાત છે.
એમના પિતાજીનું નામ જહાંગીર ગાંધી અને માતાનું નામ રતિમાઈ ગાંધી હતું જો કે એમના પિતા (જહાંગીર ગાંધી) ગાંધીની જોડણી અંગ્રેજીમાં ghendy લખતા. તેઓ કિલિક નિક્સન કંપનીમાં મરીન એંજીનિયર હતા અને અંગ્રેજો ‘ગાંધી’નો ઉચ્ચાર આ પ્રમાણે કરતા. બાકી મૂળ અટક તો ગાંધી જ હતી.


ગાંધીજીએ એમને ઈંદિરા સાથે લગ્ન કરાવી આપતી વખતે ગાંધી અટક આપી, એ પણ ધરાર ખોટી વાત હતી. એ રીતે એમને અટક મળી હોય તો, ઈંદિરાના જેઠ અને અને જેઠાણીનું નામ દોરાબ ગાંધી અને શેરનાઝ ગાંધી કઈ રીતે હોય?

ધોરણ 12 આર્ટસ પછી શું? મુંઝવણ હોય તો વાંચો


ફિરોઝ ગાંધીએ 1930માં અઢાર વરસની ઉમરે સ્વતંત્રતા ચળવળમાં જોડાઈને પોતાની અટકની (માત્ર) સ્પેલિંગ બદલી એનું ભારતીયકરણ કર્યું. ત્યારે ઈંદિરાની ઉમર 13 વરસની હતી. અને સ્વાભાવિક છે કે એમનું કોઈ પ્રેમપ્રકરણ ત્યારે નહોતું.


મુ. ભગવતીકુમાર શર્માએ લખ્યું છે એના પરથી એમ પ્રતીત થાય છે કે સ્વતંત્રતા વખતે કોને વડાપ્રધાન બનાવવા એ વખતે 1947માં જ ફિરોઝ ગાંધી અને ઈંદિરાના લગ્નની માથાકૂટ પણ ચાલતી હતી. એ વાત પણ ખોટી છે. ઈંદિરાના નિર્ણયથી નારાજ જવાહરલાલ નહેરુએ ગાંધીજીને મધ્યસ્થી કરવા કહ્યું હતું, એ સાચું, પણ એ ઘટના 1942માં બની હતી.

‘ફિરોઝે ઇંદિરા સાથે લગ્ન કરવા હોય તો એ માટે અટક બદલવી પડે’ એવી શરત ગાંધીજી મૂકે, એ કલ્પના પણ ગાંધીજીને ન સમજયા હોય એ જ કરી શકે. હકીકત એ છે કે ઈંદિરા અને ફિરોઝના લગ્ન આઝાદીના સાડાપાંચ વરસ પહેલા માર્ચ 1942માં હિંદુ વિધિથી થયા હતા. 1947 પહેલા તો એમનાં બન્ને બાળકો જન્મી ચૂક્યાં હતાં. મૃત્યુ વખતે ફિરોઝ ગાંધીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એમને મુસ્લિમ ગણાવવા પાછળ હીન રાજકારણ છે.


ફિરોઝ ગાંધી આઝાદી પછી બે વાર કોંગ્રેસની સીટ પરથી (લોકસભામાં) ચૂંટાયા હતા ખરા, પણ કમ સે કમ બે વાર એમણે એવાં સ્ટેંડ લીધાં હતાં જેનાથી કોંગ્રેસ મુશ્કેલીમાં મૂકાઈ હતી. એક, એમણે વીમા મુંદરાનો ગોટાળો બહાર પાડ્યો ત્યારે નાણાપ્રધાન ટીટી ક્રિશ્ણામાચારીએ રાજીનામું આપવું પડ્યું હતું. બીજું, એમણે નફાખોરી કરતી ટાટા એમ્જીનિયરીંગ (ટેલ્કો) કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવાની ચળવળ ઉપાડી હતી. વર્તમાન સમયમાં કદાચ નહેરુ અને એમના વંશ પ્રત્યેના દ્વેષને કારણે, એક અસત્ય સાથે બીજું અસત્ય જોડીને ફિરોઝ ગાંધી જેવા નિતાંત સજ્જનને બદનામ કરવામાં આવે છે, એ દુ:ખદ છે.


ટૂંકમાં, ફિરોઝ ગાંધી ફિરોજખાન હતા, એ હકીકત ખોટી છે. ભગવતીકુમાર શર્મા જેવી વિભૂતિ આ વાત કહે તો લોકો સાચી માની લે. અને “શબ્દસૃષ્ટિ” જેવું પ્રતિષ્ઠિત સામાયિક આ વાત છાપે તો ય આ દોષ ઈતિહાસમાં અંકાઈ જાય. શબ્દસૃષ્ટિએ આ હકીકતદોષ વાળો ભાગ એડિટ કરવો જરૂરી હતો.

Indira Gandhi Birth Anniversary: How Jawaharlal Nehru’s daughter got her ‘Gandhi’ surname

  • ડૉ.રઈસ મણિયાર, સુરત

સૌજન્ય – ફેસબુક પોસ્ટ , હરી દેસાઇ

‘Rahul Gandhi is born to a Muslim and Christian, how did he become a Brahmin?’ asks Union minister

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો