ગુજરાત યુનિવર્સિટી સમાચાર 2023| Gujarat University Convocation 2023 | Gujarat university Degree Convocation

Gujarat university Degree Convocation

Share This Post

Degree Certificate Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પદવીદાન સમારંભ-2023 (gujarat university convocation) માટેનાં આવેદન ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીનાં પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું ડીગ્રી સર્ટીફિકેટ મેળવી શકે છે. અગાઉ ઓનલાઇન ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2022 હતી.

Gujarat University Convocation

ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પદવી પરીક્ષામાં ઉતીર્ણ (પાસ) થયેલ તમામ વિદ્યાશાખાના (દરેક સ્ટ્રીમ) વિદ્યાર્થીઓએ જેમણે પદવી પ્રમાણપત્ર મેળવવા માટે અગાઉ આવેદનપત્ર ભરેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમજ આવેદનપત્ર સાથે રૂ 260/- (અંકે રૂપિયા બસો સાઇઠ પુરા) ફી ઓનલાઇન ભરવાની રહેશે.

Gujarat University Convocation
Gujarat University Convocation

પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓએ તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય નકલ (છેલ્લા વર્ષ / છેલ્લા સેમેસ્ટરની) ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે (100 KB to 400 KB) અપલોડ કરવાની રહેશે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓએ પીએચ.ડી. નોટિફિકેશન (100 KB to 400 KB) પણ અપલોડ કરવાનું રહેશે.

પદવી પ્રમાણપત્રમાં વિદ્યાર્થીઓનો ફોટો તથા આધારકાર્ડ નંબર દર્શાવવાનો હોઈ વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્રનું ફોર્મ ઓનલાઈન ભરતી વખતે આધારકાર્ડ નંબર નાંખીને તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો (10 KB to 50 KB)નો કલર ફોટો તથા આધારકાર્ડની ઈમેજ(100 KB to 400 KB) અપલોડ કરવાની રહેશે.

GU Convocation

Bachelor of Medicine & Bachelor of Surgery, Bachelor of Dental Surgery, Bachelor of Physiotherapy, Bachelor of Optometry, Bachelor of Occupational Therapy, Bachelor of Prosthetics & Orthotics, Bachelor of Homeopathic & Medicine Surgeryના વિદ્યાર્થીઓએ તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય નકલ તથા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ ઈન્ટર્નશીપ કંમ્પ્લીશન સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે. જો ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં ઈન્ટર્નશીપ કંમ્પ્લીશન સર્ટિફિકેટની સુવાચ્ય નકલ અપલોડ કરેલ નહી હોય તેવા સંજોગમાં પદવી પ્રમાણપત્રનું આવેદન પત્ર રદ ગણવામાં આવશે.

Bachelor of Pharmacy ના ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા આપવામાં આવેલ પાસીંગ સર્ટિફિકેટ પ્રેક્ટિકલ ટ્રેઈનીંગ સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે. Diploma in Pharmacy ના જુના વિદ્યાર્થીઓએ વાર્ષિક પદવીદાન સમારંભમાં ઓનલાઈન આવેદનપત્ર ભરવું નહિ. તેમ છત્તા જો કોઈ વિદ્યાર્થી ફોર્મ ભરશે તો ટે રદ ગણવામાં આવશે.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટેના ચાર્જબેક માટે દસ્તાવેજી પુરાવાઓ સાથે ફક્ત ગુજરાત યુનિવર્સિટી, હિસાબી શાખા( રૂમ નંબર ૧૮)નો સંપર્ક કરવો. બેંક દ્વારા ચાર્જબેકના કોઈપણ ક્લેઈમ સેટલ કરવામાં આવશે નહીં.

ફોર્મ ભરવા માટેની લીંક gujarat university convocation

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

Gujarat university Degree Convocation
સમાચાર

ગુજરાત યુનિવર્સિટી સમાચાર 2023| Gujarat University Convocation 2023 | Gujarat university Degree Convocation

Degree Certificate Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પદવીદાન સમારંભ-2023 (gujarat university convocation) માટેનાં આવેદન ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીનાં પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું ડીગ્રી સર્ટીફિકેટ મેળવી શકે છે. અગાઉ ઓનલાઇન ફોર્મ અને

ગુજરાત

Gujarat Technological University 2007થી 2023 કેટલી બદલાઈ?

gujarat technological university (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી), જેને સામાન્ય રીતે GTU તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાત રાજ્ય, ભારતમાં ઘણી ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોને સંલગ્ન રાજ્યની યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે 16 મે 2007ના રોજ અસ્તિત્વમાં આવી હતી. લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video