જુનિયર ક્લાર્ક પેપર રદ થતા ગુજરાતમાં હાઇ એલર્ટ સ્થિતિ ઉભી થઇ છે. વારંવાર પેપર ફૂટવાની ઘટનાને કારણે તૈયારી કરી રહેલા યુવાનો ક્રોધે ભરાયા છે. હાલ યુવાનોની પ્રતિક્રિયા અને નેતાઓની પ્રતિક્રિયાઓને કારણે રાજકારણ પણ ગરમાયુ છે. પેપર ફૂટવાની ઘટનામાં શું થયું એ વાંચો.
જુનિયર ક્લાર્ક પેપર રદ
જુનિયર ક્લાર્ક પેપર રદ થતા પાટણનાં એક યુવકે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને પગલે સ્થાનિક પોલીસે યુવકની ધરપકડ કરી હતી જુઓ વીડિયો : જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા પાટણમાં યુવકનો વિરોધ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર સ્ટેટમેન્ટ આપ્યું
જાહેરાત કમાંક 12/2021-22 જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 29-01-2023 (રવિવાર) ના રોજ સવારે 11-00 થી 12-00 કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ 29-01-2023 ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા. 29-01-2023 ના રોજ સવારે 11-00 કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટૂંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે..
“મંડળના આદેશાનુસાર” તારીખઃ- 29-01-2023 સચિવ
યુવરાજસિંહ જાડેજા ની પ્રતિક્રિયા
વિદ્યાર્થી યુવાનેતાની છાપ ધરાવતા યુવરાજસિંહ જાડેજાએ વહેલી સવારે જ પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું હતુ. ટ્વિટરનાં માધ્યમથી જણાવ્યું હતુ કે, #જુનિયર_ક્લાર્ક પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ કરાઈ છે. ભૂતકાળ ની પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા એમાં કોઈ બોધપાઠ કે એક્શન લેવામાં આવેલ નથી એટલે આ પુનરાવર્તન થઈ રહિયુ છે. થોડા દિવસોમાં નવી તારીખ જાહેર થશે
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી