એની ફ્રેન્કે (Anne Frank) માત્ર 15 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તે "હોલોકોસ્ટ માં માર્યા ગયેલા યહૂદીઓમાંની એક હતી. Anne Frank (એક યહૂદી છોકરી) એ એક ડાયરી લખી હતી, આ ડાયરી વીસમી સદીના મહાન પુસ્તકોમાંનું એક ગણાય છે. Anne Frankની આ ડાયરી "યહૂદીઓ" પર "નાઝીઓ" દ્વારા કરાયેલા અત્યાચારનો જીવતો જાગતો પુરાવો છે.
Anne Frank નો જન્મ જર્મનીમાં થયો હતો. જ્યારે એની ફ્રેન્ક 4 વર્ષની હતી ત્યારે જર્મની નાઝીઓના તાબા એટલે કે કંટ્રોલમાં હતુ. નાઝીથી બચવા માટે ફ્રેન્કનો પરિવાર જર્મની છોડીને નેધરલેન્ડ આવી ગયો હતો. નાઝીઓએ નેધરલેન્ડ પર પણ હુમલો કરીને ત્યાં કબજો કરી લીધો. નેધરલેન્ડના તમામ યહૂદીઓ ત્યાં ફસાઇ ગયા હતા. Everyone wants to leave high school without having to experience that feeling of being so ashamed https://casinodulacleamy.com/ of who you are that you pretend to be someone else. નાઝીઓ યહૂદીઓને શોધી રહ્યા હતા અને તેમને “કોન્સન્ટ્રેશન કેમ્પ” માં મોકલતા હતા. તે જ સમયે, ફ્રેન્ક પરિવારે ત્યાં છુપાવવાનું નક્કી કર્યું અને તેઓ બધા એક બિલ્ડિંગની અંદર છુપાઈ ગયા હતા. એ એપાર્ટમેન્ટમાં છુપાયા હતા એ એપાર્ટમેન્ટનું નામ ‘સિક્રેટ એનેક્સ’ હતુ. ફેન્ક પરિવાર સાથે વધુ ચાર યહૂદીઓ છુપાયેલા હતા. આ યહુદીઓ ગુપ્ત જોડાણમાં છુપાયેલા હતા.
Frank નો પરિવાર સિક્રેટ એનેક્સમાં છુપાયો
સિક્રેટ એનેક્સમાં છુપાયાનાં 24 દિવસ પહેલા જ Anne Frank 13 વર્ષની થઈ હતી. Anne Frank ના પિતાએ તેને એક ડાયરી ભેટમાં આપી હતી. 6 જુલાઈ 1942ના રોજ, Anne Frank અને તેનો Anne Frank નો પરિવાર સિક્રેટ એનેક્સમાં છુપાયો હતો. અહીં તેમણે 2 વર્ષ 35 દિવસ વિતાવ્યા હતા. આ બે વર્ષ દરમિયાન એની ફ્રેન્કે પોતાની ડાયરી લખી હતી.
પરિવારથી અલગ થઈ ગયા હતા
4 ઓગસ્ટ 1944ના રોજ, નાઝીએ ફ્રેન્ક પરિવારને સિક્રેટ એનેક્સમાં છુપાયેલો શોધી કાઢ્યો અને તેમને “ઓશવિટ્ઝ કોન્સન્ટ્રેશન માં મોકલ્યા. પુરૂષો અને મહિલાઓને બાળકોથી સાવ અલગ કરી દિધા હતા. Anne Frank ના પિતા ટૂંકા સમયમાં તેમના પરિવારથી અલગ થઈ ગયા હતા, પરંતુ Anne Frank, તેની મોટી બહેન અને માતા ઘણો સમય સુધી કેમ્પમાં ભેગા રહ્યા હતા. ત્યાં Anne Frankને ખૂબ જ મુશ્કેલ કામ આપવામાં આવ્યું હતુ. થોડા સમય પછી, એની ફ્રેન્ક અને તેની બહેન તેમની માતાથી અલગ થઈ ગયા હતા. બંને બહેનોને “બર્ગન બેલ્સન કોન્સન્ટ્રેશન કેમ્પ” માં મોકલવામાં આવી અને ત્યાં બંનેનું મૃત્યું થયુ હતુ.
પરિવારને દગો આપનાર વ્યક્તિ કોણ ?
Anne Frank અને તેના પરિવારને દગો આપનાર વ્યક્તિ કોણ હતી તે દિન સુધી જાણી શકાયું નથી. એ માણસ જાણતો હતો કે Anne Frank અને તેનો પરિવાર ક્યાં છુપાયો છે. આ વ્યક્તિએ જ જર્મન સત્તાવાળાઓને તેમના છુપાયા વિશેની જાણ કરી હતી.
Secret Annex માંથી Anne Frank અને તેના પરિવારની ધરપકડ કરનાર નાઝી અધિકારીનું નામ “કાર્લ સિલ્બરબેવર” હતું. ધરપકડ કરતી વખતે ઘણા પેપર અને પુસ્તકોને એમણે નકામા લાગતા ફેંકી દિધા હતા. આ ફેંકેલા પુસ્તકોમાં એની ફ્રેન્કની ડાયરી પણ હતી. આ ડાયરી જ્યારે પુસ્તક રૂપે છપાઇ ત્યારે એક રીપોર્ટરે કાર્લને પૂછ્યું હતુ કે, શું તમે એનીનું પુસ્તક વાંચ્યુ છે? ત્યારે તેણે કહ્યું કે મેં અઠવાડિયા પહેલાં જ પુસ્તક ખરીદ્યું હતુ. રીપોર્ટરે ફરી પૂછ્યું કે તમે આ ડાયરી વાંચનાર પહેલા વાંચક બની ચૂક્યા હોત. ત્યારે કાર્લે ખડખડાટ હસતા કહ્યું કે, મારે એ વખતે એ ડાયરી ઉઠાવી લેવી જોઇતી હતી. અફસોસ હું ચૂકી ગયો.
Anne Frank ની ડાયરી પુસ્તક રુપે પબ્લિસ થઇ ત્યારે…
જ્યારે Anne Frank ની ડાયરી પુસ્તક રુપે પબ્લિસ થઇ ત્યારે હજારો લોકોએ એ જગ્યા જોવા માટે ઉમટી પડ્યા હતા, જ્યાં Anne Frank અને તેનો પરિવારે છુપાઈને પોતાનો સમય વિતાવ્યો હતો. વર્ષ. 1960માં, તે બિલ્ડીંગને મ્યુઝિયમમાં સ્થાન આપ્યું હતુ. હવે તેણીને ” એની ફ્રેન્ક હાઉસ (Anne Frank House)” કહેવામાં આવે છે. આજે પણ લાખો લોકો દર વર્ષે Anne Frank House મ્યુઝિયમની મુલાકાત લે છે.
સિક્રેટ એનેક્સમાં છુપાયેલા 8 લોકોમાં Anne frank ના પિતા એકમાત્ર એવા વ્યક્તિ હતા, જેઓ કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી જીવતા પાછા આવ્યા હતા. એકાગ્રતા શિબિરમાંથી પાછા ફર્યા પછી તેમને ખબર પડી કે તેની પત્ની અને તેમની બંને પુત્રીઓ મૃત્યુ પામી છે.
એની ફ્રેન્કના પિતાએ ડાયરી છપાવી હતી
Anne frank ની મોટી બહેન “મોર્ગેટ ફ્રેન્ક” એ પણ એક ડાયરી લખી હતી. એ ડાયરી ક્યારેય મળી નથી. Miep Gies એની ફ્રેન્કના પરિવારની ખૂબ જ નજીકનો મિત્ર હતો. જ્યારે એની ફ્રેન્ક અને તેનો પરિવાર “સિક્રેટ એનેક્સ”માં છુપાયેલો હતો. એ વખતે મિએપ ફ્રેન્ક પરિવાર માટે પોતાના જીવનાં જોખમે એમના માટે ભોજન લાવ્યો હતો. જ્યારે નાઝી ફ્રેન્કના પરિવારની ધરપકડ કરે છે. ત્યારે મિએપ પાછળથી ત્યાં પડેલો તમામ સામાન લઈ લે છે અને એની ફ્રેન્કની ડાયરી પણ તેની સાથે ઘરે લાવે છે. જ્યારે એની ફ્રેન્કના પિતા કેમ્પમાંથી પાછા ફરે છે. એ વખતે મીપ એની ફ્રેન્કની ડાયરી તેમને આપે છે. એની ફ્રેન્કના પિતાએ એ ડાયરી પ્રકાશિત કરાવી હતી.
આ એ એની ફ્રેન્ક નથી જેને હું મારી દીકરી તરીકે જાણતો હતો
જ્યાં સુધી એની ફ્રેન્ક (Anne frank) ની ડાયરી મીપ પાસે હતી. ત્યાં સુધી મીએપે એ ડાયરીનો એક પણ શબ્દ વાંચ્યો નહોતો. ડાયરી છપાઈ તે પછી જ મીએપે તે વાંચ્યું અને કહ્યું કે જો મેં તે ડાયરી ઓટો ફ્રેન્ક (એની ફ્રેન્કના પિતા) ને આપતા પહેલા વાંચી હોત, તો મેં તે ડાયરી બાળી નાખી હોત. કારણ કે તે ડાયરીમાં મારો અને મારા પતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. Secret Annex માં છુપાઇને અમે ગુપ્ત રીતે યહૂદીઓને મદદ કરી હતી. આ વાત જાણ્યા બાદ નાઝી દ્વારા અમને મૃત્યુદંડ આપવામાં આવ્યો હોત. એનીના પિતાએ એક વાર જૂની વાતો યાદ કરીને કહ્યું કે, મારા માટે આ ડાયરી વાંચવી ખૂબ જ મુશ્કેલ હતુ. કારણ કે દુઃખદ યાદો મને ઘેરી વળી હતી. એનીના શબ્દો વાંચ્યા પછી મને સમજાયું કે આ એ એની નથી જેને હું મારી દીકરી તરીકે જાણતો હતો. મને એ છોકરીના ઊંડા વિચારો અને લાગણીઓને સમજવાનો મનમાં પણ વિચાર નહોતો.
એની ફ્રેન્ક નો એકમાત્ર ફોટો
એની ફ્રેન્ક (Anne frank) ના ફોટા ઈન્ટરનેટ પર ઘણા બધા જોવા મળશે. જ્યારે એનીના અસલી ફોટોની વાત કરવામાં આવે તો તે માત્ર એક જ હતી. જેમાં એની ફ્રેન્ક માત્ર 4 સેકન્ડ માટે જ દેખાય છે. આ એ પળ હતી જ્યાં એક વખત એનીના પાડોશીના લગ્ન માટે ફોટોશૂટ થયું હતું. એ વખતે એની ફ્રેન્ક બારીમાંથી નવા પરણેલા કપલને જોવાનો પ્રયાસ કરી રહી છે. બીજા વિશ્વયુદ્ધના અંત પછી, આ ફોટો પરણિત દંપતિ દ્વારા Anne frank Museme ને સોંપવામાં આવ્યો હતો.
નેલ્સન મંડેલા જ્યારે જેલમાં હતા. ત્યારે તેમણે એની ફ્રેન્કની ડાયરી વાંચી હતી. જેનાથી તેમને ઘણી હિંમત અને આશાવાદ મળ્યો હતો. વર્ષ 1994 માં, નેલ્સલ મંડેલાને "Anne frank foundation તરફથી માનવતા પુરસ્કાર (Humanity Award) આપવામાં આવ્યો હતો.
એવું માનવામાં આવે છે કે એની ફ્રેન્કની ડાયરી, બાઇબલ પછી બીજા નંબરનું સૌથી વધુ વંચાયેલ પુસ્તક છે. આ વિશ્વની સૌથી પ્રખ્યાત ડાયરી છે. એની ફ્રેન્કની આ ડાયરીનો 70થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.
કેમ્પમાં ક્યારે અને કયા દિવસે મૃત્યુ પામ્યા?
કોન્સન્ટ્રેશન કેમ્પના દિવસો દરમિયાન, એની ફ્રેન્કને અચાનક તેના બે મિત્રો નેનેટ બ્લિટ્ઝ (Nanette Blitz) અને હેન્ના ગોસ્લર (Hannah Goslar) ને મળે છે. બંને એની ફ્રેન્કના સ્કૂલના મિત્રો હતા. જેઓ Holo caust થી બચી ગયા અને આજે તેઓ બંને હયાત છે અને બંને 92 વર્ષના છે. એની ફ્રેન્ક કોન્સન્ટ્રેશન કેમ્પમાં ક્યારે અને કયા દિવસે મૃત્યુ પામ્યા એ હજું પણ અકબંધ છે . ડચ ઓથોરિટીનું માનવું છે કે, કદાચ, માર્ચના અંતમાં એની ફ્રેન્ક અને માર્ગો (બંને બહેનો) નું મૃત્યુ થયુ હશે. તે સમયે માર્ગો 19 અને એની ફ્રેન્ક 15 વર્ષની હતી. 15 એપ્રિલ 1945ના રોજ બ્રિટિશ આર્મી દ્વારા કેમ્પને મુક્ત કરવામાં આવ્યો હતો. દુર્ભાગ્ય એ વાતનું છે કે, એની ફ્રેન્કનું મૃત્યુ અઠવાડિયા પહેલા જ થયુ હતુ.
એની ફ્રેન્ક પત્રકાર અને પ્રખ્યાત લેખક બનવા માંગતી હતી
એની ફ્રેન્ક એક પત્રકાર અને પ્રખ્યાત લેખક બનવા માંગતી હતી. એની ફ્રેન્ક તેના જીવનમાં કંઈક મહાન કરવા માંગતી હતી. 5 એપ્રિલ 1944 ના રોજ એની ફ્રેન્કે ડાયરીમાં લખ્યું છે, હું તે મહિલાઓ જેવું જીવન જીવવાની કલ્પના પણ કરી શકતી નથી જેઓ તેમનું કામ કરતા રહે છે. અને ભૂલાઇ જાય છે. હું એવું જીવવા માંગતી નથી કે જેવું ઘણાં બધાં લોકો જીવતા હોય. હું એવું જીવન જીવવા માંગુ છું કે જેનાથી દરેક લોકોને ફાયદો થાય, એમનો પણ, જેમને હું કદી મળી નથી. હું મર્યા પછી પણ જીવવા માંગુ છું.
આપને આ લેખ કેવો લાગ્યો એ અમને જણાવો. આપ જણાવશો તો અમને જાણ થશે કે આપને આવું વાંચવું ગમે છે. ટીમ ઘણું બધું.
Anne Frank: Google commemorates the 75th anniversary of Anne Frank’s diary