14 વરસની ચારણકન્યા |charan kanya lyrics in gujarati| Charankanya|ઝવેરચંદ મેઘાણી|Jhaverchand Meghani

Charankanya|ચારણકન્યા|ઝવેરચંદ મેઘાણી|Jhaverchand Meghani
Charankanya|ચારણકન્યા|ઝવેરચંદ મેઘાણી|Jhaverchand Meghani

Share This Post

Charankanya|ચારણકન્યા

સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવત કુળનો અરિ ગરજે

કડ્ય પાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે!

બાવળના ઝાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે

ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે.

થર! થર ! કાંપે

Charankanya|ચારણકન્યા|ઝવેરચંદ મેઘાણી|Jhaverchand Meghani
Charankanya|ચારણકન્યા|ઝવેરચંદ મેઘાણી|Jhaverchand Meghani

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે

પહાડોના પત્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌ એ કાંપે

આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !

વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે.

જડબાં ફાડે!

ડુંગર જાણે ડાચાં ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!

જમ રાજાનું દ્વાર ઉઘાડે!
પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

બરછી સરખા દાંત બતાડે
લસ! લસ! કરતી જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે!
બડકંદાર બિરાદર ઉઠે

ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઉઠે

બરછી ભાલે કાઠી ઉઠે
ઘરઘરમાંથી માટી ઉઠે

ગોબો હાથ રબારી ઉઠે
સોટો લઇ ઘરનારી ઉઠે

ગાય તણા રખવાળો ઉઠે
દૂધમલા ગોવાળો ઉઠે

મૂછે વળ દેનારા ઉઠે
ખોંખારો ખાનારા ઉઠે

માનું દૂધ પીનારા ઉઠે
જાણે આભ મિનારા ઉઠે

ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઉભો રે’જે!

ગિરના કુત્તા ઉભો રે’જે!
કાયર દુત્તા ઉભો રે’જે!

પેટભરા ! તું ઉભો રે’જે!
ભૂખમરા ! તું ઉભો રે’જે!

ચોર-લૂંટારા ઉભો રે’જે!
ગા-ગોઝારા ઉભો રે’જે!

ચારણ-કન્યા !
ચૌદ વરસની ચારણ-કન્યા

ચુંદડિયાળી ચારણ-કન્યા
શ્વેત સુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડન્તી ચારણ-કન્યા
પહાડ ઘુમન્તી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા
જુગદમ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા.

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો.

અસ્ત્રીના સતથી એ ભાગ્યો
સાચી હિમ્મતથી એ ભાગ્યો !

ઝવેરચંદ મેઘાણી|zaverchand Meghani

charan kanya lyrics

“ચારણ કન્યા” “Charan kanya” Painting

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

Gujarat university Degree Convocation
સમાચાર

ગુજરાત યુનિવર્સિટી સમાચાર 2023| Gujarat University Convocation 2023 | Gujarat university Degree Convocation

Degree Certificate Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પદવીદાન સમારંભ-2023 (gujarat university convocation) માટેનાં આવેદન ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીનાં પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું ડીગ્રી સર્ટીફિકેટ મેળવી શકે છે. અગાઉ ઓનલાઇન ફોર્મ અને

ગુજરાત

Gujarat Technological University 2007થી 2023 કેટલી બદલાઈ?

gujarat technological university (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી), જેને સામાન્ય રીતે GTU તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાત રાજ્ય, ભારતમાં ઘણી ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોને સંલગ્ન રાજ્યની યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે 16 મે 2007ના રોજ અસ્તિત્વમાં આવી હતી. લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video