Chandrakant Bakshi ના પુસ્તક અમેરિકા અમેરિકા માંથી ભાગ 2 : પાસપોર્ટ અને વિઝા પછી | America America : ચંદ્રકાંત બક્ષી Part 2

America America : Chandrakant Bakshi
Facebook
Twitter
Telegram
WhatsApp

Chandrakant Bakshi ના પુસ્તક અમેરિકા : જવું કે ન જવું ? માંથી ભાગ 2 : પાસપોર્ટ અને વિઝા પછી

America America : ચંદ્રકાંત બક્ષી Part 2

Chandrakant Bakshi : વિદેશપ્રવાસ પહેલાં બે શબ્દોથી પરિચિત થવું પડે છે : પાસપોર્ટ અને વિઝા! ભારતના રાષ્ટ્રપતિએ આપણને નાગરિક તરીકેનું જે સર્ટિફિકેટ આપ્યું છે એ પાસપોર્ટ છે ! વીઝા એટલે જે દેશમાં જવું છે એ દેશની સરકારે આપેલી અનુમતિ ! વિદેશી યાત્રાની ઝીણી ઝીણી માહિતીમાં ઊતર્યા વિના થોડી રસિક બાબતો જાણતી જોઈએ.

America America : Chandrakant Bakshi
America America : Chandrakant Bakshi

1914 પહેલાં બહુ ઓછા લોકોએ પાસપોર્ટ જોયો હતો

1914 પહેલાં બહુ ઓછા લોકોએ પાસપોર્ટ જોયો હતો. જરૂર પણ ન હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન પાસપોર્ટ મિલિટરી કારણોસર આપવાનાં શરૂ થયા અને 1918 પછી પોલીસ પાસપોર્ટ માટે આગ્રહ રાખતી થઈ. 1929ની અમેરિકન મંદી પછી આર્થિક કારણોસર પાસપોર્ટ ચાલુ રહ્યા. બીજા વિશ્વયુદ્ધ 1939 થી 1945 દરમ્યાન વીઝા અને ખાસ અનુમતિપત્રોનો ઉપયોગ શરૂ થયો. શરૂમાં વીઝાનું ખાસ મહત્ત્વ ન હતું. પણ રાજકીય સિતમને કારણે લોકો એક દેશમાંથી બીજા દેશમાં ભાગવા માંડ્યા. એટલે દરેક દેશ પોતાના વીઝા કાયદાઓ સખત બનાવતો ગયો. અમેરિકા જવું હોય તો પ્રથમ આપણો પાસપોર્ટ જોઈએ…. અને પછી અમેરિકાનો વીઝા મેળવવો જોઈએ, જે અમેરિકન કૉન્સલ ઓફિસ આપે છે. વીઝાના ઘણા પ્રકાર છે પણ દરેક દેશ ભારતીય પ્રવાસી પાસે વીઝાની અપેક્ષા રાખે છે એવું નથી ! જોકે અમેરિકા જવા માટે વીઝાના કાયદા જરા સખત છે. લોકો ગમે તે બહાને અમેરિકામાં ઘૂસીને સ્થાયી થઈ જવાની પેરવીમાં હોય છે માટે.

એક વાર ઘૂસી ગયા પછી વર્ષો સુધી માણસો ત્યાં રહી ગયાના દાખલા

અમેરિકા વિરાટ દેશ છે. એક વાર ઘૂસી ગયા પછી વર્ષો સુધી માણસો ત્યાં રહી ગયાના દાખલા છે. આજકાલ અમેરિકા જવા માટેનાં વીઝા પહેલાં જેટલી આસાનીથી મળતા નથી. ખાસ કરીને જવાન દેખાતા માણસને વધારે પ્રશ્નો કરવામાં આવે છે.

America America : Chandrakant Bakshi | America America : Chandrakant Bakshi

તમે અમેરિકા જઈને ત્યાં જ જામી જવાના નથી એ તમારે તર્કશુદ્ધ રીતે બતાવવું પડે

તમે અમેરિકા જઈને ત્યાં જ જામી જવાના નથી એ તમારે તર્કશુદ્ધ રીતે બતાવવું પડે છે. ભારતમાં તમારે પત્ની છે,સંતાન કે સંતાનો છે. બેંક બેલેન્સ છે, સ્થાયી નોકરી કે વ્યવસાય છે, ફ્લેટ, ઘર કે સંપત્તિ છે એ હકીકતો મદદ કરે છે. અમેરિકામાં તમારા કોઈ પિરિચત પાસેથી સ્પોન્સરશિપ પત્ર મંગાવવો પણ જરૂરી થઈ પડે છે, એનો અર્થ એ કે અમેરિકા સ્થિત તમારો પરિચિત જરૂર પડ્યે તમને આર્થિક મદદ કરી શકે એ તમને ભારત સરકારે આપેલા ડૉલર ત્યાં ચોરાઈ ગયા તો તમે ભીખ માગવાના નથી કે નોકરી કરવાના નથી. જો તમારું અવસાન થઈ ગયું તો ત્યાં અંત્યેષ્ટિ અથવા અન્ય વિધિ માટે એ સ્પોન્સરને પકડી શકાય ! સ્પોન્સર હોવો જ જરૂરી નથી, એના વિષેની ગેરસમજૂતીને લીધે અમને બે મહિના વિલંબ થયો હતો જે સામાન્ય રીતે થતું નથી. પહેલી વિદેશયાત્રામાં 500 ડૉલર હૂંડીયામણ મળે છે અને પછી એ એક જ વર્ષમાં બીજો વિદેશપ્રવાસ કરો તો 250 ડૉલર મળે એવો અત્યારે નિયમ છે.

તમે વેજિટેરિયન છો કે નોન-વેજિટેરિયન ?

આપણા ઘણા ટ્રાવેલ એજન્ટો સાફસૂફ ચકચકાટ ઓફિસો લઇને બેઠા છે પણ એમના માથા પણ એવા સાફસૂફન્ચકચકાટ હોય છે. કેટલાક દષ્ટાંતો અનુભવથી જોવો જોઇએ. હવે હેલ્થ સર્ટિફિકેટ કે ઈન્જેક્ષનોની જરૂર નથી. ટીકીટ લેતી વખતે બરાબર લખાવી દેવું એમ કે તમે વેજિટેરિયન છો કે નોન-વેજિટેરિયન ? અને વેજિટેરિયન હો તો ફૂટ બાસ્કેટનો આગ્રહ રાખો એ બહુ જ સંતોષકારક હોય છે. વેજિટેરિયન ખોરાક પ્લેનમાં ઓછો હોય છે. જો શરૂમાં ન લ્યો અને ખૂટી ગયો તો ભૂખ્યા જ રહેવુ પડે છે. જો તમે માંસાહારી હો તો આવી કોઈ સમસ્યાને કારણ નથી. પાછા ફરતી વખતે પ્લેનનું બુકિંગ ઍડ્વાન્સમાં તરત જ કરાવી લેવું સલાહભર્યું છે. બે લગ દિવસોનું પણ કરાવાય, એના પૈસા લાગતા નથી. છેલ્લી ઘડીએ જાગનારાઓનેકષ્ટ પડે છે.

કાળી કે બદામી ચામડી અને ગોરી ચામડી માટે દુનિયામાં કાયદાઓનું અર્થઘટન જુદી રીતે થઇ શકે છે

પાસપોર્ટ પર ‘એમીગ્રેશન’ સ્ટેમ્પ છે એટલે નોટરી પબ્લિકનું એફિડેવિટ જોઈશે એવું ટ્રાવેલ એજન્ટે કહ્યું હતું. છાપામાં આવ્યું હતું કે તેર પ્રકારની વ્યક્તિઓને આ જરૂરી નથી એ બતાવ્યું ત્યારે એજન્ટને ખબર પડી. એ માટેની આખી વિધિમાં – એમીગ્રેશન રદ કરાવવાની વિધિમાં – એક આખો દિવસ બગડ્યો. કેટલું વજન લઈ જવાય? કસ્ટમમાં કોઈ જ બંધન નથી. દરેક એરલાઇન પોતે પોતાનો નિયમ રાખે છે અને સામાનની સાઇઝ નક્કી કરે છે. માટે પ્રવાસ પહેલાં એરલાઇન્સથી સમજી લેવું જોઇએ. હાથમાં રાખવાની હેન્ડબૅગ વિષે પણ સ્પષ્ટતા કરી લેવી જોઈએ. એમાં દબાવી દબાવીને માલ ભરાય નહીં. લંડનના હિથરો એરપોર્ટ પર એક અંગ્રેજ અફસરે બે ઓસ્ટ્રેલિયન ગોરી છોકરીઓને મદદ કરીને માલ અલગ પૅક કરાવીને દંડમાંથી બચાવી અને તરત જ એક ભારતીય પટેલને વધુ વજન માટે પચીસ પાઉન્ડનો દંડ ફટકારી દીધી એ નજરે જોયુ છે. કાળી કે બદામી ચામડી અને ગોરી ચામડી માટે દુનિયામાં કાયદાઓનું અર્થઘટન જુદી રીતે થઇ શકે છે એ સત્ય સમજી લેવું જોઇ. હેન્ડબેગ વિષે બહુ ગેરસમજ પ્રવર્તે છે, એ જોતાં ક્યારેય બહુ વજન ખડકવું નહીં. હેન્ડબેગ હેન્ડબેગ છે, સામાનનો ‘મુદ્દો’ નથી.

ટ્રાવેલ એજન્ટ પાંચ-છ ટકાથી સોળ – અઢાર ટકા સુધી પ્રતિ ટિકિટ

ટ્રાવેલ એજન્ટ પાંચ-છ ટકાથી સોળ – અઢાર ટકા સુધી પ્રતિ ટિકિટ કમિશન આપે છે. એટલે એમાં દર ટિકિટ પાંચસોથી હજાર – બારસો જેટલો ફાયદો થઈ શકે છે. ટ્રાવેલ એજન્ટોને ઘણી વાતની ખબર નથી હોતી એટલે બેચારને પૂછપરછ કરવાથી આપણું જ્ઞાન વધે છે ! માત્ર આપણું જ જ્ઞાન નહીં પણ એમના અજ્ઞાન વિષેનું આપણું જ્ઞાન પણ વધે છે ! ગ્રેહાઉન્ડ બસની અમેરિકામાં ફરવાની ટિકિટોમાંથી જો એક પણ વપરાઈ હોય તો બાકીની ટિકિટોના પૈસા મળતાં નથી. બધી જ વાપરવી જોઈએ અથવા બધી જ અકબંધ પાછી લાવવી જોઇએ, જો રિફંડ જોઈતું હોય તો.

પાસપોર્ટ પાંચ વર્ષ માટે રિન્યૂ કરાવી લેવો જોઈએ

પાસપોર્ટ પાંચ વર્ષ માટે રિન્યૂ કરાવી લેવો જોઈએ. બેગોના કોસ્ટર, ગરગડી કે પૈડાં કાઢી લેવાં જેઈએ, એ ચોરાઈ જાય છે. હેન્ડબેગમાં એક જોડી કપડાં અચૂક રાખવા કે જેથી બૅગો ન ઓળખાય અથવા ક્યાંક ખોવાઈ જાય તો શરૂમાં તકલીફ ન પડે. આપણી બૅગ ન આવે તો તરત અમેરિકામાં એરલાઈન કંપની ડૉલર્સ આપી દે છે, એવી મૂર્ખાઈભરી વાતોમાં બાળકો જેવો વિશ્વાસ રાખવો નહીં. લોસ એંજલિસ જતાં પચાસ જ મિનિટ દૂર સાન ફ્રાન્સિસ્કોમાં મારી બૅગ ઊતરી ગઈ હતી અને ચાર દિવસ સુધી વર્લ્ડ ઍરલાઈન્સની પાછળ પડી ગયા છતાં દાદ, ડૉલર કે બેંગ કંઈ જ મળ્યું ન હતું ! છેલ્લે દિવસે છેલ્લા જ કલાકોમાં કંપનીનો માણસ ચુપચાપ, નિરાંતે આપી ગયો હતો કોઈ પણ પ્રકારની દિલગીરી વિના. એટલે અમેરિકા સુપર-એફિશીઅન્ટ છે અને ડૉલર્સ વર્ષાવી દે છે એવા ગદગદ થઈ ગયેલા ગુજરાતી કટારલેખકોનાં વિધાનોમાં એકસો ટકા વિશ્વાસ મૂકવો નહીં !

દરેક ઍરલાઈનના જુદા જુદા સમય હોય છે

દરેક ઍરલાઈનના જુદા જુદા સમય હોય છે. સિંગાપુરથી મુંબઈ 4 કલાક 50 મિનિટ લાગે છે. મુંબઈથી લંડન 9 કલાક 25 મિનિટ ! લંડનથી ન્યૂયોર્ક 7 કલાક 15 મિનિટ | પાછા ફરતી વખતે આ સમયમાં જરા ફેરફાર પણ થઈ શકે છે. હવાની ગતિ અને પૃથ્વીના આંદોલન પર આ સમય નિર્ભર હોય છે. ન્યૂયોર્કથી લંડન લગભગ છ કલાક અને લંડનથી મુંબઈ 8 કલાક 35 મિનિટ ! અને મુંબઈથી સિંગાપુર પાંચ કલાક ! પ્લેન વચ્ચે અટકતું નથી.

મુંબઈ અને લંડન વચ્ચે સાડા પાંચ કલાકનો ફરક છે

મુંબઈ અને લંડન વચ્ચે સાડા પાંચ કલાકનો ફરક છે. લગભગ એટલો જ ફરક લંડન અને ન્યુયોર્ક વચ્ચે છે. એટલે ૧૦મી તારીખે શુક્રવારે જ બપોરે બાર વાગે તમે ન્યૂયૉર્ક પહોંચી શકો ! વચ્ચેથી ફક્ત અગિયાર કલાક ઓછા થઈ જાય એટલે જયારે ન્યુયોર્કમાં બપોરના બાર વાગ્યા હોય ત્યારે મુંબઈમાં રાતના અગિયાર થઈ રહ્યા હોય. શરૂમાં આ બધું વિચિત્ર લાગે છે. ફક્ત એટલું જ સમજાય છે કે રાત પૂરી થતી નથી.

લેગ એટલે ચોવીસ કલાકની સફર

દુનિયામાં કેટલા બધા સમયો એક સાથે ચાલે છે ? બાળકના જન્મનો સમય પણ જગતમાં અલગ અલગ સ્થળોએ જુદો જુદો હોય છે ! પણ આ પ્રશ્ન જ્યોતિષનો છે… જ્યોતિષને જેટ-લેગ જેવું કંઇ હોય છે ? (જેટ-લેગ એટલે ચોવીસ કલાકની સફર, ઘડિયાળના બાર કલાકમાં પૂરી કરવાની થકાવટ.

America: To go or not to go? – Chandrakant Bakshi

Chandrakant Bakshi અમેરિકા : જવું કે ન જવું ? Part 1 Ghanubadhu

ચંદ્રકાંત બક્ષીનાં પુસ્તકો વાંચો : Click

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના