Bhagat Singh | 23 માર્ચનો દિવસ ઇતિહાસના કાગળોમાં લખાઇ ચૂક્યો છે. આ દિવસે ભારત શહીદ દિવસના રૂપે યાદ કરે છે. આજના દિવસે ભારતના વીર સપૂતોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતુ. શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું નામ દરેક દેશપ્રેમી અને યુવાન ઓળખે છે. આ ત્રણ યુવાનો આજે અન્ય યુવાનોના આદર્શ અને પ્રેરણા બન્યા છે. ઉંમર નાની હોય કે મોટી પરંતું રાષ્ટ્રીયતાની કોઇ ઉંમર હોતી નથી. ભારત દેશને આઝાદી અપાવવા કેટકેટલાય સપૂતોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. આજે વાત કરવી છે વીરાંજલીની. વાત કરવી છે એવા સપૂતોની જેમને પોતાની યુવાની રાષ્ટ્ર માટે કુરબાન કરી દિધી.
અંગ્રેજ સરકારે 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. લાહૌરના ષડયંત્રનાં આરોપમાં એમને ફાંસીની સજા અપાઇ હતી. અંગ્રેજ સરકારના ષડયંત્રને કારણે એમને એક દિવસ વહેલા ફાંસી અપાઇ હતી. શું તમને એની જાણ છે? ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી 24 માર્ચના રોજ આપવામાં આવશે એ નક્કી થઇ ગયું હતુ. પરંતું એક દિવસ પહેલા એટલે કે 23 માર્ચના રોજ ફાંસી અપાઇ હતી.
બોંબ ફેક્યા પછી પણ એ કોઇ પણ જાતનો ડર રાખ્યા વિના Bhagat Singh ભાગ્યા નહોતા
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એ વર્ષ 1928માં લાહોરમાં એક બ્રિટીશ જુનિયર પોલીસ અધીકારી જોન સોન્ડર્સની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ભગતસિંહ અને એમના સાથી બટુકેશ્વર દત્તે 8 એપ્રિલ 1929નાં રોજ સેન્ટ્રલ એસેમ્બલીમાં બોંબ ફેંકીને આઝાદીના નારા લગાવ્યા હતા. બોંબ ફેક્યા પછી પણ એ કોઇ પણ જાતનો ડર રાખ્યા વિના ભાગ્યા નહોતા. જો એ ભાગી ગયા હોત તો પોલીસ એમને પકડી ન શકી હોત. એમની નિડરતાને કારણે તેમને પોલીસે પકડી પાડ્યા. બે વર્ષની સજા થઇ હતી. આ બે વર્ષમાં ભગતસિંહે ક્રાંતિકારી લેખો લખવાનું શરું કર્યું. એમના વિચારો એ વ્યક્ત કરતા હતા. એમના લેખોમાં માત્ર અંગ્રેજો જ નહોતા પરંતું અમીર લોકોનો પણ ઉલ્લેખ કરતા હતા. ભગતસિંહે એમના લેખમાં કહ્યું,
મજૂરોનું શોષણ કરનારા મજૂરોના દુશ્મનો છે, એ ભલે કોઇપણ ભારતીય હોય.
હિન્દી, પંજાબી, ઉર્દુ, બંગાળી અને અંગ્રેજી ભાષાના જાણકાર ભગતસિંહ
પોતાનું જીવન દેશને નામ કુરબાન કરનારા ભગતસિંહ ઘણી બધી ભાષાઓના જાણકાર હતા. તેઓ હિન્દી, પંજાબી, ઉર્દુ, બંગાળી અને અંગ્રેજી ભાષાના જાણકાર હતા. એમના મિત્ર બટુકેશ્વર દત્ત પાસેથ બંગાળી ભાષા શીખી હતી. પોતાના લેખોમાં ભારતીય સમાજમાં લિપિ, જાતિ અને ધર્મને કારણે દૂરતા આવવા પર ચિંતા વ્યક્ત કરતા હતા.
23 માર્ચ 1931ના રોજ સાંજે 7.30 કલાકે ફાંસી અપાઇ
ભગતસિંહને 11 કલાક પહેલા 23 માર્ચ 1931ના રોજ સાંજે 7.30 કલાકે ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા. આ સમયે કોઇ મેજીસ્ટ્રેટ ફાંસીને સમયે હાજર નહોતું. કહેવામાં આવે છે કે ફાંસીના દોરડાને જોયા પછી પણ ભગતસિંહના ચહેરા પર અલગ રોનક હતી. તેઓ છેલ્લા સમય સુધી અંગ્રેજોના વિરોધમાં નારા લગાવતા રહેલા.
ફાંસીનો સમય બદલી દિધો હતો
રાજગુરુ અને સુખદેવની સાથે 24 માર્ચના રોજ ફાંસીની સજા આપવામાં આવી હતી. આ વાત સમગ્ર ભારતમાં એ રીતે ફેલાઇ કે સૌ લોકો આક્રોશમાં આવી ગયા હતા. ફાંસીને માંચડે કોઇ ત્રણ વ્યક્તિઓ નહીં પરંતું પોતે જ છે એવું માની બેઠા હતા. રાષ્ટીય વિચારધારાની જ્વાળા એટલી તિવ્ર હતી કે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ભારતીયોના ગુસ્સા, ભાઇચારા અને વિરોધને જોઇને અંગ્રેજ સરકાર ડરી ગઇ હતી. અંગ્રેજ સરકાર ભારતીયોની આ રાષ્ટ્રીય તિવ્રતાને કારણે ફાંસીનો સમય બદલી દિધો હતો.
ભગતસિંહ ની છેલ્લી ઇચ્છા?
23 માર્ચ 1931ની સાંજે ભગતસિંહ અને એમના બે સાથી મિત્રો સુખદેવ અને રાજગુરુને સાંજે 7 વાગીને 33 મિનીટે ફાંસી આપવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે ભગતસિંહની છેલ્લી ઇચ્છા એક પુસ્તક વાંચવાની હતી. હવે એક પુસ્તકની કિંમત કે પછી શબ્દો શું હોઇ શકે? આ પુસ્તક હતુ લેનિનનું જીવનચરિત્ર. ફાંસીને માંચડે જ્યારે ભગતસિંહને પૂછવામાં આવ્યું કે તમારી છેલ્લી ઇચ્છા કઇ છે? ત્યારે એમણે કહેલું કે, હું ઘણા સમયથી લેનિનની જીવનકથા વાંચી રહ્યો છું. મારે આ પુસ્તક પુરું કરવું છે. મને થોડો સમય આપવામાં આવે.
આજે યુવાનોમાં દેશદાઝ રહ્યી નથી. યુવા વસ્તાનું લોહી ગરમ હોવાને બદલે ઠંડું પડી ગયું છે. આજે યુવાને બળવાન બનવા Bhagat Singh નાં જીવન વિશે વાંચવું જરુરી.
શ્રી રામકૃષ્ણ પરમહંસ વિશે જાણવા જેવું – ક્લીક કરો
ભગતસિંહ એટલે કોણ ? click