Surat માં આપ પાર્ટીનાં Manoj Sorathiya અને ભાજપનાં કાર્યકર્તાઓ પર હુમલો : રાજકારણ ગરમાયું

Share This Post

Manoj Sorathiya આમ આદમી પાર્ટીનાં નેતા પર ગણેશ ચતુર્થી મામલે હુમલો

ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ પર હુમલો

ગુજરાતમાં સતત વિવિધ અસામિજક તત્વો દ્વારા હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ સુરતમાં મેહુલ બોઘરા પર લાઇવ વીડિયો ઉતારવા બાબતે લાકડી દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ બનાવ બાદ સુરતમાં રાજકારણ ગરમાયું હતુ. મેહુલ બોઘરાને લાકડીથી માર મારનાર સામે વધું કડક સજા થાય તે માટે મેહુલ બોઘરાનાં સમર્થનમાં મોડી રાત સુધી યુવાનોએ પોલીસ સ્ટેશનની બહાર બેસીને નારેબાજી કરી હતી. આજે ફરીથી સુરતમાં ગણેશ ચતુર્થીનાં તહેવારને લઇને ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીનાં નેતા Manoj Sorathiya પર હુમલો થયો હતો.

Manoj Sorathiya
Manoj Sorathiya

ગઇ કાલે મોડી રાત્રે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીનાં નેતા મનોજ સોરઠીયા (Manoj Sorathiya) પર ગણપતિ પંડાલ બાબતે હુમલો થયો હતો. આ બાદ રાત્રે આપ પાર્ટીનાં ગોપાલ ઇટાલીયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આજે આપ પાર્ટીનાં ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનાં કિશોર કુમાર કાનાણી એ પણ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તા પર હુમલો થયાની વાત કરી છે.

વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આ વખતે કોનું સંગઠન મજબૂત?

કુમાર કાનાણીએ કહું, કાર્યકર્તાઓ પર થયો હુમલો

કુમાર કાનાણી એ સોશિયલ મીડિયાનાં માધ્યમથી જણાવ્યું હતું કે, ગણેશ ચતુર્થી નિમિત્તે ગતરોજ વરાછાના સીમાડા નાકા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ગણેશ ચતુર્થી શુભેચ્છા ના બેનરો લગાડવા જતા ત્યાં આપના કાર્યકર્તાઓ દ્વારા બેનરો ફાડી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ગુજરાતના હિન્દુ ધર્મપ્રેમી પ્રજાની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો..ગુજરાતની જનતા આ સાખી નહીં લેય…… લીંક

Kishor Kumar Kanani ફેસબુક ફોટો

(7) Facebook

ઇસુદાન ગઢવી એ કહ્યું, Manoj Sorathiya પર થયો હુમલો

ઇસુદાન ગઢવી એ જણાવ્યું હતુ કે, મનોજ સોરઠીયા (Manoj Sorathiya) ઉપર હુમલો થયો છે કાલે તમે વિરોધ કરશો તો તમારી ઉપર હુમલો થશે. જો તમે 27 વર્ષમાં વિકાસ કર્યો હોય અને તમારામાં તાકાત હોય વિકાસના નામે મત માગવાનો તો હિંસા શું કામ કરો છો? તો આમ આદમી પાર્ટીના કામમાં રોડા શું કામ નાખો છો? હું પ્રધાનમંત્રી ને અપીલ કરીશ કે ટ્વિટ કરે, કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બરાબર નથી ચાલી રહી. ભલે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી છે પરંતુ જો એ લઠ્ઠાકાંડની જેમ મૌન રહ્યા તો એ સાખી નહી લેવાય.

મનોજ સોરઠીયા પર થયેલ હુમલા બાબતે રાજ્યપાલને આવેદનપત્ર

સુરતમાં રાજકારણ ગરમાયું

સુરતમાં થઇ રહેલાં આ પ્રકારનાં હુમલાઓ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની નજીક આવતા દરેક રાજકિય પાર્ટીઓ વિવિધ રીતે સક્રિય થઇ રહ્યી છે. આજે સુરતમાં આવા હુમલાઓને કારણે સામાન્ય નાગરીક ચિંતામાં પડી છે. ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી એ બાંયો ચઢાવી છે. પ્રેસ કોન્ફરન્સમાં ઇસુદાન ગઢવીએ સી.આર.પાટિલને મરાઠી તરીકે પણ સંબોધ્યા હતા. ચૂંટણીની આસપાસ ચાલતા આચાર, વિચાર અને વર્તનને કારણે થોડાક જ મહિનામાં દરેક રાજકીય પાર્ટીનું પોત પ્રકાશશે એ જોવું રહ્યું.

Click : Gujarat AAP leader Manoj Sorathiya attacked in Surat, party blames BJP

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

સાહિત્ય

રામ મોરી લિખિત ગુજરાતી ટૂંકી વાર્તા મહોતું વાંચો

રામ મોરી લિખિત ગુજરાતી ટૂંકી વાર્તા મહોતું : આજે ગુજરાતી ભાષાનાં યુવા લેખક રામ મોરીનો જન્મ દિન છે. રામ મોરીનો જન્મ 2 ફેબ્રુઆરીના રોજ થયો હતો.ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા,ફિલ્મલેખન તેમજ સમાચાર પત્રોમાં પણ લખે છે. રામ સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે, સાથો સાથ મહિલા કેન્દ્રિત ભાવ લેખન વિશેષ છે. મહોતું નામની

ઘણું બધું

ગાંધી નિર્વાણ દિન : નથુરામ ગોડશે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગતો હતો એટલે 30મી એ ગાંધીજી ને ગોળી મારી?

ગાંધી નિર્વાણ દિન : 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસે નામના વ્યક્તિએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીજીની હત્યાના ગુનામાં નથુરામને 15 નવેમ્બર 1949ના રોજ ફાંસી આપવામાં આવી હતી. નથુરામ હિન્દુ રાષ્ટ્રવાદના કટ્ટર સમર્થક હતો. તેણે બાપુને એવા સમયે ગાળી મારી હતી, જયારે ગાંધીજી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભા પૂર્ણ કરી

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video