આબુમાં જોવાલાયક સ્થળો : ગુજરાતના લોકો સૌથી વધારે જે હિલ સ્ટેશન ફરવા જાય છે એમાં આબુનું નામ મોખરે છે. એમાં પણ શ્રાવણ માસમાં પણ ગુજરાતીઓ રાજસ્થાનનાં આબુ ખાતે આવેલા કૃષ્ણ મંદિરના દર્શન કરવા જતા હોય છે. સૌની મનોરથ પૂર્ણ થતા ઘણા ભક્તો દર સોમવારે પણ આબુ ખાતે આવેલા આ કૃષ્ણ મંદિરના દર્શન કરવા જાય છે. ભગવાન કૃષ્ણના આ પૌરાણીક મંદિરની શું વિશેષતા છે ચાલો જાણીએ.
અરવલ્લીની પહાડીઓ અને ઘનઘોર ગીચ જંગલમાં પહાડોની વચ્ચે આવેલું આ મંદિર અતિ પ્રાચીન અને રસપ્રદ છે. જોકે આ મંદિર વિશે બહુ ઓછાં લોકોને જાણકારી છે. કહેવાય છે કે આ મંદિરનું બાંધકામ લગભગ 7 થી 8 હજાર વર્ષ જૂનું છે. એ સમયના રાજા અમરીશે ઋષિકેશ મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે.
ઋષિકેશ રાજા અમરીશના ઈષ્ટદેવ
આ મંદિર પર સફેદ સંગેમરમરની સંરચના છે જેની દીવાલો પર ઉત્કૃષ્ઠ મૂર્તિઓ પ્રદર્શિત છે. કથાઓમાં એવું પણ કહેવાય છે કે રાજા અમરીશે 67 અશ્વમેઘ યજ્ઞ કરતા ભગવાન ઈન્દ્ર ચિંતામાં મુકાઈ ગયેલાં. આ તપ ને રોકવા માટે ઇન્દ્રે રાજા પર વ્રજ્રથી પ્રહાર કર્યો હતો. આ સમયે રાજા અમરીશનાં ઇષ્ટદેવ ભગવાન ઋષિકેશે પોતાનાં હાથોથી વ્રજ્રપ્રહારને રોકી ઇન્દ્રદેવના કોપથી રાજાને બચાવ્યા હતાં.
ઋષિકેશ મંદિર પરિસરમાં આજે પણ પૌરાણિક કુંડ
ઋષિકેશ મંદિર પરિસરમાં આજે પણ પૌરાણિક કુંડ જોવા મળે છે. આજ દિન સુધી એવું માનવામાં આવે છે આ કુંડનું પાણી હજું સુકાયું નથી. મંદિરની અડીને આવેલ પહાડ અને વહેતા ઝરણાં પણ આ મંદિરની એક ઓળખ છે. આ ઝરણાં જે નિહાળવા અને દર્શનાર્થે લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે.
માતા ભદ્રકાળીની પૌરાણિક મંદિરની મૂર્તિ 7 હજાર વર્ષ જૂની
આબુરોડ ઋષિકેશ મંદિર નજીક માતાનું પૌરાણીક ભદ્રકાળી માતાનું મંદિર આવેલ છે. આ મંદિરની માતાજીની મૂર્તિ પણ લગભગ 7 હજાર વર્ષ જૂની છે અને અતિ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. આજે પણ અહીંયા લોકો દર્શનાર્થે આવી ધન્યતા અને મનની શાંતિ અનુભવે છે. આ મંદિર આબુરોડથી ઋષિકેશ મંદિર જતી વખતે માર્ગમાં જ આવે છે અને જે પહાડની ટોચને અડીને આવેલ છે. મંદિરની આગળ અત્યારે નદી અને ઉપર કોઝવે બનાવેલ છે, જેના દ્વારા મંદિરમાં માતાજીના દર્શનાર્થે જઈ શકાય છે.
આબુમાં જોવાલાયક સ્થળો માં આ મંદિર વધારે પ્રસિદ્ધ હોવાથી આ મંદિરનો પરિચય આપને આપ્યો. શ્રાવણ માસના પવિત્ર મહિનામાં શિવ મંદિરો ના દર્શનનો વિશેષ મહિમા હોય છે. મંદિર દર્શન પરિચય માટે જોડાયેલા રહો અમારી સાથે. અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી મેળવો ઘણું બધું. જો આપના વિસ્તારમાં પણ શિવ મંદિર કે શૈવ સ્થાપત્ય વિશે વાત હોય તો અમને ચોક્કસ વોટ્સઅપ કરશો આ નંબર પર.
- વિશાલ નાઈ