વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2023 ના ઉજવણી ભાગ રૂપે ‘સાયકોલોજી હેલ્પ ફોર સોસાયટી’ અને ‘માનસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) સાથે જોડાઈ ને માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા હેતુસર 2 દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસના કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય ની તપાસ, ઓપન માઈક, નુક્કડ નાટક, નિષ્ણાતો દ્વારા સ્પીચ, યોગા, મેડિટેશન, સાયકોલોજીકલ મુવી સ્ક્રીનિંગ અને એનાલિસિસ, મેન્ટલ હેલ્થ ફેર, સપોર્ટ ગ્રુપ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતુ.
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ‘2023 ના ઉજવણી ભાગ રૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ‘સાયકોલોજી હેલ્પ ફોર સોસાયટી’ અને ‘માનસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે જોડાઈ 2 દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ બે દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા માનસિક સ્વાસ્થ્ય ને લગતા પોસ્ટર અને વિવિધ એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. માનસિક સ્વાસ્થ્ય અંગે પોઝિટિવ રહી જીવન જીવવા માટે પણ આ વિદ્યાર્થીઓ દ્વારા અપિલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત તંત્રિકા સામયિકનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતુ. તંત્રિકા સામયિકમાં ન્યુરો સાયકોલોજી વિષયના વિદ્યાર્થીઓ દ્વારા લોકો મગજ અને તેના અંદર રહેલા ચેતાતંતુઓ વિશે ની વધુ સમજ મેળવી ને જાગૃતિ વિકસાવે તેના માટે ની પ્રયાસ કરવામાં આવશે. કોવિડ પછીના સમયમાં આ પહેલ વ્યક્તિત્વ સમાજના મગજ અને તેના વિશેની જાગૃતિ કેળવવામાં મહત્વની બની રહેશે. મહત્વનું છે કે, તંત્રિકા એ સંસ્કૃત શબ્દ तंत्र ઉપર થી ઉતરી આવેલ શબ્દ છે જેનો અર્થ લહેર અથવા ઝુમખું થાય છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસે કરવામાં આવેલી આ પહેલ માનસિક સ્વાસ્થ્ય વિશે માહિતીનો સંચાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.