IIM Ahmedabad ના 8 સ્ટુડન્ટ અમદાવાદના છારાનગરમાં ચલાવે છે ‘અનોખો શિક્ષણયજ્ઞ’

Facebook
Twitter
Telegram
WhatsApp

IIM Ahmedabad : શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ ચાણક્યનું આ શિક્ષણપયોગી સુવાક્ય આજે IIM Ahmedabad ના 8 સ્ટુડન્ટને સાર્થક કરી રહ્યા છે. આ 8 સ્ટુડન્સ આજે છારાનગરના 12 જેટલાં બાળકોનાં ભવિષ્યમાં નવી દિશાનો સુર્યોદય થાય તે માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આવો વાંચીએ આજની સ્પેશિયલ સ્ટોરી ‘છારાનગરનો શિક્ષણ સંગાથી : IIM Ahmedabad’

IIM Ahmedabad

‘થોડા સમય પહેલાં IIM Ahmedabad માં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારના વક્તા હતા દક્ષિણ બજરંગી. એમની બોલવાની છટા, માહિતી અને છારા સમાજની પ્રકૃતિનું વર્ણન આશ્ચર્યજનક હતું. હું આ પહેલી વાર સાંભળી રહી હતી કે અંગ્રેજોના સમયથી પીડાતો આ સમાજ આજે પણ શિક્ષણમાં પછાત છે. બ્રિટીશ સમયે એમને બ્રિટિશ લોકોએ ક્રિમિનલની છાપ ઉપસાવી કાઢી હતી. આ જ છાપને કારણે આજે પણ અન્ય સમાજ સંકુચિતતામાં ઘેરાયેલો દેખાય છે. આ છાપને સુધારવાના પ્રયત્નો થવા જોઈએ એવો વિચાર મનમાં ઉભો થયો હતો. અને આજે અમે 8 મિત્રો ભેગા મળીને છારાનગરના બાળકોને શિક્ષણમાં આગળ કેવી રીતે વધું તેના પર ફોકસ આપી રહ્યા છીએ. અમારું લક્ષ્ય છે બાળકો શ્રેષ્ઠ શિક્ષણ મેળવી સફળતાના શિખર આંબે.’ : આ શબ્દો છે IIM Ahmedabad માં અભ્યાસ કરતા ઈશિતાના.

ઈશિતા આગળ કહે છે કે, ‘સેમિનાર પુરો થયાં પછી પણ હું સતત એ વિચાર કરતી કે છારાનગરના લોકો માટે કૈંક કરવું જોઈએ. આ જ વચ્ચે અભ્યાસક્રમ અંતર્ગત એક પ્રોજેક્ટ સંદર્ભે કામ સોંપાયું. આ પ્રોજેક્ટમાં છારાનગરમાં રહેતા બાળકોને કરિયર કાઉન્સલિંગ શરુ કરવામાં આવ્યું. કોલેજનો પ્રોજેક્ટ તો પુરો થઈ ગયો પરંતુ છારાનગરના બાળકો માટે આ કરિયર કાઉન્સલિંગ ભવિષ્ય સુધારશે. અમારું લક્ષ્ય છે કે આ માર્ગદર્શનથી છારાનગરના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે અને સારી જોબ મેળવે.

કોલેજનો પ્રોજેક્ટ પુરો થયા પછી પણ ચાલે છે આ પ્રોજેક્ટ

કોલેજ પુરી થયા પછી પણ આ 8 સ્ટુડન્ટ અઠવાડિયાના 1 દિવસે છારાનગરની મુલાકાત લે છે. છારાનગરમાં આવેલી લાયબ્રેરી છારાનગરના બાળકો અને સ્ટુડન્ટનો સેતુ જોડે છે. આ દિવસ દરમિયાન પ્રોફેશનલ કરિયર કાઉન્સલિંગ કરે છે. જેમાં બાળકને ભણી-ગણીને આગળ શું કરવું તેની જાણકારી આપવામાં આવે છે.

USનો Phd સ્ટુડન્ટ દર અઠવાડિયે કરે છે મેન્ટરશિપ

IIM Ahmedabad ના સ્ટુડન્ટ સાથે આ શિક્ષણયજ્ઞમાં USના 1 Phd સ્ટુડન્ટ પણ જોડાયા છે. આ સ્ટુડન્ટ બાળકોની પ્રત્યક્ષ મેન્ટરશિપ કરે છે. બાળકોના રસ-રૂચિને ધ્યાન રાખીને બાળકનું મનોજગત શું કહે છે એ જાણવા મળે છે. સાથો સાથ બાળકના રસ-રૂચી પ્રમાણે કયા પ્રકારનો અભ્યાસ કરી શકાય એની માહિતી મળે છે.

ઓનલાઈન સોફ્ટવેર દ્વારા પણ કરિયર ગાઈડન્સ મળે છે

IIM Ahmedabad ના સ્ટુડન્ટ દ્વારા છારાનગરના બાળકો સરળતાથી પોતાના અભ્યાસક્રમ વિશે જાણી શકે એવી સગવડ પણ ઉભી કરવામાં આવી છે. આ સોફ્ટવેર બજારમાં મોંઘા ભાવે મળતું હોય છે જેને આ 8 સ્ટુડન્ટ દ્વારા વિનામુલ્યે પહોંચાડવામાં આવે છે. જેમાં કોઈ સ્ટ્રીમમાં ક્લિક કરતાની સાથે એનાં અભ્યાસ- નોકરી- પગારની માહિતી મળે છે.

IIM Ahmedabad ના સ્ટુડન્ટ 2 વર્ષ સુધી રહીશે છારાનગર સાથે

આઈઆઈએમ અમદાવાદના આ 8 સ્ટુડન્ટ 2 વર્ષ સુધી આ બાળકોને મેન્ટરશિપ આપશે. હાલમાં છારાનગરના 12 જેટલાં વિદ્યાર્થીઓ જોડાયા છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને દિલ્લીથી IIM Ahmedabad ખાતે અભ્યાસ કરતા સ્ટુડન્ટસ પ્રેરણાદાયી શિક્ષણયજ્ઞ ચલાવી રહ્યા છે.

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના