પરાક્રમ દિવસ : આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની 126મી જન્મ જ્યંતિ ઉજવાશે

Facebook
Twitter
Telegram
WhatsApp

પરાક્રમ દિવસ : આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની 126મી જન્મ જ્યંતિ ઉજવાશે

પરાક્રમ દિવસ : નેતાજી સુભાષચંદ્ર બોઝ ની આજે જન્મ જયંતિ છે. જેને નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી અથવા પરાક્રમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓની પુણ્ય તિથિ તા.18/8/22ના દિનેના દિવસે દર વર્ષે તેઓના નિધન અંગે ચર્ચા શરૂ થાય છે. તેવું પણ કહેવાય છે કે તેઓના મૃત્યુમાં એક ફરતું રહસ્ય રહેલું છે. તેઓના જીવન અને કાર્ય તથા નિધન વિષે જનસામાન્યને જાણવાની ઇચ્છા હોય જ તે સહજ છે.

સુભાષચંદ્ર બોઝ
નેતાજી સુભાષચન્દ્ર બોઝ નો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના જાણીતા એડવોકેટ (વકીલ) હતા. 

સુભાષચંદ્ર બોઝનાં જીવન અને મૃત્યુની જાણકારી માટે ભારત સરકારે એક વેબસાઇટ બનાવી છે. ભારત સરકારે 2016 થી આ અંગે સઘન પ્રયત્નો શરૂ અને ઘણા બધા ડોક્યુમેન્ટ્સને સાર્વજનિક (પબ્લિક) કર્યા છે. તેના આધારે નેતાજીના જીવન સંબંધી વાતો જાણી શકાય છે.

18/8/45ના દિને પ્લેન ક્રેશમાં સુભાષ સ્વર્ગસ્થ થયા અને ટોકયોના રેન્કોજી ટેમ્પલમાં તેઓનાં અસ્થિ આજે પણ સુરક્ષિત રહ્યાં છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝ નું નિધન તા. 18 ઓગસ્ટ 1945ના દિવસે તાઇકુમાં થયેલા પ્લેન ક્રેશમાં થયું

આ પહેલાં પણ ભારત સરકાર દ્વારા એક ઇન્કવાયરી કમિશન નિયુકત કરવામાં આવ્યું હતું. તેમાં 11મી સપ્ટેમ્બર 1956ના દિવસે જે રિપોર્ટ રજૂ કર્યો તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતુ કે, નેતાજીનું નિધન તા. 18 ઓગસ્ટ 1945ના દિવસે તાઇકુમાં થયેલા પ્લેન ક્રેશમાં તેઓનું નિધન થયું હતું. તા. 16મી ઓગસ્ટે (1945)ના દિવસે તેઓ બેંગકોકથી મંચુરિવા જવા નીકળ્યા હતા. અને રશિયા જવાની તેઓ તૈયારી કરતા હતા. તે દરમિયાન 18મી ઓગસ્ટે જ તાઇહોકુમાં પ્લેન ક્રેશ થઈ ગયું અને તેમાં તેઓ સખ્ત રીતે દાઝી ગયા.

એ બાદ તેઓને તરત જ તેઓને તાઇહોકુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ તેઓ બચી ન શક્યા અને તાઇહોકુમાં જ તેઓના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. તે પછી તેઓનાં અસ્થિ જાપાન લઈ જવામાં આવ્યાં, જે જાપાનનાં રેંકોજી ટેમ્પલમાં સુરક્ષિત રખાયાં છે. આ રિપોર્ટમાં તેમ પણ લખવામાં આવ્યું છે કે, ઘણા લોકોએ સુભાષચંદ્ર બોઝનાં કપડાં સળગતાં જોયા હતા.

બીજું વિશ્વ યુદ્ધ પુરુ થવા ઉપર જ હતું. અને પશ્ચિમી સત્તાઓ સામે જર્મની, ઇટાલી અને જાપાન ઉપર પરાજય તોળાઈ રહ્યો હતો, ત્યારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝે રશિયા જવા નિર્ણય કર્યો. તે કમિટીએ તેમ પણ જણાવ્યું છે કે, નેતાજીનાં મૃત્યુના સમાચારો જે રીતે આપવામાં આવ્યા હતા તેનાથી જ તે અંગેનો સંદેહ ઉત્પન્ન થતો રહ્ય હતો અને સાથે રહસ્ય ઘુંટાતું પણ રહ્યું. પરિણામે આ મુશ્કેલી ઉભી થઈ છે.

સુભાષચંદ્ર બોઝનાં પત્ની અને પુત્રી અંગે પણ માહિતી

સરકારી વેબસાઇટમાં ચઢાવવામાં આવેલ આ ડોક્યુમેન્ટમાં સુભાષચંદ્ર બોઝનાં પત્ની અને પુત્રી અંગે પણ માહિતી આપવામાં છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટી (AICC) 1964 સુધી, સુભાષ બાબુના પુત્રી- અનિતા બોઝ ને દર વર્ષે 6000 રૂપિયા મોકલતી હતી. આ સીલસીલો 1965માં તેઓના લગ્ન પછી બંધ થયો હતો. વાસ્તવમાં તેઓએ જ તે રકમ નહીં મોકલવા AICC ને જણાવ્યું હતુ.

આજે કેટલાક લોકો તેવો પણ દાવો કરે છે કે, પશ્ચિમ બંગાળની સરકારે થોડા વર્ષો પૂર્વે જ 64 ફાઇલો સાર્વજનિક (પબ્લિક) કરી હતી. તેમાં નેતાજીનું નિધન પ્લેન ક્રેશમાં થયું ન હતું તેમ કહેવામાં આવ્યું છે. જો કે ઘણાનું કહેવું છે કે હજી ઘણી ફાઇલો આવવાની બાકી છે.

કેટલાક તો ત્યાં સુધી કહે છે કે 1966માં તાશ્કંદ-કરારો થયા ત્યારે નેતાજી ત્યાં ઉપસ્થિત હતા. પરંતુ આ વિધાનોને કોઇ વિશ્વસનીય પ્રમાણો મળ્યા નથી. સુભાષ બાબુની ફિલ્મો કે વેબસિરિઝો બને છે અને બનશે પરંતુ એમાં સુભાષનું સત્ય ક્યાં દેખાય છે એ જ જોવું રહ્યું.

FAQ

આઝાદ હિંદ ફોજ ની સ્થાપના કોણે કરી

ભારત દેશની આઝાદી મેળવવા બ્રિટિશ સૈન્ય સામે લડવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઝાદ હિંદ ફોજની સ્થાપના થઇ હતી. આ એક ભારતીય સેના હતી. આઝાદ હિંદ ફોજની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવી હતી. એ બાદ તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943ના રોજ કરવામાં આવી હતી.

23 january 2023 ko kya hai એવું પુુછે તો કહો પરાક્રમ દિવસ

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના