પાટણ : જનરલ હોસ્પિટલ સિધ્ધપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ દ્વારા પાટણ જિલ્લાનાં લોકોમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા લાવવા હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.
પાટણ નાં લોકોએ મેળવી જાણકારી
માનસિક સ્વાસ્થ્યની ગંભીરતા ન સમજનારા લોકો ઘણી વાર ચિંતામાં મૂકાતા હોય છે. માનસિક સ્વાસ્થ્ય એટલે શું? માનસિક આરોગ્યને સ્વસ્થ રાખવા દરેક વ્યક્તિએ કેવા પગલા ભરવા? જેવા વિવિધ પ્રશ્નોનાં જવાબ માટે મનોવૈજ્ઞાનિકો દ્વારા પાટણનાં લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશેની જાણકારી આપવામાં આવી હતી.
માનસિક આરોગ્ય અંગે લોકો જાગૃત થાય તે અંગે યોજાયેલા આ કાર્યક્રમમાં જનરલ હોસ્પિટલ ના સાયક્યાટ્રીસ્ટ ડો. વિશાલ ગોર, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ચીરાગ પંચાલ, સાયક્યાટ્રીસ્ટ સોશિયલ વર્કર દીપકભાઈ અને માનસ સંસ્થાના પ્રમુખ ડો.નયન સોલંકી એ પોતાની હાજરી આપી હતી.