ગાંધી નિર્વાણ દિન : 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસે નામના વ્યક્તિએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીજીની હત્યાના ગુનામાં નથુરામને 15 નવેમ્બર 1949ના રોજ ફાંસી આપવામાં આવી હતી. નથુરામ હિન્દુ રાષ્ટ્રવાદના કટ્ટર સમર્થક હતો. તેણે બાપુને એવા સમયે ગાળી મારી હતી, જયારે ગાંધીજી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભા પૂર્ણ કરી ચુક્યા હતા. નાથુરામે ગાંધીજીની નજીક જઇને છાતીમાં ત્રણ ગોળી ચલાવી હતી, જેના કારણે ગાંધીજી મૃત્યુ પામ્યા હતા. નથુરામ ગોડશે
ગાંધીજીને ગોળી મારનાર નથુરામ ગોડશેને આજે ઘણા લોકો દ્વેષભાવથી જુએ છે તો ઘણા આદરભાવથી જુએ છે. ભારત દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીનાં હત્યારાને પણ માનનારો વર્ગ છે એવું જ્યારે ફિલ્મનાં ડાયરેક્ટરોને જાણ થઇ તો નાથુરામ ગોડશે પર ફિલ્મો પણ બનવા લાગી છે. તો જાણો એક રહસ્યમયી રીતે હત્યા કરનારો નાથુરામ ગોડશે વિશે.
ગુજરાત રાજ્ય આજે પોતાની વૈશ્વિક છાપ મજબૂત કરી રહ્યું છે. આ સમયગાળામાં ગુજરાતનાં રાજનેતાઓની વાતો વધારે વંચાઇ રહ્યી છે અને રિસર્ચ પણ કરવામાં આવી રહ્યી છે. ગુજરાત રાજ્યનો અભ્યાસ કરનારો યુવા વર્ગ મહદઅંશે ગાંધીજીનાં સ્વપ્નનું ભારત અને નાથુરામ ગોડશેનાં સ્વપ્નનું ભારત જાણતો જ હશે. નથુરામ ગોડશેએ 30 જાન્યુઆરી 1948માં ગાંધીજીની નજીક જઇને ગોળી મારીને હત્યા કરી ત્યારે એના ચહેરા પર સ્હેજ પણ પસ્તાવો નહોતો. આ હત્યારો એટલો માઇન્ડવોશ થઇ ગયેલો કે એને એ પણ ખબર નહોતી કે એણે જે વ્યક્તિને ગોળી મારી છે એણે વૈશ્વિક નેતા બનીને, વિશ્વના પંજામાંથી ભારત દેશને છોડાવ્યું હતુ.
કોણ છે નથુરામ ગોડશે?
નથુરામનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેણે હાઇસ્કૂલનું ભણતર અધવચ્ચેથી જ છોડી દીધુ હતું.આ પછી તે આઝાદીની લડતમાં જોડાયો હતો. લોકો એવો દાવો કરે છે કે ગોડસે અને તેમના ભાઈઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે પણ સંકળાયેલા હતા. જે બાદ પાછળથી તેમણે ‘હિન્દુ રાષ્ટ્રીય દળ’ના નામથી પોતાનું સંગઠન બનાવ્યું હતું. આ સંગઠનનો હેતુ તેમના માટે સ્વતંત્રતા માટે લડવાનો હતો. નાથુરામ ગોડસેએ પોતાનું ‘હિન્દુ રાષ્ટ્ર’ નામનું અખબાર પણ બહાર પાડયું હતું. નાથુરામ ગોડશેને લેખનમાં ખૂબ જ રુચિ હતી. આ કારણે નાથુરામ પોતાના વિચારો અને લેખોને સમાચારપત્રોમાં પ્રકાશિત કરાવતો રહેતો હતો. આ વિચારો પણ એટલા ઉગ્ર રીતે એ એનાં લેખોમાં ઉતારતો હતો કે એનો વાંચકવર્ગ પણ સિમિત રહેતો.
મહાત્મા ગાંધીને પોતાના ગુરુ માનતો હતો નથુરામ
નથુરામ ગોડસે વિશે વધારે રિસર્ચ કરતા લોકો કહે છે કે નથુરામ ક્યારેક મહાત્મા ગાંધીને પોતાના ગુરુ માનતો હતો. આ કારણે ગાંધીજીએ જયારે નાગરિક અવજ્ઞા આંદોલન છેડ્યું હતુ તે છતાં તેણે માત્ર આંદોલનનું સમર્થન જ કર્યું ન હતું, પરંતુ તેમાં ભાગ પણ લીધો હતો. નાથુરામ આ કારણે સત્યાગ્રહ આંદોલન દરમિયાન તેઓ જેલમાં પણ ગયો હતો.
કહેવાય છે કે, વર્ષ 1937માં નાથુરામ ગોડશેની મિત્રતા સાવરકર નામના વ્યક્તિ સાથે થઇ હતી. નાથુરામ ગોડશેને ગાંધીજી સાથેનો સંઘર્ષ વિચારોના સ્તરે મપાયો હતો. નાથુરામનાં મગજમાં એવી વાત ઠસી ગઇ હતી કે, ગાંધીજીએ તેમની આમરણ અનશન નીતિથી હિન્દૂ હિતોનું ગળું દબાવવાનું કામ કર્યું છે. નથુરામ ગોડશે પોતાનો બળાવો કાઢી શકતો નહોતો. તે વારંવાર માનસિક રીતે મનન કરતો રહેતો. એ વિચારતો રહેતો કે ગાંધીજી અમારા હિંદુઓ સાથે અન્યાય કરી રહ્યા છે. આ અન્યાયનો ભાગીદાર હું ન થઇ શકું.
આવા વિચારોને કારણે નાથુરામે પોતાનાં સમાજમાં ગાંધી વિચાર ન પ્રગટે એવો નિશ્વય કર્યો હતો. એણે ગાંધીજીને મારી નાખવા માટે ઘણી બધી યોજનાઓ પણ બનાવી હતી. કહેવાય છે કે આ યોજનાને સફળ બનાવવા માટે તેમના કેટલાક મિત્રો તેમને સાથ આપતા હતા. ગાંધીજીની હત્યા માટેનો વારંવાર પ્રયત્ન થતો રહેતો હતો. પરંતુ તે કદી સફળ થતો નહોતો.
30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભા પૂર્ણ કરીને બહાર આવી રહ્યા હતા. ત્યારે આ તકનો લાભ લઇને નાથુરામે ગાંધીજીની એકદમ પાસે આવીને છાતીમાં ત્રણ ગોળી મારી હતી. ત્રણ ગોળી વાગવાને કારણે ગાંધીજી મૃત્યુ પામ્યા હતા. આ રીતે નાથુરામ ગોડશેએ જીવહત્યા કરીને પોતાની સફળતા પ્રાપ્ત કરી હતી. સફળતા પામવા માટેનો એક રસ્તો અહીંસાનો જે ગાંધીજી શીખવી ગયા અને સફળતા પામવાનો બીજો રસ્તો હિંસા એ નથુરામ શીખવી ગયો.
આ લેખ આપને કેવો લાગ્યો એ જરૂર જણાવશો, સાથે આપના મિત્રો જે ગાંધીજીને માને છે, નથી માનતા કે પછી નથુરામને માને છે, નથી માનતા એવા લોકોને પણ ચોક્કસથી મોકલશો.અમારા માટે સત્યતા જરૂરી છે નહીં કે વિચારધારા.