Manoj Sorathiya આમ આદમી પાર્ટીનાં નેતા પર ગણેશ ચતુર્થી મામલે હુમલો
ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ પર હુમલો
ગુજરાતમાં સતત વિવિધ અસામિજક તત્વો દ્વારા હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ સુરતમાં મેહુલ બોઘરા પર લાઇવ વીડિયો ઉતારવા બાબતે લાકડી દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ બનાવ બાદ સુરતમાં રાજકારણ ગરમાયું હતુ. મેહુલ બોઘરાને લાકડીથી માર મારનાર સામે વધું કડક સજા થાય તે માટે મેહુલ બોઘરાનાં સમર્થનમાં મોડી રાત સુધી યુવાનોએ પોલીસ સ્ટેશનની બહાર બેસીને નારેબાજી કરી હતી. આજે ફરીથી સુરતમાં ગણેશ ચતુર્થીનાં તહેવારને લઇને ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીનાં નેતા Manoj Sorathiya પર હુમલો થયો હતો.
ગઇ કાલે મોડી રાત્રે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીનાં નેતા મનોજ સોરઠીયા (Manoj Sorathiya) પર ગણપતિ પંડાલ બાબતે હુમલો થયો હતો. આ બાદ રાત્રે આપ પાર્ટીનાં ગોપાલ ઇટાલીયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આજે આપ પાર્ટીનાં ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનાં કિશોર કુમાર કાનાણી એ પણ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તા પર હુમલો થયાની વાત કરી છે.
વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આ વખતે કોનું સંગઠન મજબૂત?
કુમાર કાનાણીએ કહું, કાર્યકર્તાઓ પર થયો હુમલો
કુમાર કાનાણી એ સોશિયલ મીડિયાનાં માધ્યમથી જણાવ્યું હતું કે, ગણેશ ચતુર્થી નિમિત્તે ગતરોજ વરાછાના સીમાડા નાકા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ગણેશ ચતુર્થી શુભેચ્છા ના બેનરો લગાડવા જતા ત્યાં આપના કાર્યકર્તાઓ દ્વારા બેનરો ફાડી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ગુજરાતના હિન્દુ ધર્મપ્રેમી પ્રજાની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો..ગુજરાતની જનતા આ સાખી નહીં લેય…… લીંક
ઇસુદાન ગઢવી એ કહ્યું, Manoj Sorathiya પર થયો હુમલો
ઇસુદાન ગઢવી એ જણાવ્યું હતુ કે, મનોજ સોરઠીયા (Manoj Sorathiya) ઉપર હુમલો થયો છે કાલે તમે વિરોધ કરશો તો તમારી ઉપર હુમલો થશે. જો તમે 27 વર્ષમાં વિકાસ કર્યો હોય અને તમારામાં તાકાત હોય વિકાસના નામે મત માગવાનો તો હિંસા શું કામ કરો છો? તો આમ આદમી પાર્ટીના કામમાં રોડા શું કામ નાખો છો? હું પ્રધાનમંત્રી ને અપીલ કરીશ કે ટ્વિટ કરે, કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બરાબર નથી ચાલી રહી. ભલે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી છે પરંતુ જો એ લઠ્ઠાકાંડની જેમ મૌન રહ્યા તો એ સાખી નહી લેવાય.
સુરતમાં રાજકારણ ગરમાયું
સુરતમાં થઇ રહેલાં આ પ્રકારનાં હુમલાઓ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની નજીક આવતા દરેક રાજકિય પાર્ટીઓ વિવિધ રીતે સક્રિય થઇ રહ્યી છે. આજે સુરતમાં આવા હુમલાઓને કારણે સામાન્ય નાગરીક ચિંતામાં પડી છે. ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી એ બાંયો ચઢાવી છે. પ્રેસ કોન્ફરન્સમાં ઇસુદાન ગઢવીએ સી.આર.પાટિલને મરાઠી તરીકે પણ સંબોધ્યા હતા. ચૂંટણીની આસપાસ ચાલતા આચાર, વિચાર અને વર્તનને કારણે થોડાક જ મહિનામાં દરેક રાજકીય પાર્ટીનું પોત પ્રકાશશે એ જોવું રહ્યું.
Click : Gujarat AAP leader Manoj Sorathiya attacked in Surat, party blames BJP