કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આજે ગુજરાતમાં સંસદીય રમત સ્પર્ધા અંતર્ગત ‘ખેલો ગાંધીનગર’ અને ‘ગાંધીનગર સંસદ જન મહોત્સવ’નું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાત વિધાનસભા મતવિસ્તારોમાં જન મહોત્સવનો પ્રારંભ કરતી વખતે અમીત શાહે કહ્યું, ‘આ જન મહોત્સવમાં ઘણા ભાગો છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, ખેલો ગાંધીનગર કાર્યક્રમ દ્વારા 1,50,000 થી વધુ બાળકો અને યુવાનો રમશે.
અમિત શાહ એ વધુંમાં કહ્યું હતુ કે, સમગ્ર ગાંધીનગર વિસ્તારમાં ગાંધીનગર લોકસભા સાંસ્કૃતિક મહોત્સવમાં અંદાજે 15,000 કલાકારો ચિત્રકલા, નિબંધ, સુગમ સંગીત, સંગીતના સાધનો વગેરે સહિતની અનેક કલાઓની સ્પર્ધાઓમાં ભાગ લેશે અને ગાંધીનગરના સાંસ્કૃતિક વિકાસને આગળ વધારશે.’ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પણ પ્રીમિયર લીગ શરૂ થવા થશે. જેમાં આ 1,50,000 ઉપરાંત 40 હજારથી વધુ યુવાનો ક્રિકેટમાં ભાગ લેશે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારના લોકો સુધી કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ લોક કલ્યાણકારી યોજનાઓ લઈ જવા માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નરેન્દ્ર મોદી એ ખેલો ઈન્ડિયા જેવી ઘણી પહેલ કરી છે, ભારત 2048માં ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ ક્રમમાં ટોચ પર રહેશે : અમિત શાહ
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ખેલો ઈન્ડિયા જેવી ઘણી પહેલ કરી છે, જેના પરિણામે ભારત 2048માં ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ ક્રમમાં ટોચ પર રહેશે. આ રમતોત્સવ માટે 1,50,000 થી વધુ ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એક મહિનાથી વધુ સમય સુધી ચાલનારી આ રમત સ્પર્ધામાં લગભગ 1.75 લાખ ખેલાડીઓ 39 રમતોમાં ભાગ લેશે.
અમિત શાહે કહ્યું કે ‘વડાપ્રધાન મોદી ખેલો ઈન્ડિયા અભિયાનની કલ્પના કરી હતી. ગુજરાત સરકાર રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. 2002માં જ્યારે શ્રી નરેન્દ્ર મોદીજી રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતનું રમતગમત નું બજેટ 2.5 કરોડ રૂપિયા હતું જે આજે શ્રી ભૂપેન્દ્ર પટેલજીએ વધારીને 293 કરોડ રૂપિયા કરી દીધું છે.’
આજે રાજ્યના 22 જિલ્લામાં સંપૂર્ણ સુવિધાયુક્ત રમતગમત સંકુલ બનાવવાનું કામ ગુજરાત સરકારે કર્યું : અમિત શાહ
વર્ષ 2006માં શક્તિદૂત યોજના શરૂ કરવામાં આવી હતી, શ્રેષ્ઠતાના કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી. જિલ્લા કક્ષાની રમતગમત શાળા યોજના શરૂ કરવામાં આવી હતી અને ગુજરાતમાં 36માં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તે સમયે ગુજરાતમાં માત્ર ત્રણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, જ્યારે આજે રાજ્યના 22 જિલ્લામાં સંપૂર્ણ સુવિધાયુક્ત રમતગમત સંકુલ બનાવવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે.
અમિત શાહે કહ્યું કે ‘વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ ગુજરાતમાં છે અને વિશ્વનું સૌથી મોટું સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ અહીં બનાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ શરૂ કરી હતી અને તેના પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ વિશ્વભરમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી રહ્યા છે. અમિત શાહે યુવાનોને સંબોધતા કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય રમતગમતમાં ભારત માટે મેડલ જીતવાનો હોવો જોઈએ.’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, જાણે સમગ્ર શિડ્યુલ