જૈન ધર્મનાં તિર્થંકરો | જૈન ધર્મની વાતો આજે જાણવી જરૂરી થઇ પડી છે. હિંસાનાં મુલ્યોની આસપાસ આપણે જીવી રહ્યા છીએ. આ હિંસામાંથી બહાર નિકળવા માટે આપણને સારા મુલ્યોનો સથવારો જોઇશે. આપણે આજે ઘણું બધું ચૂકી ગયા છીએ. આમ તો ચૂકી જવુંનો પર્યાય ભૂલી જવું પણ થાય. ઘણું બધુંનાં પ્રકલ્પબીજ રૂપે દર ગુરૂવારે તિર્થંકરવાણીમાં તિર્થ શાહ તિર્થંકરો વિશે જણાવી રહ્યા છે. આમ તો જૈન સમુદાયનાં સંશોધન બાદ ઘણાં લોકો ઘણું બધું લખી શકે. પરંતું અમે અહીં પ્રયાસ કર્યો છે કે જૈન ધર્મની વાત જૈન ધર્મ સાથે જોડાયેલ વ્યક્તિ વાત કરે તો એમાં થોડા ગુણનો પણ ઉમેરો થાય. આજે જૈન ધર્મનાં પાંચમા તિર્થંકર સુમતિનાથ (Tithankar Sumatinatha) ની વાત. |Jain Dharm na Tirthankar|
ઘુસત્કિરીટશાણાણોત્તેજિતાંધિનખાવલિઃ
ભગવાનૢ સુમતિરવામી તનોત્વભિમતાનિ વા
ભગવાનના ચરણમાં નમતા એવા દેવતાઓના મુકુટરૂપી શરાણ-કલગીના અગ્ર ભાગ વડે જેમના ચરણના નખની શ્રેણિ ઘણી તેવંત ચોલી છે એવા શ્રી સુમતિનાય ભગવાન તમારા મનોવાંછિતને પૂર્ણ કરનારા થાઓ.
પુત્ર (Tithankar Sumatinatha) ના પણ અડધા અડધા ભાગ કરી વહેંચી લો
શ્રી સુમતિનાથ (Tithankar Sumatinatha) પ્રભુના 3 ભવ થયા તેમાં પૂર્વભવ પ્રભુનો આત્મા જયંત નામના વિમાનમાં હતા ત્યાંથી 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન ની સાથે ઈશ્કવાકુ વંશ ના કાશ્યપ ગોત્ર ના કોશલા દેશની અયોધ્યાનગરીના રાજા મેધની મંગલાદેવી નામની રાણી ની કુક્ષી એ શ્રાવણ સુદ-2 ના સિંહ રાશિ મઘા નક્ષત્રમાં મધ્યરાત્રિએ ચ્યવન કર્યું ત્યારે માતાએ 14 સ્વપ્ન જોયા, સ્વપ્નનું ફળ જ્યોતિષીઓએ તીર્થંકર કે ક્વી બની શકે તેમ કહેલ, ભગવાનનું નામ સુમતિનાથ (Tithankar Sumatinatha) પાડવાનું કારણ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે તે નગરમાં એક વણિકને બે સ્ત્રી હતી તેમાં નાનીને પુત્ર હતો મોટીને ન હતો બંને પુત્રનું લાલનપાલન કરતી તેમાં વણિકનું મૃત્યુ થયું, મોટી સ્ત્રી ધનના લોભે કહેવા લાગી આ પુત્ર મારો છે, તે બન્નેનો ઝઘડો રાજદરબારમાં ગયો. મેઘ રાજા તથા મહાજને ન્યાય આપી શક્યા નહિ. ત્યારે સુમગંલા રાણીએ કહ્યું કે તમે બન્ને શોક્યો ધનનો અડધો અડધો ભાગ વહેંચી લ્યો અને પુત્રના પણ અડધા અડધા ભાગ કરી વહેંચી લો.
વૈશાખ સુદ-8 ના મઘા નક્ષત્રમાં મધ્યરાત્રિએ જન્મ થયો
આ વાત સાંભળતા નાની સ્ત્રી બોલી મારે ધન-ધાન્ય જોઈતું નથી. પુત્રનાં કાંઈ બે ભાગ થઈ શકે નહિ. પુત્ર મોટીને જ સોંપી દીધો. એની પાસે જીવતો રહેશે તો ત્યાં પણ મારો જ રહેશે. એ સમયે મોટી કાંઈ બોલી નહી. ત્યારે રાણીએ નાની સ્ત્રીને પુત્ર સોંપી દેવા અને મિલક્ત આપવા કહ્યું, આવી સુમતિ ગામના પ્રભાવે થઈ. તેથી સુમતિનાથ (Tithankar Sumatinatha) નામ થયું. અને ભાવાર્થ થાય છે કે સ્વયં સુંદર મતિવાળા તેથી પ્રભુ માતાના ઉદરમાં 9 માસ 6 દિવસ રહ્યા. પછી વૈશાખ સુદ-8 ના મઘા નક્ષત્રમાં મધ્યરાત્રિએ જન્મ થયેલ ત્યારે છપ્પનદિકકુમારીકાઓએ આવીને સૂતીકર્મ કર્યું હતું. પછી જ઼ ઈન્દ્રોએ મેરુપર્વત ઉપર એક કરોડ સાઈઠ લાખ કળશ વડે જન્માભિષેક મહોત્સવ કર્યો હતો. પ્રભાત કાળે પ્રભુના પિતાએ જન્મોત્સવ ઉજવ્યો હતો. પ્રભુ જન્મથી જ ચાર અતિશયચી યુક્ત હોય છે. પ્રભુ બાલ્યકાળે ઇન્દ્રે પ્રભુ (Tithankar Sumatinatha) અંગુઠામાં મૂકેલ અમૃતના આહાર વડે ઉછરે છે પણ સ્તનપાન ક્યારેય કરતા હોતા નથી. પછી આહારાદિકને ગ્રહણ કરે છે. પ્રભુની જમણી જાંઘ ઉપર કોચપક્ષીનું લંછન હતું. કાંચન વર્ણના અને 300 ધનુષ્યની કાયાવાળા હતા. પોતાના 120 આંગળ પ્રમાણ હતા. પ્રભુ સર્વોત્કૃષ્ટ રૂપ અને અનંતબળને ધારણ કરતાં 10 લાખ પૂર્વ વર્ષ કુમારઅવસ્થામાં રહ્યા પછી 29 લાખ પૂર્વ + 12 પૂર્વાંગ વર્ષ રાજ્ય પાલન કર્યુ, પ્રભુને 3 પુત્ર હતા. પ્રભુનો દીક્ષાનો અવસર થતાં લોકાંતિકદેવો આવીને પ્રભુ (Tithankar Sumatinatha) ને તીર્થ સ્થાપના કરી જગતનું હિત-કલ્યાણ-ઉદ્ધાર-કરવા વિનંતી કરે છે.
દીક્ષાના બીજા જ દિવસે પરમાતીરથી પ્રથમ પારણુ કર્યું
જો કે પ્રભુ સ્વયંબુદ્ધ હોય છે તેથી પોતાનો દીક્ષા કાળ જાણતા હોય છે પરંતુ તે દેવોનો તેવા પ્રકારનો આચાર હોય છે. પછી પ્રભુએ વર્ષ સુધી દરરોજ એક કરોડ આઠ લાખ સોનેયાનું દાન આપી દીક્ષા માટે ખોદાનગરોમાંથી વક્ષાનો વઘોડો નીકળ્યો. પ્રભુ (Tithankar Sumatinatha) આભયંકર શિબિકામાં ભેંસીને સહસાસ માં પણ ત્યાં અશોકવૃક્ષની નીચે 5 મુજલોય કરીને ઇનો તપ કરી 5 લાખ પૂર્વ + 12 પૂર્વાંગ વર્ષની પાછલી ઉંમરે ધનસુરના સિંહ રાશિ અને મા સત્રમાં પૂર્વાલ સમયે 1000ની સાથે દીક્ષાને ગ્રહણ કરી ત્યારે પ્રભુને ચૌલું મનપર્યવજ્ઞાન ઉત્પન થયું દીક્ષા સમયે ઈન્દ્રે આપેલ દેવદુષ્ય જીવનભર રહ્યું હતું. દીક્ષા પછી વિજયપુરનગરીમાં તદ્ભવ મોક્ષગામી પાના હાથે દીક્ષાના બીજા જ દિવસે પરમાતીરથી પ્રથમ પારણુ કર્યુ. ત્યારે પંચદિવ્ય પ્રગટ થયા અને સાડા બાર કરોડ સોનેગ્રાની વૃષ્ટિ ચડે.
ચૈત્ર સુદ-11ના દિવસે મા નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું
પ્રભુ દીક્ષા પછી 20 વર્ષમાં પ્રમાદ નીંદ્રા જરાપણ કર્યા વિના આમતપણે આર્ય દેશમાં વિચરતાં અયોધ્યાનગરીના સસામ ઉધાનમાં છઠ્ઠું નો તપ કરતાં પ્રિયંગો વૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે ચૈત્ર સુદ-11ના દિવસે મા નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને લોકાલોકના સર્વમાવોને જાણતા અને જોતા થયા. સાથે અઢાર દોષી રહિત થયા આઠ પ્રાતિહાર્ય અને 34 અતિશયથી યુક્ત થયા, ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી તેમાં મધ્ય સિંહાસને 3600 ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષની નીચે બેસીને પ્રભુએ ચાર મુખે એકત્વ ભાવનાને સમજાવતી 35 ગુણથી યુક્ત વાણી વડે દેશના આપતા અનેક પુરુષોએ અને અનેક સ્ત્રીઓએ દીક્ષા લીધી. તેમાં ચરમગણિ આદિ 100 ગણધર થયા. અને પછી પ્રભુ (Tithankar Sumatinatha) ના પરિવારમાં 3,20,000 સાધુ, કાપી આદિ 5.30,000 સાધ્વી, 2,81,000 શ્રાવક, 5,16,000 શ્રાવિકાઓ હતી. તથા 13,000 કેવળી, 2400 ચૌદપૂર્વી, 10050 મનપર્યંચજ્ઞાની, 11,000 અવધિજ્ઞાની, 18,400 વૈક્રિયલબ્ધિધારી 10,450 વાદી હતા.
પ્રભુના શાસનમાં 1 દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયેલ
પ્રભુ (Tithankar Sumatinatha) વિચરતાં વિચરતાં સમ્મેતશિખર પધારે છે ત્યાં માસક્ષમણ તપ કરતાં, કાર્યોત્સર્ગ મુદ્રામાં 1000ની સાથે ચૈત્રસુદ-9ના દિવસે પૂર્વહકાળે, કર્ક રાશિ અને પુનર્વસુ નક્ષત્રમાં મોક્ષે ગયા ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય 1 લાખ પૂર્વ – 12 પૂર્વાંગ વર્ષનો અને 40 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેલ પ્રભુ (Tithankar Sumatinatha) નું પ્રાયઃ શાસન 90 હજાર કરડો સાગરોપમ વર્ષ સુધી ચાલ્યું. પ્રભુના શાસનમાં 1 દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયેલ જે સંખ્યાત પુરુષ પાટપરંપરા સુધી ચાલતો રહેલ. પ્રભુના ભક્તરાજા સત્યવીર્ય હતા. પ્રભુના માતા મોક્ષે તયા પિતા ઈશાનદેવલોકે ગયેલ. પ્રભુ (Tithankar Sumatinatha) નો આત્મા પૂર્વના ત્રીજા ભવે ઘાતકી ખંડ પૂર્વ વિદેલ (જંબૂલીપ પૂર્વ વિદેહ) ક્ષેત્રની પુષ્કલાવતી વિદેહની પુંડરીકિણી (શંખપુર) નગરીમાં અતિબલ રાજા (પુરુષ સિંહકુમાર) નામે થયેલ અને પછી સીમંધર (વિનયનંદન) ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. 11 અંગ નો અભ્યાસ કરી વિશસ્થાનક પદની આરાધના કરી તીર્થંકરનામ કર્મ ઉપાર્જન કરેલ . પ્રભુની સેવામાં તુંબરું યક્ષ અને મહાકાલી દેવી તત્પર છે. જેઓ ભક્તની ભીડ ભાંગે છે. પ્રભુના જાપ કરવાથી રવિ ગ્રહ તરફથી લાભ થાય છે. પ્રભુની આરાધનાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે. પ્મિથુન, કન્યા, તુલા, ધન રાશિવાળાને શુભ છે. વાબ શિવને શ્રેષ્ઠ છે વૃશ્વિક રાશિવાળાને શ્રેષ્ઠતમ છે. પ્રભુના તીર્થો માતર, તળાજા, અયોધ્યા (ક્રંચનપુર) પ્રખ્યાત છે. જેમાં ભાઇ મૂળનાયક તરીકે બિરાજમાન છે.
જૈન ધર્મનાં ચોવીસ તિર્થંકરો કોણ છે?
જૈન શાસ્ત્રો મુજબ કુલ 24 તિર્થંકરો થયા છે. જૈન ધર્મની સ્થાપના ઋષભદેવે કરી હતી. જૈન ધર્મનાં પ્રથમ તિર્થંકર ઋષભદેવ હતા. મહાવીર સ્વામી 24માં તિર્થંકર હતા. મૂળે તિર્થંકરનો અર્થ પવિત્ર કરનાર એવો થાય છે.
પ્રથમ તિર્થંકર ઋષભદેવ એટલે કે આદિનાથનું પ્રતિક વૃષભ છે. એમ ક્રમશ: જોઇએ.
જૈન ધર્મનાં બીજા તિર્થંકર અજીતનાથ છે. 2nd Tirthankar Ajitnath નું પ્રતિક હાથી છે.
જૈન ધર્મનાં ત્રીજા તિર્થંકર સંભવનાથ છે. 3rd Tirthankar Sambhavanatha નું પ્રતિક ઘોડો છે.
જૈન ધર્મનાં ચોથા તિર્થંકર અભિનંદનનાથ છે. 4th Tirthankar Abhinandananatha નું પ્રતિક વાનર છે.
જૈન ધર્મનાં પાંચમા તિર્થંકર સુમતિનાથ છે. 5th Tithankar Sumatinatha નું પ્રતિક કૌંચ છે.
જૈન ધર્મનાં છઠ્ઠા તિર્થંકર પદ્મપ્રભુ છે. 6th Tirthankar Padmaprabhu નું પ્રતિક પદ્મ છે.
જૈન ધર્મનાં સાતમા તિર્થંકર સુપાર્શ્વનાથ છે. 7th Tirthankar Suparshvanath નું પ્રતિક સ્વસ્તિક છે.
જૈન ધર્મનાં આઠમા તિર્થંકર ચંદ્રપ્રભુ છે. 8th Tirthankar Chandraprabhu નું પ્રતિક ચંદ્ર છે.
જૈન ધર્મનાં નવમા તિર્થંકર સુવિધિનાથ પુષ્પદંત છે. 9th Tirthankar Suvidhinath પુષ્પદંતનું પ્રતિક મગર છે.
જૈન ધર્મનાં દસમા તિર્થંકર શીતલનાથ છે. 10th Tirthankar Shitalnath નું પ્રતિક શ્રીવત્સ છે.
જૈન ધર્મનાં અગિયારમા તિર્થંકર શ્રેયાંસનાથ છે. 11th Tirthankar Shreyansanath નું પ્રતિક ગેંડો છે.
જૈન ધર્મનાં બારમા તિર્થંકર વાસુપૂજ્ય છે. 12th Tirthankar Vasupujya નું પ્રતિક પાડો છે.
જૈન ધર્મનાં તેરમા તિર્થંકર વિમલનાથ છે. 13th Tirthankar Vimalanath નું પ્રતિક સૂવર છે.
જૈન ધર્મનાં ચૌદમા તિર્થંકર અનંતનાથ છે. 14th tirthankar Anantanath નું પ્રતિક બાજ છે.
જૈન ધર્મનાં પંદરમા તિર્થંકર ધર્મનાથ છે. 15th Tirthankar Dharmanath નું પ્રતિક વ્રજ છે.
જૈન ધર્મનાં સોળમા તિર્થંકર શાંતિનાથ છે. 16th tirthankar Shantinath નું પ્રતિક હરણ છે.
જૈન ધર્મનાં સત્તરમા તિર્થંકર કુંથુંનાથ છે. 17th Tirthankar Kunthunath નું પ્રતિક બકરી છે.
જૈન ધર્મનાં અઢારમા તિર્થંકર અરમાથ છે. 18th Tirthankar Aranath નું પ્રતિક નન્ધાવર્ત છે.
જૈન ધર્મનાં ઓગણીસમા તિર્થંકર મલ્લિકાનાથ છે. 19th Tirthankar Mallinath નું પ્રતિક કળશ છે.
જૈન ધર્મનાં વીસમા તિર્થંકર મુનિસુવ્રત છે. 20th Tirthankar Muni Suvrata નું પ્રતિક કાચબો છે.
જૈન ધર્મનાં એકવીસમા તિર્થંકર નેમનાથ છે. 21th Tirthankar Namnath નું પ્રતિક નીલકમલ છે.
જૈન ધર્મનાં બાવીસમા તિર્થંકર અરિષ્ટનેમિ (નેમિનાથ) છે. 22th Tirthankar Neminathનું પ્રતિક શંખ છે.
જૈન ધર્મનાં ત્રેવીસમા તિર્થંકર પાર્શ્વનાથ છે. 23th Tirthankar Parshvanatha નું પ્રતિક સર્પ છે.
જૈન ધર્મનાં ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામી છે. 24th Tirthankar Mahavir Swami નું પ્રતિક સિંહ છે.
જૈન ધર્મનાં તિર્થંકરો વિશેનો ની કઇ વાત આપ જાણો છો જે લોકોને વાંચવી ગમશે. તો અમને જણાવો.