Sadhguru Gujarati| ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ. અંધકારમાંથી જે પ્રકાશ તરફ લઇ જાય એ ગુરુ. ગુરુ પૂર્ણીમા નિમિત્તે ઘણા લોકો પોતાના ગુરુને મળે છે. આ દિવસ એવા લોકો માટે મહત્વનો હોય છે જેઓ આધ્યાત્મિક આરાધના અને સંબંધમાં માનતા હોય. આપણે ત્યાં ગુરુ પૂર્ણિમા ના રોજ ગુરુ પૂજનનો વિશેષ મહિમા છે. ગુરુ પૂર્ણિમા એ ભક્તો માટે મહત્વની છે સાથે ગુરુ માટે પણ. આજે સદગુરૂ કહે છે , એ વિષય અનુસંધાને guru purnima 2022 ની ઉજવણી કરીએ. સદગુરુ ગુજરાતી ભાષામાં બોલતા નથી પરંતુ વિચારો બહોળા સમુદાય સુધી પહોંચ્યા છે. Sadhguru (સદગુરુ) નું નામ અજાણ્યું નથી. આજે જાણીએ કે Jagadish Vasudev ઉર્ફે જગ્ગી વાસુદેવ (સદગુરુ – Sadhguru) ગુરુ પૂર્ણીમા વિશે શું કહેવા માંગે છે.
Sadhguru પાસેથી ગુરુ પૂર્ણિમાની પ્રથમ કથા વિશે જાણો |Sadhguru Gujarati|સદગુરુ ગુજરાતી| ગુરુ પૂર્ણિમા|why guru purnima is celebrated
Sadhguru કહે છે , યોગીક સંસ્કૃતિમાં શિવને ભગવાન સ્વરુપે નહીં પરંતુ આદિયોગી તરીકે જણાય છે. આદિયોગી જ પ્રથમ યોગી તરીકે જોવામાં આવે છે. આશરે 15,000 વર્ષ પહેલાં, હિમાલયના ઉપરનાં ભાગમાં એક સિદ્ધ પુરુષ જોવા મળ્યા હતા. ત્યાં અવર જવર કરતા લોકો અને આજું-બાજુંના વિસ્તારોમા વસવાટ કરતા લોકો એમને ઓળખતા નહોતા. તેમના પૂર્વજો કોણ છે એ પણ જાણી શકાયું નથી.લોકો તેમને આદિયોગી અથવા પ્રથમ યોગીનાં નામથી ઓળખે છે. આદિયોગી જીવિત હોવાનું પ્રમાણ એ હતુ કે પરમ આનંદનાં અશ્રુઓ તેમની આંખમાંથી વહી રહ્યા હતા. તેઓ શ્વાસની કોઇ પણ ગતિવિધિ જણાતી નહોતી. લોકો આ પુરુષને ચમત્કારી માનવા લાગ્યા હતા. આ પુરુષ કોઇ ચમત્કાર કરશે એવી આશા લોકો કરી રહ્યા હતા. ઘણો સમય વિત્યો પરંતું એક પણ ચમત્કાર થયો નહીં અને ત્યાં ઉભી થયેલ ભીડ વિખરાવવા લાગી.
આ મહાપુરુષના વિચારોથી સંમત થયેલા સાત લોકો ત્યાં રોકાયા હતા. તે સાત લોકોએ આ પુરુષને વિનંતી કરી કે, તમે જે જાણો છો એ અમને શીખવો. અમને સમજાવો અને અમને જ્ઞાન પુરુ પાડો. આદિગુરુએ આ સાત લોકોને કહ્યું, તો તૈયાર થઇ જાવ તમારી જાતને મને સોંપવા. આ સાંભળતા જ એ સાત લોકો પોતાની જાતને તૈયાર કરવા લાગ્યા. આ તૈયારીમાં ઘણા બધા દિવસો, મહિના, વર્ષોનાં વર્ષો વિતી ગયા. ચોર્યાસી વર્ષ વિતી ગયા તે છતાં એમની પરીક્ષા ચાલતી રહ્યી. એક દિવસ એવું બન્યુ કે આ સાત યોગીઓનું શરીર બદલાવવા લાગ્યું. આ સાત લોકોને ચમત્કારનો અનુભવ થવા લાગ્યો. અચાનક એવું બન્યું કે ચોર્યાસી વર્ષમાં શું બન્યું, શું ઘટના ઘટી એ વિશે આ સાત જણ બધું ભૂલી ગયા. તેઓ ફરી તૈયારી કરવા લાગ્યા.
Sadhguru કહે છે , આદિયોગીએ આ દરેક બાબતનું નિરીક્ષણ કર્યું. જ્યાકે પૂર્ણિમા આવી ત્યારે તેમણે ગુરુ બનવાનું નક્કી કર્યું. આ ગુરુ બનવાનું નક્કી કર્યું તે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એ પૂનમનો એ દિવસ છે, જ્યારે પ્રથમ યોગીએ સ્વયંને આદિ ગુરુ એટલે તે પ્રથમ ગુરુ સ્વરુપે રુપાંતરિચ કર્યા. તેઓ દક્ષિણ દિશા તરફ ફર્યા અને એટલા માટે તેઓ દક્ષિણામૂર્તિ તરીકે ઓળખાય છે. આ રીતે સાત શિષ્યોને યોગ વિદ્યાનું પ્રસારણ શરુ થયુ. આમ, દક્ષિણાયનની પ્રથમ પૂનમ એ ગુરુ પૂર્ણિમા છે. પ્રથમ ગુરુનો જન્મ એટલે ગુરુ પૂર્ણિમા.
આદિયોગી પાસેથી જ્ઞાન મેળવ્યા બાદ જે સાત મુનીઓ સમગ્ર વિશ્વમાં યોગ માટે નિકળ્યા તેમાંનાં એક ઋષી એટલે અગસ્ત્ય મુનિ. ઇશા યોગ એ અગસ્ત્ય મુનિના કાર્યનું એક નાનું વિસ્તરણ છે. અગસ્ત્ય ઋષી હિમાલયમાંથી પ્રયાણ કરીને દક્ષિણ તરફ જવાની યાત્રા દાખલ કરી. આનું કારણ એ હતુ કે ચોમાસાની ઋતુ અને પૂર્ણિમા. ચોમાસાની ઋતુમાં આવતી ગુરુ પૂર્ણિમાને કારણે ઘણા ભક્તોને વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હતો. ગુરુના દર્શને આવતો ભક્ત દુખી થાય એ કોઇ પણ ગુરુને ન ગમે. માટે અગત્સ્ય ઋષિ, યોગીઓ અને આધ્યાત્મિક સાધકોએ હિમાલયમાંથી દક્ષિણ તરફ પ્રયાણ કરવાનો નિયમ બનાવ્યો. જે હજારો વર્ષો બાદ પણ અવિરતપણે ચાલી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં હિમાલયની ગુફાઓમાં રહેતા અને શિયાળો આવતા દક્ષિણમાં આવતા હતા. આજ રીતે ઘણા યોગીઓ અને સાધકો રામેશ્વરમ સુધીનો પ્રવાસ ખેડે છે. આ ભારતીય ઉપખંડનો દક્ષિણી છેડો છે. એક સમયે હજારો યોગીઓ આ રીતે પ્રવાસ ખેડતા હતા.
ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ પોતાનું રૌદ્ર રુપ ધારણ કરતી હોય છે. આ કારણે કોઇ પણ ભક્ત પોતાના ગુરુને મળવા આવે ત્યારે વિકટ પરિસ્થિતીનો સામનો કરે છે. આ પરિસ્થિતિ સામે લડવા તે ભક્ત ત્યાની ગુફાઓ કે જંગલોમાં વસવાટ કરતો થયો હતો. ગૌતમ બુદ્ધ પણ આ કારણે તેમના સાધુઓને આ મહિનામાં મુસાફરી કરવાનું ના પાડતા હતા. આ મહિનામા એક સ્થળે જ રહીને ગુરુનું સ્મરણ કરવું જોઇએ.
આજથી 300 વર્ષ પહેલા જે લોકોએ આપણા પર રાજ કર્યું છે એમને ભૂલવા ન જોઇએ. તેઓ પોતાની સાથે માત્ર ગુલામીનું અત્તર નહોતા લાવ્યા પરંતું એ લોકો આપણા સૌના વિચારોને ગુલામ બનાવવા આવ્યા હતા. આજે આપણે એ જ ગુલામીમાં જીવી રહ્યા છીએ. આ ગુલામી એટલે આપણા તમામ તહેવારો અને રીતી-રીવાજોને ભૂલવાની.
Sadhguru કહે છે, આધ્યાત્મિક જીવન આજે દરેક વ્યક્તિ માટે જરુરી થઇ પડ્યું છે. આ આધ્યાત્મિકતા વિશે આપણને ગુલામ રાખનારા લોકો સારી રીતે સમજી ગયા હતા. તેઓ એવું માનતા હતા કે આ લોકો જો આધ્યાત્મિક રીતે મજબૂત રહેવા લાગ્યા તો આ લોકોનું અસ્તિત્વ ટકી રહેશે અને આપણા ગુલામ ક્યારેય નહીં બની શકે. માટે આપણા સૌની આધ્યાત્મિકતા લાંબા સમય સુધી ટકે નહીં એટલા માટે તેમણે રવિવારને દિવસે સૌને જાહેર રજા આપી.
એ વખતે જાહેર રજા સાંભળીને આપણા ગુલામ ભાઇઓ-બહેનો ખુશ થઇ ગયા હશે. કેમકે જે લોકોને કદી રજા મળતી નહોતી એ લોકોને જાહેર રજા મળી હતી. રજાની ખુશીમાં તેઓ ઇચ્છે તે કરી શકે, હરી શકે, ફરી શકે તેમજ મનગમતા વ્યક્તિઓને મળી પણ શકે. બીજી તરફ રવિવારનાં દિવસે ઘણા લોકો પોતાની આધ્યાત્મિકતા જાળવવા દેવાલયોમાં જવા લાગ્યા પરંતું એ લાંબુ ક્યું નહીં.
રવિવારે રજા કેમ હોય છે?
Sadhguru કહે છે, રવિવારે રજા હોવાનું કારણ એ જ છે કે લોકો મોજ શોખ કરી શકે. આનંદમાં હરી-ફરી શકે. આ દિવસે તમે વેફર ખાઓ છો કે પછી ટીવી જુઓ છો. મોટા ભાગના લોકોને ખબર પણ નથી હોતી કે રવિવારનાં રોજ શું કરવું જોઇએ. તે છતાં પણ આપને હું કહું કે અમાસના દિવસે રજા હોય કે પછી પૂનમને દિવસે રજા હોય, તો આપણને ખબર હશે ને કે આ દિવસે આપણે શું કરશુ? સદગુરુ કહે છે કે, આ મુદ્દો ઉઠાવવો જોઇએ. આ ગુરુ પૂર્ણીમાએ ઓફિસ ન જાઓ. ઓફિસમાં રજા માટે અરજી કરો અને કહો કે, ગુરુ પૂર્ણિમા હોવાને કારણે હું ઓફિસ નહીં આવું. તમારા મિત્રોને પણ આવી અરજી લખવાનું કહો.
Sadhguru કહે છે, રવિવારની રજા આપણને સારી રીતે સમજાવવામાં આવી
Sadhguru કહે છે, એ વખતે આપણા પૂર્વજોનાં મગજને એ લોકોએ કંટ્રોલમાં કરી નાખ્યા હતા. આપણા મનમાં ઉદ્ભવતા તમામ તાર્કિક- અતાર્કિક પ્રશ્નોના જવાબ તેમણે તૈયાર રાખ્યા હતા. તેમણી પાસે દરેક બોધકથાઓ તૈયાર હતી જેનાંથી લોકો સમજી શકે કે હા, આ લોકો સાચા છે અને આપણી મદદ કરી રહ્યા છે. આપણે ગુલામ હોઇએ તો શું થયું સુરક્ષિત તો છીએ ને! આપણે ગુલામ હોય તો શું થયું એક દિવસની રજા તો આપે જ છે ને! આ સમયે આપણા પૂર્વજોની આસપાસ શું બની રહ્યું હતુ એ કોઇને ખ્યાલ નથી. કેમકે આ વખતે પણ આ રજાની પ્રશંસા થઇ રહ્યી હતી. માનવ અવસ્થામાં પસાર થતા દરેક પગલા પર તેમણે શક્યતાઓ અને ઘણા બધા અર્થોને રજૂ કર્યા હતા.
આપણે હવે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કેમ નથી કરતા?
ગુરુ પૂર્ણિમા એ શ્રેષ્ઠ છે. ગુરુ પૂર્ણિમા વ્યક્તિ મુક્તતા વિશે જણાવે છે. આ મુક્તતા વિશે વ્યક્તિ અજાણ હતો. તમારી આનુવંશિકતા એટલે કે આયડંટી શું છે? કે પછી તમારા પરમ પિતા કોણ છે એ તમે જાણો છો? શું તમે એ જાણો છો કે તમારો જન્મ કયા કામ માટે થયો છે? આ બધું જાણવા માટે આ દિવસની ઉજવણી કરવા માં આવતી હોય છે. વ્યક્તિ જ્યાં સુધી અજાણ રહેશે કે એનો જન્મ શાં માટે થયો છે ? એનો જવાબ મળશે નહીં ત્યાં સુધી ભટક્યા જ કરશે. હજ્જારો વર્ષોની સંસ્કૃતિમાં સૌથી મહત્વની ઉજવણી ગણાતા તહેવાર સમાન ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી કેમ કરવામાં આવતી નથી? આ બધું જાણવા દરેકે દરકે મર્યાદાને ઓળંગવી પડશે. દરેક વ્યક્તિએ વ્યક્તિ મટીને માનવ અને માનવ મટીને જીવતત્વ બનવું પડશે. આપણે હજું પણ જાણતા નથી કે આ જીવતત્વ શું છે?
ગુરુ પૂર્ણિમા એ શું કરવું જોઇએ? | ગુરુ પૂર્ણિમા વિશે ગુજરાતી નિબંધ
સૂર્ય જ્યારે વિષુવવૃતથી દૂરમાં દૂર હોય છે તે હે કાળનો એક અયનને અયનાન્ત કહે છે. આ અયનાન્ત પછીની પહેલી પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા નો પવિત્ર દિવસ હોવાને કારણે તમારે આંતરિક કલ્યાણ માટે સમય ફાળવવો જોઇએ. હળવો ખોરાક લેવો જોઇએ. મનને ગમે એવું સંગીત સાંભળવું જોઇએ. પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ધ્યાન મુદ્રામાં બેસવું જોઇએ. આ દિવસે જેમ બને એમ ચંદ્રને જોવું જોઇએ. આ દિવસને મહત્વપૂર્ણ બનાવવો જોઇએ. ઓછામાં ઓછા 10 વ્યક્તિઓને જણાવવું જોઇએ કે આજે મહત્વનો દિવસ છે.
The Story of Guru Purnima: From Adiyogi till Today
બૌદ્ધ ધર્મ વિશે આપ કેટલું જાણો છો? | Bauddh Dharm|Buddh Dharm
ઘણું બધું વાંચવા જોડાયેલા રહ્યો ghanubadhu સાથે. Sadhguru Gujarati| સદગુરુ ગુજરાતી|