રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ
રાજકોટના નાના મવા રોડ ઉપર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટના (રાજકોટ દુર્ઘટના) શનિવારે સાંજે બની હતી. છેલ્લા 4 વર્ષથી ફાયર NOC સહિતની મંજુરી વગર બે માળનો ‘ટીઆરપી ગેમ ઝોન’ સળગ્યો હતો. વિશાળ ડોમ સળગવાથી અત્યાર સુધી કૂલ 32 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. ગુજરાત સરકારે આ ગેમ ઝોનની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. SIT તપાસ માટે કૂલ 5 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે. હજું સુધી આગ કઈ રીતે લાગી એની સંપૂર્ણ માહિતી મળી નથી.
મૃત્યુઆંક વધીને 32 સુધી પહોંચી ગયો
રાજકોટમાં શનિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં મૃત્યુઆંક વધીને 32 સુધી પહોંચી ગયો છે. આ કરૂણ ઘટનાને પગલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. આજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હાજર હતા.
રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી: રાજકોટ trp game zone
રાજકોટ અગ્નિકાંડ માં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
#WATCH | Gujarat CM Bhupendra Patel along with Home Minister Harsh Sanghavi takes stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/vmyj9wkpGb
— ANI (@ANI) May 26, 2024
બનાસકાંઠાના અમીરગઢમાં વીજળી ગુલ
આબુમાં જોવાલાયક સ્થળો પૈકીનું આ મંદિર ગુજરાતીઓનું મનોરથ સ્થળ છે
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં SIT
ગુજરાતમાં આ પહેલાં પણ આવી દુર્ઘટનાઓ નોંધાઈ છે. આ પહેલાં 24 મેના રોજ સુરત ખાતે આવેલા તક્ષશિલા માં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ટ્યુશન ક્લાસિસમાં આગ લાગતા બાળકો ટ્યુશન ક્લાસિસની બહાર નિકળી શક્યા નહોતા. આ ઘટનામાં ક્લાસિસમાં કોઈ ફાયર સેફ્ટીની સુધી નહોતી. આ બાદ સુરતમાં વિરોધ પ્રદર્શનો પણ થયા પણ સરકારે આંખ આડા કાન કર્યા હોય એવી સ્થિતિને પરીણામે મોરબીની ઘટના ઘટી એ બાદ હરણી તળાવમાં બોટ પલટી ખાઈ જતા બાળકો સહિત શિક્ષકો મૃત્યુ પામ્યા હતા.
મહત્વનું છે કે ગુજરાતમાં ફાયર NOC ફરજિયાત કરવામાં આવ્યુ હોવા છતાં માલિકો પોતાની મનમાની કરતા જોવા મળ્યા છે. આ માલિકો પોતાની જાતને સાહેબ માને છે જેના કારણે માસૂમો મૃત્યુ પામે છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવવા છતાં સરકાર આંખ લાલ કરતી નથી એનું કારણ શું હોઈ શકે?
વિપક્ષમાં રહેલા કોંગ્રેસ-આપ નેતાઓ પણ વારંવાર વિરોધ કરે છે તે છતાંય ભ્રષ્ટ્રાચાર બંધ થવાનું નામ નથી લેતો.
માહિતી અનુસાર પોલીસ મથકે એફઆઈઆરમાં TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 લોકો સામે FIR નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે IPC ની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
ગેમ ઝોનની સફરે આવીને આગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જનારા તમામ મૃતકો ગોંડલના હોવાનું કહેવાય છે. આ દરમિયાન કુલ 24 મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે, આ મૃતકોમાં મોટા ભાગના બાળકો હોવાનું કહેવાય છે.
- રાજકોટ trp game zone
- rajkot game zone fire gujarati news