વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને PM વિશ્વકર્મા યોજના લોન્ચ, 18 વ્યવસાયકારો ને થશે ફાયદો |PM Vishwakarma Yojana

Facebook
Twitter
Telegram
WhatsApp

PM વિશ્વકર્મા યોજના : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓ માટેની ‘PM વિશ્વકર્મા’ યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.

PM વિશ્વકર્મા યોજના

PM Vishwakarma Yojana

'PM વિશ્વકર્મા યોજના'ના શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી સહભાગી થયા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતેથી લાભાર્થીઓને લાભ એનાયત કરીને આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશાં ગરીબ, વંચિત, પીડિત અને શોષિત પ્રજાના કલ્યાણ અર્થે સમર્પિત રહ્યા છે. તેના જ ભાગરૂપે આજે શિલ્પ, સ્થાપત્ય, હસ્તકળા સહિત વિવિધ વ્યવસાયોના સ્થાપત્ય દેવ એવા ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતીના પાવન અવસરે વડાપ્રધાનશ્રીએ આવા વ્યવસાયકારો અને કુશળ કારીગરો માટેની ‘PM વિશ્વકર્મા યોજના’ની ભેટ આપી છે.

PM વિશ્વકર્મા યોજના વિશે વધુ વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મૂળ મંત્રને સાકાર કરવાની દિશામાં સમર્પિત એવી આ યોજનાના અમલીકરણ માટે આવનારા 5 વર્ષોમાં 13 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

વિશ્વકર્મા યોજના અંતર્ગત 18 પ્રકારના વ્યવસાયકારો આ યોજનાનો લાભ મળશે

સુથાર, લુહાર, સોનાર, રમકડાં બનાવનાર, વણનાર, ચણતરકામ કરનાર, હોડી બનાવનાર, કુંભાર, હથોડી બનાવનાર, શિલ્પકાર, ચર્મકાર, રામી, બખ્તર બનાવનાર, તાળાં બનાવનાર, વાળંદ, માછલી પકડનાર, ધોબી, દરજી જેવા કુલ 18 પ્રકારના વ્યવસાયકારો આ યોજનાનો લાભ મળશે.

  • PM વિશ્વકર્મા યોજના અંતર્ગત જુદા જુદા 18 જેટલા કુશળ કારીગરોની હસ્તકલાને પ્રાધાન્ય આપી પ્રોત્સાહન આપી શકાશે.
  • રાહત દરે લોન અને આધુનિક તાલીમ પણ અપાશે.
  • વિશ્વકર્મા કારીગરોના આર્થિક ઉત્થાન માટેની પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા ભગવાન વિશ્વકર્માનું નવતર પૂજન થયું છે એમ તેમણે ઉમેર્યું હતું.
  • PM વિશ્વકર્મા યોજના દ્વારા 18 વર્ષ કે તેથી વધુ વયના, વિવિધ 18 જેટલા વ્યવસાયો સાથે સંકળાયેલા કુશળ કારીગરોને પ્રથમ તબક્કામાં રૂ. 1 લાખ સુધીની લોન રાહત દરે 18 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કાની રૂ. 2 લાખ સુધીની લોન રાહત દરે 30 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે.
  • આ યોજનાના લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ પણ આપવામાં આવશે.
  • કારીગરોને મૂળભૂત તથા આધુનિક સ્તરની તાલીમ અને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
  • તાલીમના સમયગાળા દરમિયાન ટૂલકિટ સ્વરૂપે રૂ.15,000 સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે.
  • સિટી સિવિક સેન્ટરમાં આધારકાર્ડ આધારિત બાયોમેટ્રિક ચકાસણીને આધારે યોજનામાં ઓનલાઈન નોંધણી કરાવી શકાશે.

આ યોજનાના વર્ચ્યુઅલ શુભારંભ પ્રસંગે શહેરના મેયર પ્રતિભા જૈન, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, સાંસદ હસમુખભાઈ પટેલ, ડો. કિરીટ સોલંકી, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના સચિવ એસ.જે. હૈદર, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., મ્યુનિસપિલ કમિશનર એમ. થેન્નારસન, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, સર્વે ધારાસભ્યો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો, તથા મોટી સંખ્યામાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા કુશળ કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો