ઇલોન મસ્ક ના 24 મોટીવેશનલ વિચારો| 24 Motivational Quote by Elon Musk | Nikola Tesla and elon musk

Facebook
Twitter
Telegram
WhatsApp

Motivational Quote by Elon Musk | ઇલોન મસ્ક નું નામ અમીરોની દુનિયાનાં જાણીતું છે. તેઓ Tesla કંપનીનાં સીઇઓ છે. હવે એ ટ્વિટરના માલિક બની ચૂક્યા છે. તેમણે 44 અરબ ડોલરમાં ટ્વિટરને ખરીદી લીધું છે. ઇલોન મસ્કે વર્ષ 1999માં ઓનલાઇન પેમેન્ટ એપ પેપાલની સ્થાપના કરી હતી. ધ ટાઇમ્સ મેગેઝિન મુજબ ઇબે દ્વારા આ વર્ષ 2002માં 1.5 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. ઇલોન મસ્કની જીવની વિશે ફરી ક્યારેક વાતો કરશું પરંતું આજે જાણીએ એમના યુવા સંબોધનને. વાંચો ઇલોન મસ્કનાં વિચારો.

ઇલોન મસ્કનું યુવાનોને સંબોધન

જો કોઇ અઠવાડિયામાં 50 કલાક કામ કરે છે અને તમે 100 કલાક કામ કરો છો તો તમે ડબલ કામ કરી રહ્યા છો. જો તમે આવું એક વર્ષ સુધી કરશો તો તમે બીજી કંપનીથી બે ગણા આગળ હશો. – Elon Musk

Motivational Quote by Elon Musk
Motivational Quote by Elon Musk

માત્ર ટ્રેંન્ડ ફોલો ન કરો પોતાના વિચારોને ચાલી રહેલ વર્તમાન સાથે સરખાવો. એ જાણવું વધારે જરૂરી છે કે તમે જે દિશામાં કામ કરવાનું વિચારી રહ્યા છો એ દિશા યોગ્ય છે ! કે તમે એ કરી કરી રહ્યા છો જે દરેક વ્યક્તિ કરી રહ્યા છે. – Elon Musk

Elon Musk
Elon Musk

જે વ્યક્તિને ધીરજ નથી, એ ખુશ રહી શકતો નથી. ધૈર્ય રાખવું જરુરી છે, પરંતું જે મેળવવા માંગો છો એનાં માટેનું ઝનૂન હોવું પણ જરૂરી છે. – ઇલોન મસ્ક |Elon Musk|

ત્યાં સુધી હાર ન માનો જ્યાં સુધી તમે એકલા થઇ જાવ, નિરાશ થઇ જાવ અને નિ:સહાય થઇ જાવ. – ઇલોન મસ્ક |Elon Musk|

આ સમય રિસ્ક લેવાનો સમય છે. જ્યાં સુધી તમારા બાળકો નથી, કોઇ પ્રકારના બંધનો નથી ત્યાં સુધી તમે રિસ્ક લઇ શકશો. જેમ તમારી ઉંમર વધતી જશે, એમ તમે બંધાઇ જશો સંબંધચક્રમાં. – ઇલોન મસ્ક. |Elon Musk|

એકવાર જો તમારો પરિવાર બની ગયો તો રિસ્ક લેવું માત્ર તમારા સુધી સિમિત નહીં હોય. તમારા પરિવારે પણ રિસ્કમાં ભાગીદાર થવું પડશે. – ઇલોન મસ્ક |Elon Musk|

રિસ્ક લો કંઇક અલગ કરી બતાવવા માટે, એ નક્કી છે કે આ કરીને તમે ક્યારેય અફસોસ નહીં કરો. – ઇલોન મસ્ક |Elon Musk|

Elon musk gujarati Quotes
Elon musk gujarati Quotes

Motivational Quote by Elon Musk

Nikola Tesla and elon musk

હું પોતાના જીવનમાં આવેલી ખુશીનો સ્ત્રોત મારા બાળકોને માંનું છું. મને મારા જીવનમાં જે પણ કૈં મેળવ્યું છે એ ખુશી મારા બાળકોની ખુશી કરતા ઓછું જ છે. – ઇલોન મસ્ક. |Elon Musk|

સૌથી પહેલા એ જાણવું જોઇએ કે તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ શું છે? જ્યારે આપણે એ જાણી લઇએ છીએ ત્યારે કોઇ પણ પરિસ્થિતિ કેમ ન હોય તે છતાં એ મહત્વપૂર્ણ વસ્તુને મેળવી શકીએ છીએ. – ઇલોન મસ્ક |Elon Musk|

સૌથી મહત્વની વાત એ છે કે મહાન લોકોનું ધ્યાન તમારા પર હોવું જોઇએ. એમની સાથે રહો અને એમનું ગ્રુપ જોઇન કરો. જો તમે પોતાની કંપની બનાવવા માંગો છો તો મહાન લોકો જોડાતા જશે. – ઇલોન મસ્ક |Elon Musk|

સૌથી પહેલી વાત એ છે કે તમારે કામ કરવાની જરૂર છે. જો તમે કામ કરવા ઇચ્છો છો તો તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. મહેનતનું ઓછું કે વધારે હોવું એ વાત પર નિર્ભર કરે છે કે કે કામને કેટલી સારી રીતે કરવા માંગો છો. સૌથી વધારે મહેનતનો અર્થ એ જ છે કે, તમે જ્યાં સુધી જાગો છો ત્યાં સુધી કામ કરતા રહો. – એલન મસ્ક |Elon Musk|

સૌથી વધારે મહેનતનો અર્થ એ જ છે કે, તમે જ્યાં સુધી જાગો છો ત્યાં સુધી કામ કરતા રહો. – ઇલોન મસ્ક |Elon Musk|

Elon musk gujarati Quotes
Motivational Quote by Elon Musk

જ્યારે તમને સફળતા મળે છે ત્યારે તમે ખુશ થાવ છો. પછી જ્યારે મુશ્કેલી શરુ થાય છે, ત્યારે તમે કેમ દુખી થઇ જાવ છો? – ઇલોન મસ્ક |Elon Musk|

મુશ્કેલ સમયે આવેલી આફત સામે લડવા માટે હંમેશા તૈયાર રહેવું જોઇએ. – ઇલોન મસ્ક |Elon Musk|

મારા રોકેટ વેપારમાં ઘણા મતભેદ હતા. હું રોકેટ વિશે કૈં જાણતો નહોતો. મેં કદી કશું બનાવ્યું પણ નહોતું. એનો અર્થ એ થયો કે હું ગાંડો જ હોઇશ કે એવું વિચારતો રહ્યો તે બધા મતભેદો મારા પક્ષમાં કામ કરી શકે છે. – ઇલોન મસ્ક |Elon Musk|

તમારે એ સ્થિતિમાં પોતાને પહોંચાડવી પડશે કે માત્ર રોકેટ બનાવવા માટે તેલનો ખર્ચ તમારા વિચારવાનો વિષય છે. પોતાની પ્રાથમિકતાઓમાં રોકેટ બનાવવાનો ખર્ચ ન ગણવો જોઇએ. – ઇલોન મસ્ક |Elon Musk|

Elon musk gujarati Quotes
Motivational Quote by Elon Musk

સરકાર એટલી પણ સારી નથી કે જેટલી હોવી જોઇએ. આધારભૂત શોધ પર ઇનવેસ્ટ કરવું યોગ્ય છે. જો તમે એવું નથી કરી શકતા તો ઔધોગિક કંપનિયોને એવું કરવા દો. – ઇલોન મસ્ક. |Elon Musk|

થોડા સમય પછી કદાચ આપણે જૈવિક ઇન્ટેલિજેન્ટ અને ટેકનિકલ ઇન્ટેલિજેન્ટને મળતા જોઇ શકશું. – ઇલોન મસ્ક |Elon Musk|

એક મોટા બજારમાં માત્ર બે જ વસ્તુઓ છે જે નવી રીતથી રસ્તો બનાવી શકે છે. – ઇલોન મસ્ક |Elon Musk|

એક મોટા બજારમાં માત્ર બે વસ્તુઓ જ નવી રીતને સસ્તી બનાવી શકે છે. પહેલી તો એ કે તમારી પાસે અર્થ વ્યવસ્થાની જાણકારી હોવી જોઇએ. બીજી એ કે તમે ઘણી બધી ડિઝાઇન બનાવો. જેથી તમારી પાસે સૌથી સસ્તી ડીઝાઇન હોય. – ઇલોન મસ્ક. |Elon Musk|

સિલિકન વૈલી જેવું દુનિયાનું કોઇ સ્થળ એવું સારું સ્થળ નથી કે સ્ટાર્ટઅપ શરુ કરી શકાય. આ પ્રતિભાના કુવા જેવું છે જ્યાં ઘણા બધા સંસાધનો ઉપલબ્ધ છે. – ઇલોન મસ્ક |Elon Musk|

Elon musk gujarati Quotes
Motivational Quote by Elon Musk

આપણા ડીએનએને વાંચવો એ સોફ્ટવેરનાં કોડને વાંચવું બરાબર છે. માત્ર 90 ટકા કોડ જ એરર વિનાના મળશે, અને આવા સોફ્ટવેર કોડ વિશે કહેવું મુશ્કેલ છે કે એ કઇ બાજું શું કરશે. ઇલોન મસ્ક. |Elon Musk|

હવે એ વિચારવું જરૂરી બન્યું છે કે આપણે જિંદગીને પૃથ્વીની બહાર લઇ જવા વિશે વિચારીએ. પૃથ્વીનાં જીવન વિશે ચાર અરબ વર્ષમાં આ પહેલી વાર એવું બન્યું છે કે બહાર નિકળવાની બારી ઘણા સમય સુધી ખુલ્લી છે. પરંતું એવું પણ થઇ શકે કે આ માત્ર થોડાક સમય માટે જ ખુલ્લી રહે. જોકે આપણે જલ્દીથી જલ્દી કૈંક કરવું જોઇએ. – ઇલોન મસ્ક. |Elon Musk|

Elon musk gujarati Quotes
Motivational Quote by Elon Musk

નિશ્ચિત રૂપથી ટેસ્લા વિજળીથી આવનારી સમસ્યાઓનું સમાધાન લાવી રહ્યી છે. પરંતું વિજળી ઉત્પન્ન કરવાની સમસ્યાને નિવારવા માટે, સતત વિજળી આપનારી ટેકનિક પણ હોલી જોઇએ. – Elon Musk

ELON MUSK વિશે તમે નહી જાણતા હોય આ વાતો, વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ એક સમયે 1 ડોલરમાં ચલાવતો હતો ગુજરાન

ગુજરાતી સુવિચાર | Gujarati Quotes | Elon Musk | ઇલોન મસ્ક | Motivational quote gujarati | મોટીવેશનલ ગુજરાતી | Motivational Quote by Elon Musk |
B. R. Ambedkar નાં 39 મનોબળશાળી વિચારો|39 Powerful Thoughts of B. R. Ambedkar

ઇલોન મસ્કે કેમ ટ્વિટર ખરીદ્યું ? Link

ભગતસિંહ સાથે જોડાયેલી વાતો. Link

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો