કોઈ યુવતીને તમે પ્રશ્ન પૂછો કે તમારો સૌથી મોટો શત્રુ કોણ? તો જવાબ મળશે ખીલ (Pimple). ( 100% માંથી 90% યુવતીઓનો જવાબ આ જ હશે. ) અત્યારે માર્કેટમાં ખીલ દૂર કરવા માટે (Pimple Solution) અસંખ્ય દવાઓ અને ટ્રીટમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પણ કેમિકલનાં ફાયદા હોય એટલા ગેરફાયદા પણ હોય છે. આથી લોકો ઘરેલું ઉપાય કે ઔષધિનો ઉપયોગ કરતા હોય છે. તો આવો જાણીએ આવી જ એક ઔષધિ વિશે : આ ઔષધિ એટલે જાંબુ (Java Plum).
ફળોનું અવનવું | ફળ, કળ અને બળ વ્યક્તિ પાસે હોય તો નિરોગીજીવી હશો
ઓઈલી સ્કિનમાંથી છુટકારો મળે છે
જાંબુ (Java Plum) સ્વાદમાં તૂરું અને આમ કઠોર હોવાથી જાંબુનું સેવન કરવાથી ઓઈલી સ્કિનમાંથી છુટકારો મળે છે. અને તમારી સ્કિન પિમ્પલ ફ્રી અને એકદમ સ્વચ્છ થઈ જાય છે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ખાલી પેટ જાંબુનું સેવન ક્યારેય કરવું નહીં અને જાંબુ (Java Plum) નાં સેવન કર્યા બાદ દૂધ પીવું નહીં. આંખો માટે ગુણાકારી છે જાંબુ.
ડાયાબિટીસનાં દર્દીઓ માટે જાંબુ રામબાણ ઈલાજ
જૂન મહિનાની શરૂઆતમાં જ બજારમાં જાંબુ (Java Plum) નું આગમન થઈ જાય છે. ચોમાસાની ઋતુમાં માણસોની સાથે સાથે પશુઓ પણ જાંબુનું સેવન કરે છે. જાંબુએ ગુણાકારી ફળ છે અને જાંબુથી અનેક ફાયદાઓ આપણા શરીરને થાય છે. કહેવાય છે કે, ડાયાબિટીસનાં દર્દીઓ માટે જાંબુ રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત પેટને લગતી સમસ્યા કે સાંધાનો સોજો આવતો હોય તો એના માટે પણ જાંબુ શ્રેષ્ઠ કહેવાય છે.
શરીરમાં હિમોગ્લોબીનનાં પ્રમાણમાં વધારો
જાંબુ (Java Plum) માં વિટામિન સી અને એ ની ભરપૂર માત્રા હોવાથી જાંબુ ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનનાં પ્રમાણમાં વધારો થાય છે. જાંબુ (Java Plum) માં પોટેશિયમ હોવાથી એ હૃદય માટે પણ શ્રેષ્ઠ છે. જાંબુ (Java Plum)નાં પાંદડાનો પાવડર બનાવીને ટૂથ – પેસ્ટ તરીકે ઉપયોગ કરવાથી પેઢા મજબૂત થાય છે અને દાંત પણ ચમકદાર થાય છે.
Alcohol ની પરમીટ આર્મી જવાનો પાસે કેમ હોય છે?
Jamun is an important minor fruit of Indian origin
જાંબુ (Java Plum) વિશે અમે ટૂંકમાં સમજાવ્યું તમે શું જાણો છો આ જાબું વિશે? કરો કોમેન્ટ અને જણાવો જાબુંનું ઘણું બધું.