પર્યાવરણની સ્વચ્છતાને કારણે આપણું સ્વાસ્થ્ય સ્વચ્છ રહે છે. આપણી કુદરતી વનસ્પતિઓ જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છે. આ વનસ્પતિને કારણે આપણું શરીર નિરોગી રહે છે. આજે વાત કરીએ ફળોના અવનવા વિજ્ઞાન વિશે. આપણે સૌ બજારમાં મળતા ફળનું સેવન કરીએ છીએ પરંતું આ ફળો વિશે આપણી પાસે માહીતી હોતી નથી. ગુરુત્વાકર્ષણ બળની શોધનું કારણ કોઇ હોય તો એ ફળ હતું અને ફળનું નામ સફરજન. આજે તો સફરજનના નામે એપલ નામની વિશાળ સંસ્થા દુનિયામાં ડંકો વગાડી રહ્યી છે. આવી તો કેટલીય કંપનીઓ આજે પોતાના બળને કારણે ટકી રહ્યી છે. આપને જાણીને નવાઇ લાગશે કે સફરજનની 7500 જેટલી જાતો થાય છે. જ્યારે સફરજન ગુલાબના ફળની વનસ્પતિ છે. ફળોના અભ્યાસને પોમોલોજી કહે છે. ફળ, કળ અને બળ જો કોઇ વ્યક્તિ પાસે જોવા મળે તો સમજજો એ નિરોગીજીવી હશે. ચાલો જાણીએ ફળોનું અવનવું.
મનુષ્યના ખોરાક માટેનો સૌથી મોટો સ્રોત ગણાતા શાકભાજી અને ફળોને વૃક્ષ પરથી ઉતાર્યા બાદ પણ ઘણા દિવસ સુધી કુદરતી રીતે તાજા રહેતા હોય છે. વિશ્વનું સૌથી મોટું ફળ ‘કોકો- દ- મેર’ 42 કિલોવજનનું હોય છે. આટલો વજન ધરાવતા ફળોમાંનું સૌથી મોટું ફળ છે.
લાલચટક ટામેટા ભલે લાલ દેખાતા હોતા પરંતું આપને જાણીને નવાઇ લાગશે કે ટામેટાંની 5000 જેટલી જાતો વિશ્વભરમાં છે. ટામેટા શાકભાજીની લારીમાં વેચાતા જોવા મળતા હશે પરંતું જાણી લો કે ટામેટા એ ફળ છે.

વૃક્ષના થડ ઉપર ઊગનારું ફણસ મોટું ફળ છે. મનુષ્ય માટે શાકભાજી અને ફળો વિટામિનનો મોટો સ્રોત છે.
કેળા અને માણસના જીનમાં ઘણી સામ્યતા છે. જ્યારે ટામેટામાં માણસ કરતાં વધુ જીન હોય છે.
ફ્રિઝમાં મૂકવાથી કાળા થઈ જાય જેનું કારણ રેડિયોએક્ટિવ છે. કેળાં રેડિયોએક્ટિવ છે
શાકભાજી અને ફળોમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. સૌથી વધુ પાણી તરબૂચમાં હોય છે. તડબૂચમાં 92 ટકા પાણી હોય છે. કોબીજમાં 90 ટકા પાણી હોય છે અને ગાજરમાં 87 ટકા પાણી હોય છે.