ઉકાઇ ડેમ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા ઓગસ્ટ-2022 માં માસિક 224 મિલિયન યુનિટ વીજ ઉત્પાદનનો રેકોર્ડ

Share This Post

ઉકાઇ ડેમ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા ઓગસ્ટ-2022 માં માસિક 224 મિલિયન યુનિટ વીજ ઉત્પાદનનો રેકોર્ડ
– અગાઉ ઓગસ્ટ 2013 માં મહત્તમ 221.26 મિલિયન મિલિયન યુનિટ હાયડ્રો પાવર વીજ ઉત્પાદન – કરવામાં આવ્યું હતું
– આઝાદીના અમૃત કાળમાં ઉકાઈ ડેમની અમૃત સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની દુરંદેશી વિચારધારાનું પરિણામ : જળ સંપતિ મંત્રી ઋષિકેશભાઈ પટેલ

ઉકાઇ ડેમ : દક્ષિણ ગુજરાત ની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ ડેમ જળાશયને આ વર્ષે 50 વર્ષ પુર્ણ થયા છે. આઝાદીના અમૃત કાળમાં ઉકાઈ ડેમ ના 50 વર્ષ પૂર્ણતાના અવસરે અદ્વિતીય સિદ્ધિ હાંસલ થઈ છે. ઓગસ્ટ માસમાં ઉકાઈ ડેમ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક 224 મિલિયન યુનિટનુ રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. રાજ્યના જળસંપતિ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશિતાનું પરિણામ જણાવીને તમામ નાગરિકોને આ અવસરે શુભેચ્છાઓ પાઠવી છે.

ઉકાઇ ડેમ
ઉકાઇ ડેમ

વીજ વિભાગ દ્વારા સિંચાઈ વિભાગના સંકલનમાં કરવામાં આવે છે


આ યોજનામાંથી સિંચાઈ, ઘરગથ્થુ તથા ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવામાં આવે છે. ઉપરાંત આ યોજનામાં મુખ્ય બંધ પર કુલ 300 મેગાવોટ (75 મેગાવોટ x 4 = 300 મેગાવોટ)ના હાઈડ્રો પાવર તથા જમણા કાંઠા નહેરના હેડ રેગ્યુલેટર પર કુલ 5 મેગાવોટ (2.5 મેગાવોટ x 2= 5 મેગાવોટ) હાઈડ્રો પાવર યુનિટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ યુનિટોનું સંચાલન વીજ વિભાગ દ્વારા સિંચાઈ વિભાગના સંકલનમાં કરવામાં આવે છે.

હાઈડ્રો પાવર ઉત્પાદન માટે આગોતરૂ આયોજન


ચાલુ વર્ષે ચોમાસામાં સિંચાઈ અને વીજ વિભાગ દ્વારા મહત્તમ હાઈડ્રો પાવર ઉત્પાદન માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. વીજ વિભાગ દ્વારા પણ તમામ ચારેય યુનિટની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.આ વર્ષના ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ થવાની સાથે જ હાઈડ્રો પાવર યુનિટો ચાલુ કરી વીજ ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવ્યું.

વિકિપીડિયા : ઉકાઇ બંધ તાપી નદી પર બંધાયેલો અને ગુજરાત રાજ્યમાં આવેલો બંધ છે. ઉકાઇ બંધ નું તળાવ વલ્લભ સાગર તરીકે ઓળખાય છે. આ બંધનું બાંધકામ 1972ની સાલમાં પૂર્ણ થયેલું અને તેનો હેતુ સિંચાઇ, જળ વિદ્યુત અને પૂર નિયંત્રણ છે. 62255 ચોરસ કિમીના સ્ત્રાવક્ષેત્ર અને 52000 હેક્ટર્સ વિસ્તારમાં પાણીના ફેલાવા સાથે આ બંધ ભાખરા નાંગલ બંધની સમાન ક્ષમતા ધરાવે છે. આ બંધ સુરતથી 94 કિમીના અંતરે આવેલો છે.


સિંચાઈ વિભાગના શિરે વધુમાં વધુ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદનની સાથે સાથે પુર નિયંત્રણ તથા સુરત શહેરને પુરના પાણીથી કોઈ જ નુકસાન ન થાય તે માટે ઉકાઈ બંધમાંથી ૨ લાખ ક્યુસેક્સ કરતાં વધુ પાણી નહીં છોડવાની જવાબદારી હતી, તથા ડેમના રૂલ લેવલ પણ જાળવવાના થતાં હતાં.

ઉકાઇ ડેમ ના ઉપરવાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડ્યો હતો


ચાલુ ચોમાસામાં તાપી નદીના કેચમેન્ટમાં ઉકાઈ ડેમ ના ઉપરવાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. ઉકાઈ બંધમાં ઈન્ફ્લો 3 લાખ 60 હજાર ક્યુસેક કરતાં વધુ હોવા છતાં ઉકાઈ બંધની હેઠવાસમાં આઉટ ફ્લો 1 લાખ 85 હજાર ક્યુસેક્સ સુધી મર્યાદિત રાખી પુર વ્યવસ્થાપનની ઉત્તમ કામગીરી કરાઈ છે.

મહત્તમ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન તથા હેઠવાસમાં સુરત શહેરને ધ્યાને લઈ વ્યવહારૂ તથા દુરંદેશી અભિગમ અપનાવી હવામાન વિભાગ દ્વારા આપેલ આગાહીઓ તથા સેન્ટર્લ વોટર કમિશન તરફથી આપવામાં આવેલી સંભવિત પાણીના આવરા અને સાથોસાથ બંધ સલામતીને પણ ધ્યાને રાખી જરૂરિયાત ઉભી થયે રૂલ લેવલ કરતાં વધારે લેવલ સુધી પાણી સંગ્રહિત કરી હતી‌.

ઓગસ્ટ-2022 માં 224 મિલિયન યુનિટ હાયડ્રો પાવરનું મહત્તમ ઉત્પાદન


આ પાણી હાઈડ્રો પાવર ઉત્પાદનમાં વાપરવામાં આવ્યું છે. જેથી ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટો દ્વારા માહે ઓગસ્ટ-2022 માં 224 મિલિયન યુનિટ હાયડ્રો પાવરનું મહત્તમ ઉત્પાદન કરેલ છે, જે ઉકાઈ બંધના બાંધકામ બાદ એટલે કે છેલ્લા પચાસ વરસમાં આ એક રેકોર્ડ છે. ચાલુ વર્ષે દેશ આઝાદીના 75 વર્ષની પૂર્ણતાના અવસરે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ અમૃત્ત વર્ષે આ એક રેકોર્ડ નોંધાયો છે. અગાઉ ઓગસ્ટ 2013 માં મહત્તમ 221.267 મિલિયન યુનિટ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન કરાયું હતું.


(ઓગસ્ટ 2022 માં વીજ ઉત્પાદન : અંદાજે રકમ 224 મિલિયન યુનિટ x રૂ. 3.50 પ્રતિ યુનિટ = રૂ. 7840 લાખ) ચાલુ ચોમાસા દરમ્યાન કુલ હાયડ્રો પાવર વીજ ઉત્પાદન 318.38 મિલિયન યુનિટ : અંદાજિત રકમ રૂ. 11143 લાખ)

વાંચો : 50 Famous London Museum and Bridge | જાણો લંડનનાં મ્યુઝિયમ અને બ્રીજ વિશે

The Times of India

Read more : Grave danger to Ukai dam: Gujarat govt

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

Gujarat university Degree Convocation
સમાચાર

ગુજરાત યુનિવર્સિટી સમાચાર 2023| Gujarat University Convocation 2023 | Gujarat university Degree Convocation

Degree Certificate Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પદવીદાન સમારંભ-2023 (gujarat university convocation) માટેનાં આવેદન ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીનાં પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું ડીગ્રી સર્ટીફિકેટ મેળવી શકે છે. અગાઉ ઓનલાઇન ફોર્મ અને

ગુજરાત

Gujarat Technological University 2007થી 2023 કેટલી બદલાઈ?

gujarat technological university (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી), જેને સામાન્ય રીતે GTU તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાત રાજ્ય, ભારતમાં ઘણી ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોને સંલગ્ન રાજ્યની યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે 16 મે 2007ના રોજ અસ્તિત્વમાં આવી હતી. લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video