ગુજરાતી ગઝલ : આવનારી સૌ ખુશીની વાત કરીએ – હર્ષ બ્રહ્મભટ્ટ

ગુજરાતી ગઝલ

Share This Post

ગુજરાતી ગઝલ : આ વર્ષનાં અંતે માણીએ હર્ષ બ્રહ્મભટ્ટની જાણીતી ગઝલ. આ ગઝલ સૌને જગાડનારી ગઝલ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. ગુજરાતી ગઝલ ના અદભુત શેર માણતા રહીશું.

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.

હરવખત શું મ્હાત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને મ્હાત કરીએ.

જેટલા સુંદર, સુઘડ ને સ્વચ્છ બાહર,
દોસ્ત અંદરથીય એવી જાત કરીએ.

હોઈએ ત્યાં મ્હેંકતું કરીએ બધુંયે,
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ.

જે મળ્યું એને કરી સૌથી સવાયું,
આવનારી કાલને સોગાત કરીએ.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ગુજરાતી ગઝલ
ગુજરાતી ગઝલ

ગુજરાતી ગઝલ ના અદભુત શેર

અમે રાખમાંથીયે બેઠા થવાના,

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !

ગુજલિટ મુજબ કવિનો પરીચય

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ પરિચય

જન્મ તારીખ : 07/31/1954
જન્મ સ્થળ : મહેસાણા, ગુજરાત


અભ્યાસ :

1) બેચરલ ઓફ સાયન્સ (૧૯૭૪)
2) માસ્ટર ઓફ સાયન્સ (૧૯૭૬)


વ્યવસાય :

–> ગુજરાત સરકારનાં વહીવટી વિભાગમાં


પુસ્તક :


કાવ્યસંગ્રહ : ગુજરાતી :
૧) એકલતાની ભીડમાં (૧૯૯૨)
૨) અંદર દીવાદાંડી (૨૦૦૨)
૩) મૌનની મહેફિલ (૨૦૦૯)
૪) જીવવાનો રિઆઝ (૨૦૧૦)
૫) ઝાકળ ને તડકાની વચ્ચે (૨૦૧૨)
૬) ખુદને ય ક્યાં મળ્યો છું ? (૨૦૧૨)
૭) કોડિયામાં પેટાવી રાત (૨૦૧૫)
૮) આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો’તો

उर्दू :
१) कंदील (1998)
२) सरगोशी (2004)
३) मेरा अपना आसमाँ (2011)
४) ख़ामोशी है इबादत (2013)

gujarati shayari | ગુજરાતી શાયરી | ગુજરાતી સાહિત્ય | ગુજરાતી કવિતા | ગુજરાતી ગઝલ | ગુજરાતી લેખક | કવિતા | Gujarati Kavi | Kavita | Ghanubadhu | desh bhakti shayari gujarati | gujarati gazal lyrics | Gazal

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને PM વિશ્વકર્મા યોજના લોન્ચ, 18 વ્યવસાયકારો ને થશે ફાયદો |PM Vishwakarma Yojana

PM વિશ્વકર્મા યોજના : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓ માટેની ‘PM વિશ્વકર્મા’ યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. PM Vishwakarma Yojana CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી

સમાચાર

અમીરગઢ તાલુકામાં વરસાદ પડતા જ વીજળી ગુલ,69 ગામડાઓમાં અસર

અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક અમીરગઢમાં છેલ્લે કેટલાય સમયથી ઈલેક્ટ્રીસીટી નાં ત્રાસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા 24 કલાક લાઇટની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો ચાર વરસાદી છાંટા પડતાં જ બતી ગુલ થઇ જાય છે. ત્યારે અમીરગઢ ની પ્રજા દ્વારા વીજ કર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video