પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (pramukh swami maharaj shatabdi mahotsav) ને લઇને એક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં વધતા જઇ રહેલી કોરોના મહામારીને પગલે અગાઉ ભારત સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. આ ગાઇડ લાઇનનો અમલ સોમવારથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખસ્વામીનગરની મુલાકાત માટે આવનારા લોકોને BAPS દ્વારા જાહેર કરવામાં આવેલી આ ગાઇડલાઇનનો અમલ કરવા માટેમું સુચન કરવામાં આવ્યું છે.
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ગાઇડ લાઇન
Guidelines of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav
- તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત
- સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવું
- શરદી ઉધરસ ધરાવતા લોકોએ મુલાકાત લેવી ટાળવા વિનંતી
- આગામી સોમવારથી આ નિયમોને કડકપણે અનુસરવામાં આવશે.
- સ્વયંસેવકો ઉપરાંત, મુલાકાતીઓને ફરજિયાત માસ્ક પહેરવા માટે સુચના
- મુલાકાતીઓએ માસ્ક નહી પહેર્યું હોય તો પ્રવેશ આપવામાં નહી આવે
- મુલાકાત દરમિયાન હાથ મેળવવાને બદલે નમસ્કારની મુદ્રા ઉપયોગ કરવા કહેવાયું છે
- તાવ, શરદી અને ઉધરસ હોય તેવા મુલાકાતીઆને નગરની મુલાકાત ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
- મોટી ઉમરના ડાયાબીટીશ, હ્યદય રોગ, કીડનીની બિમારી હોય તેવા મુલાકાતીઓ પર પણ પ્રતિબંધ
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ
BAPS દ્વારા આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની કમિટી દ્વારા આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ થતુ અટકાવવા માટે આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આગામી સમયમાં પ્રમુખસ્વામીનગરમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા પણ ટેન્ટ ઉભા કરવામાં આવશે.
જાણો કોણ છે પ્રમુખ સ્વામી મહારાજ
પ્રમુખ સ્વામી મહારાજનાં મોટીવેશનલ વિચારો
અગાઉ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ (pramukh swami maharaj shatabdi mahotsav) ની ઉજવણીના ભાગરૂપે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિદેશથી આવતા સત્સંગીઓ માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની સુચના આપી હતી. જેમાં વિદેશથી આવતા લોકોના કોરોનાના રિપોર્ટ બાદ જ મહોત્સવમાં ભાગ લેવા માટે સુચના આપવામાં આવી હતી.
પ્રમુખસ્વામીનગરમાં પ્રતિદિન બે લાખ જેટલા મુલાકાતીઓ આવી રહ્યા છે. જેને કારણે નગરમાં કોરોના ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે પણ આયોજન કર્યું છે. મુલાકાતીઓએ કોરોનાના વેક્સીનનો ત્રીજો ડોઝ ન લીધો હોય તેમને પણ ડોઝ લઇ લેવા માટે આરોગ્યવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.