ગીતા રબારી પરિચય : દીકરીને ગાય દોરે ત્યાં જાય અથવા દીકરી ઘરની ઠીકરી કહેવતને ખોટી પાડતું આ વ્યક્તિત્વ ગુજરાત માટે અજાણ્યું નહીં જ હોય. કચ્છનાં નાનકડા ગામમાં જન્મ લઇને પોતાની મહત્વકાંક્ષાઓને જીવતી રાખી ગીતા રબારી ગુજરાતની શાન બન્યા છે. આજે માલધારી સમાજ, રબારી સમાજ સાથો સાથે સમગ્ર ગુજરાતી સમાજ ગર્વથી કહે છે, રોણાની પડે એન્ટ્રી. આઓ જાણીએ ગીતાબેન રબારી વિશે ઘણું બધું.
ગીતા રબારી પરિચય
Gita Rabari Biography
ગીતાબેન રબારીનો જન્મ 31 ડીસેમ્બર 1996ના દિવસે કચ્છના જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો.ગીતા રબારીના પિતાનું નામ કાનજીભાઈ અને માતાનું નામ વેજુબેન રબારી છે.તેઓ સંતવાણી, ડાયરા, ભજન, લોકગીત તેમજ જાહેર કાર્યક્રમો અને લાઈવ કાર્યક્રમ આપે છે. તેમના 2 ગીતો રોણા શેરમા અને એકલો રબારી એ બે ગીતોના કારણે ખૂબ લોકપ્રિય થયા છે. કોની પડે એન્ટ્રી અને લેરી લાલા જેવા ગીતોને કારણે કચ્છની ધરાનો રણકો આજે વિશ્વભરમાં પ્રચલિત છે.
ગીતાબેન રબારી 5 માં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ તેમને સંગીત પ્રત્યે રૂચી કેળવાઇ હતી. તેઓ નાનપણથી જ શાળાનાં કાર્યક્રમથી જ તેમના કોકિલ કંઠનો પરીચય આપવો શરૂ કરી દિધો હતો. એમનાં અવાજને કારણે શાળાઓ અને આજું બાજુંનાં ગામના લોકો પણ ગીત ગાવા બોલાવતા હતા.આમ એમના સંગીત પ્રત્યેનાં ધગસને કારણે ધીરે ધીરે લોક પ્રચાર વધ્યો હતો.આ બાદ મોટા શહેરોમાં અને સ્ટેજ કાર્યક્રમો કરવા લાગ્યા હતા.
પાંચ વર્ષ પહેલાં આવેલાં તેમના ગીત રોણા શેરમાં ને કારણે તેમણે ગુજરાતી ગીતોમાં અલગ છાપ ઉભી કરી હતી. રોણા શેરમાં ગીત યુટ્યુબમાં જે-તે સમયે 8 કરોડ લોકોએ નિહાળ્યું હતું.જેને કારણે તેઓ ટૂંક જ સમયમાં જાણીતા ગીતકાર બની ગયા હતા. આજે તેમનું ગીત રોણા શેરમા રે 53 કરોડ વખત જોવાયું છે.
માતા સરસ્વતીના આર્શિવાદ મેળવનાર ગીતાબેન આજે એક સ્ટેજ પ્રોગ્રામ માટે આશરે 2 લાખ થી વધુ રકમ વસૂલે છે. આ રકમ પાછળ ઘણી બધી મહેનત પણ કરી છે. આજે ગીતાબેનનો અવાજ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતો છે.વિવિધ સ્ટેડિયમ હોય કે પછી કોઇ ટીવી શો કે પછી કોઇ સરકારી કાર્યક્રમ કેમ ન હોય આજે ગુજરાતી ગીત માટે ગીતાબેનને જ યાદ કરવામાં આવે છે.
geeta rabari family
ગીતાબેન રબારી પરિચય
Geeta Ben Rabari ના ફેસબુકમાં 2 મિલિયન ફોલાઅર્સ છે.
- ગીતાબેન રબારી (Geeta Ben Rabari) ના પિતા પહેલા વિવિધ સામાનના ફેરીયા કામ કરતા હતા. લકવાની બિમારીથી તેમણે તે કામ બંધ કર્યું હતુ.
- આફ્રિકા દેશમાં તેમણે તેમનો પહેલો વિદેશમાં કાર્યક્રમ કર્યો હતો
- આજે પૈસાદાર હોવા છતાં પણ કચ્છનાં નાનકડા ગામનાં મકાનમાં રહે છે.
- કચ્છી કોયલ ગણાતા ગીતાબેન રબારીએ આજ સુધી કોઇ પ્રકારની તાલીમ લીધી નથી.
- ગીત-સંગીતની દુનિયામાં કરોડો ખર્ચા કરીને પ્રવેશે છે તેમના માટે મોટું ઉદાહરણ છે.
- પોતાની મહેનતથી પોતાનું ઘરની સાથોસાથ અને પહેલી મોટરકાર સ્વીફ્ટ ખરીદી હતી.
- અમદાવાદના જાણીતા ગીતકાર કિંજલ દવે અને ગીતા રબારી બંને ખાસ મિત્રો છે.
આ લેખ પસંદ પડ્યો હોય તો શેર કરો અને કોમેન્ટ કરી ગીતા બેનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવજો.