BV Doshi Architect : જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષની વયે અવસાન થયું છે. વર્ષ 2022માં જ આર્કિટેક્ટના ક્ષેત્રનો વિશ્વનો સૌથી મોટો એવોર્ડ રોયલ ગોલ્ડ મેડલ 2022 એનાયત થયો હતો. 70 વર્ષની કારકીર્દિમાં બાલ કૃષ્ણ દોશીએ 100થી વધુ પ્રોજેક્ટ્સ કર્યા છે. અમદાવાદમાં અટિરા ગેસ્ટ હાઉસ,ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલોજી, અમદાવાદ સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, શ્રેયસ સ્કૂલ કેમ્પસ, પ્રેમાભાઈ હોલ, ટાગોર હોલ જેવી કળાકૃતિઓ તૈયાર કરી છે. તેમણે ભારતમાં આર્કિટેક્ટના ક્ષેત્રને એક નવી દિશા પણ આપી હતી. 2018માં પ્રીઝકર આર્કિટેક્ચર પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય આર્કીટેક્ટ બન્યા હતા.
બાલકૃષ્ણ દોશી વિશે ઘણું બધું
બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીનો જન્મ 26 ઑગસ્ટ 1927 એ એક ભારતીય સ્થપતિ (આર્કિટેક્ટ) હતા. તેઓ દક્ષિણ એશિયાના સ્થાપત્ય વર્ગમાં એક મહત્વની વ્યક્તિ માનવામાં આવે છે અને ભારતીય સ્થાપત્ય કળાના વિકાસમાં તેમનું યોગદાન નોંધનીય છે. તેમના નોંધનીય સ્થાપત્યોમાં ઈન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ બેંગ્લોર અને આગાખાન ઍવોર્ડ ઑફ આર્કીટેક્ચર મેળવેલ અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ ડેવેલોપમેંટ, ઈન્દોર નો સમાવેશ થાય છે. 2018માં પ્રીઝકર આર્કિટેક્ચર પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય આર્કીટેક્ટ બન્યા હતા.
BV Doshi Architect ની કારકિર્દી વિશે
- 1948માં એન્જિનિયરીંગના અભ્યાસ માટે તેઓ ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા હતા . પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોર્ડન આર્ટના અભ્યાસ દરમિયાન સ્થાપત્યના અભ્યાસની પ્રેરણા મળી હતી. મુંબઈની જે.જે.સ્કૂલ ઓફ આર્ટમાં 4 વર્ષ સ્થાપત્યનો અભ્યાસ કર્યો હતો.
બી. વી. દોશીને મળેલા પુરસ્કાર
- પ્રીઝકર આર્કીટેક્ચર પ્રાઈઝ, 2018
- પદ્મશ્રી, ભારત સરકાર,1996
- માનદ્ ડોક્ટરેટ યુનિવર્સીટી ઑફ પેન્સીલવાનીયા.
- ફ્રાસનો કલા ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ઑફિસર ઑફ ધ ઓર્દેર્ ઓફ્ આર્ટસ એન્દા લેટર્સ, 2011
- અરણ્ય કોમ્યુનીટી હાઉસિંગ નામના પ્રોજેક્ટ માટે 1993-1995 માટે 6ઠ્ઠો આગાખાન ઍવોર્ડ ફોર્ આર્કીટેક્ચર.
- એવોર્ડ રોયલ ગોલ્ડ મેડલ 2022
તેમના દ્વારા રચાયેલી બિલ્ડિંગ
bv doshi works
- 1967-71 – ઈ સી આઈ એલ ટાઉનશીપ, હૈદ્રાબાદ
- 1979-80 – સંગત, બી વી દોશીની ઑફીસ, અમદાવાદ
- 1972 – સેપ્ટ યુનિવર્સીટી (CEPT), અમદાવાદ
- 1962-74 – ઈંડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ, બેંગ્લોર.
- 1989 – નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ફેશન ટેકનોલોજી, દીલ્હી
- 1990 – અમદાવાદની ગુફા, અમદાવાદ
- અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ, ઈંદોર
- ઈફ્કો ટાઉનશીપ, કલોલ
- સવાઈ ગાંધર્વ, પુના
- પ્રેમાભાઇ હૉલ,અમદાવાદ
- ટાગોર મેમોરિયલ હૉલ,અમદાવાદ
- વિધ્યાધર નગર, જયપુર
- ઉદયન કોન્ડોવીલે, ઉદિત (HIG), ઉત્સવ (MIG) ઉત્સર્ગ (LIG) ૨૫૦૦ ઘર, કોલકત્તા
- ઈંડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ, લખનૌ
- ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઈંડોલોજી, અમદાવાદ
Read in English Who is B. V. Doshi ?