80 વર્ષનો પુરુષ... 53 વર્ષની સ્ત્રી : બે જુવાન હૈયાંની અફલાતુન લવસ્ટોરી - કાન્તિ ભટ્ટ |
80 year old man ... 53 year old woman: Aflatun love story of two young Haiyans - Kanti Bhatt
તમારો પતિ કોઈ મોટી મલ્ટિનેશનલ કંપનીનો ચેરમેન હોય કે ચાર કરોડની વસતિવાળા આફ્રિકન દેશનો પ્રમુખ હોય અને 80 વર્ષની ઉંમરે તમારો જન્મદિવસ યાદ રાખીને 2000 માઈલનો પ્રવાસ કરીને તમારો જન્મદિવસ ઊજવવા વિમાનમાં દોડ્યો આવે ત્યારે કઈ પત્ની આનંદથી પાગલ ન થાય ? દક્ષિણ આફ્રિકાના પ્રમુખ નેલ્સન મન્ડેલાએ પોતાના 80 મા જન્મદિવસે ગયા જુલાઈમાં 53 વર્ષની વિધવા ગ્રાચા માર્શેલ સાથે લગ્ન કર્યાં ત્યારે આ બંનેના પ્રેમની કહાણી શું છે તે જાણવા સૌ આતુર હતા. 15 જુલાઇ કાન્તિ ભટ્ટ નો જન્મદિન
80 વર્ષનો પુરુષ… 53 વર્ષની સ્ત્રી : બે જુવાન હૈયાંની અફલાતુન લવસ્ટોરી – કાન્તિ ભટ્ટ |
80 year old man … 53 year old woman: Aflatun love story of two young Haiyans – Kanti Bhatt
ગ્રાચા માર્શલ એ કાંઈ જેવી તેવી વિધવા નહોતી. મોઝામ્બિકના પ્રમુખ સામોરા માશેલની તે જીવનસંગિની અને ક્રાંતિની લડતમાં મોઝામ્બિકને સ્વતંત્ર કરવા ખભેખભા મિલાવીને લડનારી પત્ની હતી. પ્રમુખ કેનેડીની પત્ની જેક્વેલિન જેવી આ વિધવા નહોતી કે જે માત્ર મોજ અને પૈસા ખાતર ગ્રીક જહાજપતિ ઓનાસીસને પરણે. 53મા જન્મદિવસે ગ્રાચા તેના મોઝામ્બિકના રાજધાનીના શહેર માપુટોના દરિયાકાંઠાના નિવાસસ્થાને વિધિ ખાતર જન્મદિવસ ઊજવતાં હતાં ત્યારે એકાએક સરપ્રાઇઝ આપવા નેલ્સન મન્ડેલા દરિયાકાંઠે આવી પહોંચ્યા હતા. પંદરમી ઓક્ટોબરે 54મા વર્ષમાં પ્રવેશનારાં ગ્રાચા માશેલને કોઈ મહેણું ન મારે એટલે પ્રમુખ મન્ડેલા તેના સત્તાસ્થાનેથી રાજીનામું આપી દે તે પછી જ પરણવા રાજી હતાં. પણ પછી મન્ડેલાએ કહ્યું, ‘મારી એકલતા અસહ્ય છે. આજનો અવસર ચૂકીશું તો….. આટલા વેણથી ગ્રાચા માશેલ લગ્ન માટે તૈયાર થઈ ગયાં.
મોઝામ્બિક પોર્ટુગલ સરકારના તાબાનો નાનકડો આફ્રિકન દેશ હતો. 19 ઓક્ટોબર, ’75ના રોજ પોર્ટુગલ સરકાર સામે ગેરીલા યુદ્ધ લડીને સામેરા માર્શેલે સ્વતંત્રતા મેળવી અને મોઝામ્બિકના પ્રથમ પ્રમુખ બન્યા. પછી બરાબર 11 વર્ષે સામોરા માણેલ પોતાના પ્રમુખના વિમાનમાં જતા હતા ત્યારે એકાએક વિમાન તૂટી પડ્યું અને 19 ઓક્ટોબર, ’86ના રોજ તેમનું મોત થયું ત્યારે હજી દક્ષિણ આફ્રિકા સ્વતંત્ર થયું નહોતું. નેલ્સન મન્ડેલા હજીય જેલમાં હતા. ગ્રાચા માર્શેલ આજેય કહે છે કે દક્ષિણ આફ્રિકાની રંગભેદવાળી ગોરી સરકારે સામોરાનું ખૂન કરાવ્યું. ગ્રાચા માર્શલે પતિના મરણના શોકમાં પાંચ વર્ષ સુધી કાળાં વસ્ત્રો પહેર્યાં, અંદરથી તે સાવ તૂટી પડ્યાં હતાં. દર વર્ષે 19 ઓક્ટોબરે ગ્રાચા માર્શલ પતિની કબર પાસે જાય છે અને તેમની મરણતિથિને ભક્તિપૂર્વક પાળે છે.
સામોરા માર્શલને ગ્રાચાથી થયેલો એક પુત્ર અને પુત્રી છે. ઉપરાંત ગ્રાચા માર્શલે દત્તક લીધેલાં પાંચ બાળક પણ છે. તેમાં સામોરાએ પ્રથમ લગ્ન કરેલાં તેનું બાળક પણ છે. ગ્રાચા માર્શલે મન્ડેલા સાથે લગ્ન કર્યાં છતાં આજેય મોઝામ્બિકમાં તેમને મોઝામ્બિકની ફર્સ્ટ લેડી ગણવામાં આવે છે. મન્ડેલા સાથે લગ્ન કર્યાને ચારેક મહિના થયા છે પણ પોતાનું નામ ગ્રાચા મન્ડેલા રાખ્યું નથી, માપુટોમાં ગયે મહિને ગ્રાચાએ નેલ્સન મન્ડેલાને વિધિસર પોતાના પતિ તરીકે પત્રકારો સમક્ષ રજૂ કર્યા ત્યારે હસતાં હસતાં પત્રકારોને મન્ડેલાએ કહ્યું, ‘હું પણ મારું નામ બદલવાતો નથી. એટલે તેને નામ ન બદલવાની છૂટ છે.
હિન્દ મહાસાગરના કિનારે ગ્રાચા માર્શલનું સુંદર ઘર છે. એક જમાનામાં ગ્રાચા માશેલ માટીવાળા ઘરમાં અભણ માતાને હાથે ઊછર્યાં હતાં. આજનું ગ્રાચાનું ઘર માટીનાં ઝૂંપડા કરતાં અલગ જાતનું છે. તેમના બંગલામાં તેમના પતિ અને મોધામ્બિકના ભૂતપૂર્ણ પ્રમુખ સામોરાની આદમ કદની છબી છે. તે છબીની નીચે પ્રમુખ નેલ્સન મન્ડેલા જ્યારે પણ આવે ત્યારે બેસે છે. આ તેમની ફેવરીટ જગા છે.
તમે ગ્રાચા કે મન્ડેલાને મળો ત્યારે ગ્રાચાએ મન્ડેલાના હદયને કઇ રીતે કબજે કર્યું હશે તેનું રહસ્ય શોધવામાં સમય નહીં લાગે. ગ્રાચા જગતની એકમાત્ર સ્ત્રી છે જે બે દેશોના પ્રમુખને પરણ્યાં હોય. એકદમ પડછંદ કાયા ધરાવતી આ માનુની આફ્રિકન સુતરમાંથી વણેલાં સુતરાઉ કપડાં જ પહેરે છે. તેનો સ્વભાવ સ્કૂલની માસ્તરાણી જેવો છે. બોલે છે ત્યારે તે ધ્યન ઉષ્મા સાથે બોલે છે. આવા ઉષ્માભર્યા સ્વભાવને કારણે જ ગ્રાચા માર્ગ મોઝામ્બિકની પ્રથમ કાળાં શિક્ષિકા બન્યાં હતાં.
નસીબજોગે ગ્રાચાને લિસ્બન યુનિવર્સિટીમાં ભણવા માટે સ્કોલરશિપ મળી. પોર્ટુગલની આ રાજધાનીના શહેરમાં ભણવા ગઈ ત્યારે ગ્રાચાન મગજને તેના દેશની ગુલામીનું મહેણું કોરી ખાતું હતું. તેમણે ગુપચુપ મોઝામ્બિક લિબરેશન ફ્રન્ટમાં સભ્ય બનીને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામિકા તરીકે નામ નોધાવ્યું. સામોરા માગેલ સાથે તેણે જંગલમાં ગેરીલા યુદ્ધ કર્યું. સ્વતંત્રતા મળ્યા પછી 29 વર્ષની વયે ગ્રાચા આફ્રિકન દેશની પ્રથમ મહિલા કેબિનેટ પ્રધાન બન્યાં. માસ્તરાણી હતાં એટલે તેમને તેમના પતિએ કેળવણીપ્રધાન મોઝામ્બિકના પ્રમુખની માતા અભણ હતાં અને ગ્રાચાની મા પણ અભણ હતી. 93 ટકા વસતિ નિરક્ષર હતી. સામોરા અને ગ્રાચાએ જંગલની એકલતામાં લગ્ન કર્યાં હતાં.
ગ્રાચાને જુઓ તો નેલ્સન મડેલાની આગલી પત્ની વિની મન્ડેલા કરતાં ઘણી વિરોધાભાસ લાગે. ગ્રાચા અતિ વિદ્વાન. વિની મન્ડેલા કિન્નાખોર અને ભાગ્યે જ પુસ્તક વાંચનારી. વિની મન્ડેલા પરદેશી વસ્ત્રો, પરફ્યુમ અને અલ્ટ્રામોડર્ન જૂતાં વાપરે છે ત્યારે ગ્રાચા સાદાં આફ્રિકન વસ્ત્રો પહેરે છે. વિની મન્ડેલા પર કેટલાય ખૂનના આરોપ છે. ત્યારે ગ્રાચાને સંયુક્ત રાષ્ટ્રસંઘે કામ સોંપ્યું છે કે જગતમાં સ્વાતંત્ર્યની લડાઈ કરનારા સૈનિકોનાં નિરાધાર બાળકોની શું હાલત છે તેનો અહેવાલ લખે, ગ્રાચાના આ કામ માટે તેને રાષ્ટ્રસંઘે લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપેલો છે. મન્ડેલા અને ગ્રાચા બંને ગયે મહિને રાષ્ટ્રસંઘમાં સાથે હાજર રહ્યાં ત્યારે બંનેને તાળીઓથી જે રીતે વધાવાયાં તેવું રાષ્ટ્રસંઘના ઇતિહાસમાં બન્યું નથી. ગ્રાચાએ હજુ સુધી મન્ડેલા સાથે તેમને કેમ પ્રેમ થયો તે કોઈ પત્રકારને કહ્યું નથી. પણ લંડન સન્ડે ટેલિગ્રાફની ક્રિસ્ટીના લેમ્બ નામની પત્રકાર ગ્રાચાની પાછળ પડી ગઈ ત્યારે થોડી પ્રેમકથાની વાત કરી. અંદરખાને ગ્રાચા આ પ્રેમપ્રકરણને કહેવા બહુ આતુર છે પણ વિગતવાર પ્રેમકહાણી તે આત્મકથારૂપે લખવા ધારે છે. મનની લાગણીનો વિરોધાભાસ એટલો બધો છે કે એક બાજુથી પ્રેમની વાત સંતાડે છે અને બીજી બાજુ તેમના ડાબા હાથમાં નેલ્સન મન્ડેલાએ 18 જુલાઈ, 1998ના રોજ જે હીરાની વીંટી પહેરાવેલી તે સતત પત્રકારને બતાવે છે. મન્ડેલાએ આપેલી હીરાની વીંટીની આજુબાજુ ચાંદી મઢેલી છે. પછી બે સોનાની ગોળાકાર પટ્ટી છે. તે વીંટી બતાવીને કહે છે, ‘આ મન્ડેલાની ભેટ છે. મેં તો તેના 80મા જન્મદિવસે મારી જાતની ભેટ આપી દીધેલી,’ આવી વીંટી બતાવીને તુરત પછી બીજી વીંટી પણ બતાવે છે અને કહે છે, આ વીંટી સામોરા માર્શલની છે. એ વીટીંમા હીરા નથી, ચાંદી નથી, સોનું નથી. એક સ્વાતંત્ર્યસેનાનીએ લગ્ન વખતે તેની પ્રેમિકાને આપેલી માત્ર તાંબાની વીંટી છે. આ વીંટી તેમણે વચલી આંગળીમાં પહેરી રાખી છે. બે પુરુષોને સતત ચાહનારી આ આધુનિક કાળી દ્રૌપદી છે જે એક જીવતા પ્રેમીને અને બીજા મરેલા પ્રેમીને સરખો પ્રેમ કરે છે.
ગ્રાચાનો મન્ડેલા સાથે ગાઢ પરિચય કઈ રીતે થયો ? ઓક્ટોબર 1986 માં વિમાનના અકસ્માતથી સામોરાનું મોત થયું ત્યારે જ પ્રથમ વાર બંનેનો સંપર્ક થયો. તે પણ ખૂબ દૂરથી. પોતાની જેલની કોટડીમાં બેઠેલા નેલ્સન મન્ડેલાએ સામોરાના મોતના સમાચાર સાંભળ્યા ત્યારે તે ખાઈ શક્યા નહીં. ઊંધી શક્યા નહીં. તેમણે ગ્રાચાને એક પત્ર લખ્યો. તે વખતે તેણે પોતાના અને વિની મન્ડેલા તરફથી આશ્વાસનનો પત્ર લખેલો, 27 વર્ષ જેલની કોટડીમાં રહેલા આ નિર્દોષ માનવીને ખબર નહોતી કે વિની મન્ડેલા ત્યારે તે સમયે જેલબહાર બીજા પુરુષ સાથે મોજ માણતી હતી. મન્ડેલાનો પત્ર મળતાં જ ગ્રાચાના હૃદયને સ્પર્શી ગયો. ગ્રાચાએ મન્ડેલાને લખ્યું : દરેક બગીચામાં એક ફૂલ હોય છે જે બીજાં ફૂલ કરતાં વધુ બ્યૂટીફુલ હોય છે અને એ બીજાં બધાં ફૂલો કરતાં બહેતર પણ લાગે છે. એ પછી તેણે એક વધુ નોંધ વિની મન્ડેલા માટે લખી અને લખ્યું : ‘મારા જીવનની આ વેદનાની પળે હું તમારા દાખલા પરથી પ્રેરણા મેળવું છું. આપણે રૂબરૂ મળીશું ત્યારે હું મારો અહોભાવ મારી આંખથી વ્યક્ત કરીશ.’
ગ્રાચા પોતાના પતિના વિરહને સહન કરી શકતાં નહોતાં. એકદમ ડિપ્રેશનમાં રહેવાં લાગ્યાં. ગ્રાચાએ કહ્યું: ‘હું બહુ સ્ટ્રોંગ વુમન નથી. મે વિરહ સહન ન થવાથી કેળવણીપ્રધાન તરીકે રાજીનામું આપી દીધું. મારાં સાત બાળકોને ઉછેરવામાં તમામ ધ્યાન આપ્યું અને એ પછી રાષ્ટ્રસંઘનાં બાળકોના કાર્યક્રમ માટે કામ કરવા લાગી. પણ પછી મને લાગ્યું કે હું હવે કદી પહેલાં જેવું પુરુષ સાથેની સાથીદારીનું સુખ મેળવી શકીશ નહીં.”
પણ પોતાના જીવનમાં પરિવર્તન લખાયું હતું. વિધાતા એવું પરિવર્તન અને સુખ ઇચ્છતા હતા. 1990 માં મન્ડેલાએ મોઝામ્બિકની મુલાકાત લીધી ત્યારે બંને મળ્યાં. દક્ષિણ આફ્રિકાની સરકારે મન્ડેલાને રોબીન આઇલેન્ડમાંથી છોડ્યા પછી તે માપુટો આવ્યા હતા. એ પછી ફરી વાર 1993 માં ગ્રાચાને એક એવોર્ડ આપવાનો હતો ત્યારે મન્ડેલાને તેના દેશમાં મળ્યા. તે સમયે મન્ડેલાએ ગ્રાચાને કહ્યું: ‘આ તમારાં સાત બાળકો મને ઉછેરવા આપી દો. હું તેનો ગોડફાધર બનવા માગું છું.’ ગ્રાચા તેના પ્રેમનું વર્ણન પોતાને મોઢે કરે છે.
મને અને મન્ડેલાને પ્રથમ નજરે પ્રેમ થયો નહોતો. સામોરા સાથે પણ પ્રથમ નજરે પ્રેમ થયો નહોતો. પ્રેમમાં પડવું તે એક ચિનગારી જેવું છે. એ ચિનગારીની ચમક બે જણને જોડે છે. સામોરા સાથે પરિચય પછી ઘણા સમયે એવા પ્રેમનો ઝબકારો થયો. એ રીતે જ મન્ડેલા સાથે થોડું રહ્યા પછી એકાએક પ્રેમનો સ્પાર્ક થયો.’
મન્ડેલાને પણ આ પ્રેમની જાણ થઈ. મન્ડેલા પોતે ઇચ્છતા હતા કે તેને કોઈ પ્રેમાળ સાથ મળે. 1994 માં મન્ડેલા પ્રમુખ થયા ત્યારે તેઓ જગતમાં સૌથી વધુ પંકાયેલા રાજપુરુષ હતા. જર્મનીના વડાપ્રધાન હેલમટ કહોલથી માંડીને સ્પાઈસ ગર્લ સુધીની જગતની સેલિબ્રિટીઓ મન્ડેલાને ચાહતી હતી. 27 વર્ષે જેલમાંથી નીકળ્યા ત્યારે તેમની સામે ઠંડીગાર વિના આવી. 1995 માં તેણે વિનીથી છૂટાછેડા લીધા. મન્ડેલાએ છૂટાછેડા લેતી વખતે કોર્ટને કહ્યું કે જેલમાંથી હું છૂટીને પ્રથમ રાત્રે વિનીને મળ્યો ત્યારે આખી જિંદગીમાં પ્રથમ વાર મને લાગ્યું કે મારા જેવો એકલો પુરુષ કોઈ નહીં હોય. એ ભેંકાર એકલતા વર્ણવવી મુશ્કેલ છે. મન્ડેલાએ ભરી કોર્ટમાં કહ્યું : ‘જેલમાંથી છૂટયા પછી વિની કદી મારા બેડરૂમમાં આવી નહીં. એ પછી જ્યારે પણ શનિ-રવિની રજા આવે ત્યારે મન્ડેલા મોઝામ્બિક જઈને ગ્રાચા સાથે ગાળતા.
આજે મન્ડેલા અને ગ્રાચા બંને કહે છે કે “આ જગતમાં અમે બંને સુખીમાં સુખી યુગલ છીએ.’ માત્ર તે બંનેના સુખની ઇર્ષ્યા કરનાર એકલી વિની મન્ડેલા છે. ગ્રાચાનો સંકલ્પ છે કે મન્ડેલા સાથેના તેનાં લગ્નથી તેના જીવનમાં મોભાવાળું કોઈ પરિવર્તન નહીં આવે. મન્ડેલા માપુટો આવે ત્યારે ત્રણ ત્રણ ખટારા ભરીને સિક્યોરિટી ગાર્ડ સાથે આવે છે, કારણ કે તે પ્રમુખ છે પણ પ્રમુખપત્ની તરીકે ગ્રાચાએ એક પણ સિક્યોરિટી ગાર્ડ રાખવાની ઘસીને ના પાડી દીધી છે. આ ગજબનું લગ્ન છે. જેમ ગ્રાચા માર્શલે તેનું નામ બદલ્યું નથી તેમ તેનો નિવાસ પણ બદલ્યો નથી. નેલ્સન મન્ડેલા તેમને હજીય 50 મિનિટની વિમાનયાત્રા કરીને મળવા આવે છે. ઘણી વખત બંને સાથે સમુદ્રકિનારે ચાલવા જાય ત્યારે મન્ડેલા થાકી જાય છે તો ગ્રાચા પગ દબાવી દે છે. હસતાં હસતાં ગ્રાચા કહે છે. પ્રિટોરિયામાં (દક્ષિણ આફ્રિકા) રાજકારણનો ભાર ઉપાડીને ઘણી વખત લંચ વખતે મન્ડેલા બેહોશ જેવા થઈ જાય ત્યારે ડૉક્ટર પાસેથી બીમારીનું સર્ટિફિકેટ લઈને સિક લીવ સાથે મને મળવા આવે છે.’
આ મહાન પ્રેમિકાને સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસચિવ તરીકે નીમવા માટે ઓફર મળી રહી છે એટલું જ નહીં, 2003ની મોઝામ્બિકની ચૂંટણીમાં ઊભા રહીને પ્રથમ મહિલા પ્રમુખ બનવાનો મોકો પણ મળનાર છે. પણ બંને માટે તે ના પાડી દે છે. પ્રમુખપદેથી મન્ડેલા નિવૃત્ત થશે ત્યારે સ્ત્રી સાસરે જાય તેમ મન્ડેલા તેના સાસરે રહેવા આવશે. ગ્રાચા કહે છે, ‘મલા અને મારાં બાળકો (મોઝામ્બિકનાં બાળકો)ને પૂર્ણ સમયનો પ્રેમ કરવામાં મારે બાકીનું જીવન વિતાવવું.
કાન્તિ ભટ્ટ (23-11-98)
કાન્તિ ભટ્ટ (Kanti bhatt)નો તલસ્પર્સી રિસર્ચ બેઝ આર્ટીકલ. આજે એમનાં જન્મદિને. આ વાર્તા નહીં પરંતું આર્ટીકલ છે જે રીસર્ચ બેઝ જર્નાલિઝમનું ઉદાહરણ છે. એમના જન્મદિને 1998નો આર્ટીકલ એમનાં પુસ્તક માનવસિદ્ધિનાં સોપાનો માંથી સાભાર.