બનાસકાંઠા : જનરલ હોસ્પિટલ પાલનપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ દાંતીવાડા ખાતે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
પાલનપુર માં માનસિક સ્વાસ્થ્યની ચર્ચા માટે માનસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોવૈજ્ઞાનિકો ની ટીમની મદદથી વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી કાળમાં પરીક્ષા બાબતે રહેતું ટેન્સન તેમજ માનસિક રીતે હતાશાને દૂર કરવા માટેની ચર્ચા તેમજ ઉપાયો સૂચવાયા.
મનોવૈજ્ઞાનિકો ની ટીમની મદદથી પાલનપુર ના વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી
સોશિયલ મીડિયામાં માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડવાને કારણે આ કાર્યક્રમને વિદ્યાર્થીઓએ પણ આવકાર્યો હતો. આ પ્રોગ્રામ ને સફળ બનાવવામાં જનરલ હોસ્પિટલ ના સાયક્યાટ્રીસ્ટ ડો. કૃણાલ, સી.ડી.એમ.ઓ પ્રણામી અને માનસ સંસ્થા ના પ્રમુખ ડો.નયન સોલંકી નો સહયોગ પ્રાપ્ત થયો હતો.
The science of psychology benefits society and enhances our lives.