જૈન ધર્મનાં તિર્થંકરો | જૈન ધર્મની વાતો આજે જાણવી જરૂરી થઇ પડી છે. હિંસાનાં મુલ્યોને બળે આપણે આજે જીવી રહ્યા છીએ ત્યાંથી પાછા વાળવા આપણને સારા મુલ્યોનો સહારો જોઇશે. આપણે આજે ઘણું બધું ચૂકી ગયા છીએ. આમ તો ચૂકી જવુંનો પર્યાય ભૂલી જવું પણ થાય. ઘણું બધુંનાં પ્રકલ્પબીજ રૂપે દર ગુરૂવારે તિર્થંકરવાણીમાં તિર્થ શાહ તિર્થંકરો વિશે જણાવી રહ્યા છે. આમ તો જૈન સમુદાયનાં સંશોધન બાદ ઘણાં લોકો ઘણું બધું લખી શકે. પરંતું અમે અહીં પ્રયાસ કર્યો છે કે જૈન ધર્મની વાત જૈન ધર્મ સાથે જોડાયેલ વ્યક્તિ વાત કરે તો એમાં થોડા ગુણનો પણ ઉમેરો થાય. આજેથી જૈન ધર્મનાં બીજા તિર્થંકર અજિતનાથની વાત. |Jain Dharm na Tirthankaro|
સરસ્વતીનો સુયોગ સાધનારી વિજયા દેવી નામે માતા
જેનું નામ દુનિયાની બધી જ જિત આપે છે અને જેના સ્મરણથી અજિતત્વ પ્રાપ્ત થાય છે એવા પ્રાતઃ વંદનીય અજિતનાથ પરમાત્માના જીવન વિશે આપણે જાણીએ. અજિતનાથ ભગવાનના કુલ 3 ભવ થયા હતા . અજિતનાથ ભગવાનના આત્માએ વિમલવાહન રાજાના ભાવમાં વીશસ્થાનક તપની આરાધના કરી હતી . તપ દ્વારા તેઓએ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું હતું . તેમના પિતા જેઓ સૂર્ય અને ચંદ્રેના સમાન ગુણ ધરાવનારા જિતશત્રુ નામે રાજા હતા. તેઓને જાણે લક્ષ્મી અને સરસ્વતી નો સુયોગ સાધનારી વિજયા દેવી નામે માતા હતી. વૈશાખ માસની શુક્લ ત્રયોદશીના દિવસે રોહિણી નક્ષત્ર માં ભગવાન માતા ની કુક્ષિ માં આવ્યા હતા . પુત્રનું માતાની કુક્ષિમાં અવતરણ થતા માતા એ 14 દિવ્ય સ્વપ્ન જોયા જે અચિંત્ય ફળદાયી હતા .
પવિત્ર ચોથા પ્રહરમાં વિજયાદેવીએ ચૌદ સ્વપ્નો જોયાં
રાત્રિના અતિ પવિત્ર ચોથા પ્રહરમાં વિજયાદેવીએ ચૌદ સ્વપ્નો જોયાં. તેમાં પ્રથમ સ્વપ્નમાં મધના સુગંધથી ભ્રમરાનું મંડળ જેના ઉપર ભ્રમણ કરી રહ્યુ હતુ. એવા અને ગજનાએ મેઘને ઉલ્લંઘન કરનાર અરાવત હસ્તી જેવા હસ્તી જોયા.બીજું સ્વપ્ન ઊંચા શૃંગવડે સુંદર શરઋતુના મેઘ જેવા શ્વેત અને સુંદર ચરણવાળા જાણે જંગમ કૈલાસ પર્વત હાય તેવા વૃષભ જોયા.ત્રીજું સ્વપ્ન ચંદ્રકળા જેવા વક્ર નખાથી અને કુકુમ તથા કેસરના વર્ણને ઉલ્લંઘન કરનારી કેશરાથી પ્રકાશમાન થતા યુવાન કેસરીસિંહને જોયો. ચોથા સ્વપ્ને હસ્તી બ ‘ને તરફ પૂર્ણ કુંભને ઊંચા કરી જેના ઉપર અભિષેક કરી રહ્યા છે એવી અને કમળના આસનવાળી લક્ષ્મીદેવીને જોઈ. પાંચમું સ્વપ્ન વિકાસ પામેલાં પુષ્પોની સુગંધવડે દિશાઓના ભાગને સુગંધમય કરનારી પુષ્પોની માળા જાણે માકાશનુ પ્રવેયક આભૂષણ હોય તેમ આકાશમાં રહેલી જોઇ. છઠ્ઠું સ્વપ્ન સંપૂર્ણ મડળવાળા હોવાથી અવસર વિના પૂર્ણિમાને બતાવતા અને ચદ્રિકાથી આકાશને તરગિત કરતા ચંદ્ર જોયા. સાતમા સ્વપ્ને પ્રસરતા કિરણાથી ‘અંધકારસમૂહને નાશ કરતા અને રાત્રિએ પણ દિવસને વિસ્તારતા સૂર્ય જોયા.
આઠમે સ્વપ્ને કલ્પવૃક્ષની જાણે શાખા હાય અને રત્ન ગિરિનુ’ જાણે શૃંગ હાય તેવી આકાશગામી પતાકાઓ અંકિત થયેલા રત્નમય ધ્વજ જોવામાં આવ્યો. નવમે સ્વપ્ને વિકાસ પામેલાં શ્વેત કમળાથી જેનું મુખ આચ્છાદિત થયેલું છે, એવો મંગળ ગ્રહ તુલ્ય સુંદર પૂર્ણ કુંભ જોયા. દશમે સ્વપ્નું લક્ષ્મીદેવીનાં જાણે આાસનૉ હાય તેવાં કમળાથી ચોતરફ અતિ થયેલુ અને સ્વચ્છ જળના તરંગાથી મનોહર એવુ પદ્મસરાવર જોયુ. અગિયારમે સ્વપ્ને ઉપરાઉપર આવતા કલ્લોલ થી અને ઉછળતા જળ થી જાણે આકાશમાં રહેલા ચંદ્રને આલિંગન કરવાને ધારતા હાય તેવો સમુદ્ર જોયા. બારમે સ્વપ્ને જાણે અનુત્તર વિમાનમાંહેતુ એક વિમાન આવ્યુ. હોય તેવું વિચિત્ર રત્ન મય ઉત્તમ વિમાન જેવામાં આવ્યું. તેરમે સ્વપ્ન નગમાં (પૃથ્વી) એ જાણે રત્નાનુ સર્વસ્વ પ્રસવ્યુ’ હોય” તેવો ઘણી ક્રાંતિના સમૂહવાળા ઉન્નત રત્નપુજ જોવામાં આવ્યા. ચૌદમે સ્વપ્ને લેાકયમાં રહેલા સમગ્ર તેજસ્વી પદાર્થ ના જાણે તેજ પુંજ એકત્ર કર્યાં હોય તેવો નિધૂમઅગ્નિ જેવામાં આવ્યો. એવી પરિપાટીએ એ ચૌદ સ્વપ્ને વિજયાદેવીને પેાતાના મુખકમળમાં ભ્રમરાની પેઠે પ્રવેશ કરતા જોવામાં આવ્યાં.
વિજ્યાદેવીએ ગજલાંછનવાળા એક પુત્રને જન્મ આપ્યો
એમ નવ માસ અને સાડામાઠ દિવસ વ્યતીત થયે માઘ માસની શુકલ અષ્ટમીને દિવસે શુભ મુહુતૅ સર્વ ગ્રહે ઊંચ સ્થાને રહ્યા હતા. તે સમયે રોહિણી નક્ષત્રમાં સત્ય અને પ્રિય વાણી જેમ પુણ્યને જન્મ આપે તેમ વિજ્યાદેવીએ ગજલાંછનવાળા એક પુત્રને જન્મ આપ્યો. દેવીને અને પુત્રને પ્રસવ સંબંધી કાંઇ પણ દુઃખ થયું નહી; કારણ કે તીર્થંકર કરાના તે સ્વાભાવિક પ્રભાવ છે. તે સમયે અકાળે ઉત્પન્ન થયેલ, મેઘ વિનાની વિજળીના પ્રકાશ જેવા ક્ષુવાર ત્રણ ભુવનમાં ઉદ્યોત થઈ રહ્યો. શરદઋતુમાં પાંથાને વાદળાંની છાયાના સુખની જેમ ક્ષણુવાર નારકીઓને પણ સુખ ઉત્પન્ન થયું. શરઋતુમાં જળની જેમ સર્વ દિશામાં પ્રસન્નતા થઈ અને પ્રાતઃકાળે કમલાની જેમ લોકોને અધિક ઉલાસ થયો. ભૂમિમાં પ્રસરતો પવન જાણે ભૂતલમાંથી ઉત્પન્ન થતા હોય તેમ અનુકૂળ થઈ દક્ષિણ તરફ મદમર્દ થાવા લાગ્યા, ચોતરફ શુભસૂચક શુકન થવા લાગ્યાં, કારણ કે મહાત્માના જન્મથી સ સારું જ થાય છે.56 દિકકુમારી દ્વારા પ્રભુ નું સૂતિકા કર્મ થયું.
પ્રભુ અજિતનાથ જયારે મોટા થયા ત્યારે સેંકડો રાજ કન્યા સાથે પાણિગ્રહણ કરવામાં આવ્યું. સમય જતા અજિતનાથ ભગવાને સંયમ અંગીકાર કરવાનું વિચાર્યું ત્યારે નવ લોકાંતિક દેવ ની વિનંતિ સ્વીકારી અને એક વર્ષ સુધી વર્ષીદાન આપ્યું . તે પછી દેવતાઓને પણ દુર્લભ એવાં ત્રણ રત્નાને મહેણુ કરવાની ઇચ્છાવાળા પ્રભુએ રત્નાલંકાર વિગેરે સવ આભૂષણા ઉતાર્યા. અને ઈંદ્રે આપેલુ એવું અદ્ભૂષિત દેવદૃષ્ય પ્રભુએ ઉપધિ સહિત ધમ’ ખતાવવાને માટે ગ્રહણ કર્યુ, માથ માસની ઉજ્જવળ નવમીને દિવસે ચંદ્ર રોહિણીનક્ષત્રમાં આવ્યા તે તેવે સમયે સસસ્જીદ વૃક્ષની નીચે પ્રભુએ છઠ્ઠને તપ કરીને સાયંકાળે રાગાદિકની જેમ પોતાના સવ કેશના પાંચ મુષ્ડિએ સ્વયમેવ લોચ કર્યાં. સૌધમેન્દ્રે તે કેશને પોતાના ઉત્તરીય વસ્રના છેડામાં પ્રસાદથી મળેલા અશ્વની જેમ ગ્રહણ કર્યાં અને ક્ષણ વારમાં પ્રભુના તે કેશ વહાણમાં મુસાફરી કરનાર જેમ સમુદ્રમાં પૂજનદ્રષ્ય નાંખે તેમ ક્ષીરસમુદ્રમાં ક્ષેપન કર્યો. પછી પાછા વેગે આવીને સુર, અસુર અને નરેશના કાલાહળને જાણે મૌનમંત્રનું સ્મરણ કરાવતા હોય તેમ મુષ્ઠિ સંજ્ઞાથી ઈન્દ્રે નિવૃત્ત કર્યાં;
સિદ્ધોને નમસ્કાર કરી સામાયિકને ઉચ્ચતા પ્રભુ મેાક્ષમાગ માં વાહનતુલ્ય એવા ચારિત્રરૂપી રથ ઉપર આરૂઢ થયા. દીક્ષાનુ જાણે સહેાદર હાય તથા સાથે જન્મ પામ્યું હાય તેમ ચેાથુ’ મનઃપર્વ જ્ઞાન તે જ વખતે પ્રભુને ઉત્પન્ન થયું. તે વખતે ક્ષણવાર નારકીના જીવને પણ સુખ થયું અને ત્રણ જગતમાં વીજળીના ઉદ્યોત જેવા પ્રકાશ થઈ રહ્યો. પ્રભુની સાથે એક હજાર રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી, કારણ કે ભગવાન અજિતનાથ ના ચરણને અનુસરવારૂપી વ્રતવાળા પુરુષોને એ જ ઉચિત છે. પછી જગત્પત્તિને પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી, અચ્યુતાદિ સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુનો ધ્યાનરૂપી અગ્નિ દીપાયમાન થવાથી અગ્નિથી બની જેમ તેમનાં ઘાતિકમાં સર્વ તરફથી લય પામી ગયા અને પોષ માસની શુકલ એકાદશીને દિવસે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યા હતા એવા પ્રભુને ઉજ્જવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
પંથડો નિહાળું બીજા જીન તનું,અજિત અજિત ગુણ ધામ જે તે જીત્યા તીણ હું, જિત્યો પુરૂષ કિસ્યું મુજ નામ
જૈન ધર્મનાં ચોવીસ તિર્થંકરો કોણ છે?
જૈન શાસ્ત્રો મુજબ કુલ 24 તિર્થંકરો થયા છે. જૈન ધર્મની સ્થાપના ઋષભદેવે કરી હતી. જૈન ધર્મનાં પ્રથમ તિર્થંકર ઋષભદેવ હતા. મહાવીર સ્વામી 24માં તિર્થંકર હતા. મૂળે તિર્થંકરનો અર્થ પવિત્ર કરનાર એવો થાય છે. પ્રથમ તિર્થંકર ઋષભદેવ એટલે કે આદિનાથનું પ્રતિક વૃષભ છે. એમ ક્રમશ: જોઇએ.
જૈન ધર્મનાં બીજા તિર્થંકર અજીતનાથ છે. બીજા તિર્થંકર અજીતનાથનું પ્રતિક હાથી છે.
જૈન ધર્મનાં ત્રીજા તિર્થંકર સંભવનાથ છે. ત્રીજા તિર્થંકર સંભવનાથનું પ્રતિક ઘોડો છે.
જૈન ધર્મનાં ચોથા તિર્થંકર અભિનાથ છે. ચોથા તિર્થંકર અભિનાથનું પ્રતિક વાનર છે.
જૈન ધર્મનાં પાંચમા તિર્થંકર સુમતિનાથ છે. પાંચમા તિર્થંકર અજીતનાથનું પ્રતિક કૌંચ છે.
જૈન ધર્મનાં છઠ્ઠા તિર્થંકર પદ્મપ્રભુ છે. છઠ્ઠા તિર્થંકર પદ્મપ્રભુનું પ્રતિક પદ્મ છે.
જૈન ધર્મનાં સાતમા તિર્થંકર સુપાર્શ્વનાથ છે. સાતમા તિર્થંકર સુપાર્શ્વનાથનું પ્રતિક સ્વસ્તિક છે.
જૈન ધર્મનાં આઠમા તિર્થંકર ચંદ્રપ્રભુ છે. આઠમા તિર્થંકર ચંદ્રપ્રભુનું પ્રતિક ચંદ્ર છે.
જૈન ધર્મનાં નવમા તિર્થંકર સુવિધિનાથ પુષ્પદંત છે. નવમા તિર્થંકર સુવિધિનાથ પુષ્પદંતનું પ્રતિક મગર છે.
જૈન ધર્મનાં દસમા તિર્થંકર શીતલનાથ છે. દસમા તિર્થંકર શીતલનાથનું પ્રતિક શ્રીવત્સ છે.
જૈન ધર્મનાં અગિયારમા તિર્થંકર શ્રેયાંસનાથ છે. અગિયારમા તિર્થંકર શ્રેયાંસનાથનું પ્રતિક ગેંડો છે.
જૈન ધર્મનાં બારમા તિર્થંકર વાસુપૂજ્ય છે. બારમા તિર્થંકર વાસુપૂજ્યનું પ્રતિક પાડો છે.
જૈન ધર્મનાં તેરમા તિર્થંકર વિમલનાથ છે. તેરમા તિર્થંકર વિમલનાથનું પ્રતિક સૂવર છે.
જૈન ધર્મનાં ચૌદમા તિર્થંકર અનંતનાથ છે. ચૌદમા તિર્થંકર અનંતનાથનું પ્રતિક બાજ છે.
જૈન ધર્મનાં પંદરમા તિર્થંકર ધર્મનાથ છે. પંદરમા તિર્થંકર ધર્મનાથનું પ્રતિક વ્રજ છે.
જૈન ધર્મનાં સોળમા તિર્થંકર શાંતિનાથ છે. સોળમા તિર્થંકર શાંતિનાથનું પ્રતિક હરણ છે.
જૈન ધર્મનાં સત્તરમા તિર્થંકર કુંથુંનાથ છે. સત્તરમા તિર્થંકર કુંથુંનાથનું પ્રતિક બકરી છે.
જૈન ધર્મનાં અઢારમા તિર્થંકર અરમાથ છે. અઢારમા તિર્થંકર અરનાથનું પ્રતિક નન્ધાવર્ત છે.
જૈન ધર્મનાં ઓગણીસમા તિર્થંકર મલ્લિકાનાથ છે. ઓગણીસમા તિર્થંકર મલ્લિકાનાથનું પ્રતિક કળશ છે.
જૈન ધર્મનાં વીસમા તિર્થંકર મુનિસુવ્રત છે. વીસમા તિર્થંકર મુનિસુવ્રતનું પ્રતિક કાચબો છે.
જૈન ધર્મનાં એકવીસમા તિર્થંકર નેમિનાથ છે. એકવીસમા તિર્થંકર નેમિનાથનું પ્રતિક નીલકમલ છે.
જૈન ધર્મનાં બાવીસમા તિર્થંકર અરિષ્ટનેમિ (નેમિનાથ) છે. બાવીસમા તિર્થંકર અરિષ્ટનેમિનું પ્રતિક શંખ છે.
જૈન ધર્મનાં ત્રેવીસમા તિર્થંકર પાર્શ્વનાથ છે. ત્રેવીસમા તિર્થંકર પાર્શ્વનાથનું પ્રતિક સર્પ છે.
જૈન ધર્મનાં ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામી છે. ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામીનું પ્રતિક સિંહ છે.
જૈન ધર્મનાં તિર્થંકરો વિશેનો ની કઇ વાત આપ જાણો છો જે લોકોને વાંચવી ગમશે.