સ્વામી વિવેકાનંદ ના ગુરુ કોણ હતા એવું આજે કોઇ પુછે તો એનો અર્થ એ થયો કે તેમને ભગવાનનાં અસ્તિત્વ વિશે જાણવું હશે. હા, કેમકે સ્વામી વિવેકાનંદને કોઇ વ્યક્તિએ ભગવાન બતાવ્યા હોય તો તે હતા રામકૃષ્ણ પરમહંસ. આજે હિંદુ ધર્મ ની વાત આવે ત્યારે અચૂક પણે સૌથી પહેલું નામ આવે તો સ્વામી વિવેકાનંદ નું આવે. સ્વામી વિવેકાનંદનો કર્મયોગ, ભક્તિયોગ અને રાજયોગ વિશે યુવાનોમાં ચર્ચા થતી હોય છે.
વિવેકાનંદે ઘણું બધું વાંચ્યું, સમજ્યું અને અંતે પ્રભુનાં અસ્તિત્વને શોધ્યું હતું. વિવેકાનંદ ભગવાનને શોધતા શોધતા રામકૃષ્ણ પરમહંસને મળ્યા હતા. એ વખતે રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્રને જોતા જ ઉભા થઇ ગયેલા અને ગળે લાગવા લાગેલા. કેમકે તેઓ વિવેકાનંદની જ રાહ જોઇને બેઠા હતા. વિવેકાનંદને પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરાવનાર એમના ગુરુ એટલે શ્રી રામકૃષ્ણ પરમહંસ.
સ્વામી વિવેકાનંદ ના ગુરુ કોણ હતા ?
શ્રી રામકૃષ્ણ પરમહંસ નો જન્મ 18 ફેબ્રુઆરી 1836ના રોજ ફાગણ સુદ બીજનાં રોજ થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. પિતાનું ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચન્દ્રમણિદેવીના તેજોમયી સંતાનનો જન્મ બંગાળ પાસે આવેલા હુગલીનાં કામારપુકર નામના ગામમાં થયો હતો.
શ્રી રામકૃષ્ણ પરમહંસ એમના જન્મ પહેલા જ એમના માતા-પિતાને અલૌકિક ઘટનાઓનો સાક્ષાત્કાર થવા લાગ્યો હતો. પિતા ખુદીરામને એક સપનું આવ્યું હતુ. જેમાં ગદાધારી પ્રભુ વિષ્ણુએ તેમને કહેલું કે હું તમારે ત્યાં પુત્ર સ્વરુપે જન્મીશ. બીજો પ્રસંગ એમની માતા સાથે બનેલો. એક દિવસ માતા ચંદ્રામણિ દેવી શિવમંદિરમાં પ્રભુની ભક્તિ કરતા હતા શંકરના સ્વરૂપમાંથી નીકળેલી એક દિવ્ય જ્યોતિ તેમના ગર્ભમાં પ્રવેશતી જોઈ હતી.
રામકૃષ્ણ બાળપણથી યોગ અને સાધનામાં રસ ધરાવતા હતા. કાલી માતાના ભક્ત હતા. બાળપણથી ભગવાનનાં દર્શન કરવા હતા. તેમની આ ભક્તિ જોઇને કાલી માતાનાં મંદિરમાં પૂજારી નિયુક્ત થયા. ભુખ્યા તરસ્યા માતા કાલીના દર્શન કરવા એ બેસી રહેતા. કોઇ વખત હસતા અને કોઇક વખતે રડતા રામકૃષ્ણ. માતા કાલીની ભક્તિ કરવાનો અને આરાધના કરવાનો યોગ્ય સમય મળી રહેતો. તેઓ સાધનામાં લિન રહેતા. ઘણી બધી વાર તો કાલી માતાની ભક્તિમાં ધ્યાન અને સમાધીમાં ડુબી જતા. આવી ભક્તિને કારણે લોકો તેમને ગાંડો માણસ સમજતા હતા.
રામકૃષ્ણ મિશન વિશે માહિતી
Ramakrishna Paramhans Biography in Gujarati
રામકૃષ્ણ મિશન વિશે માહિતી : રામકૃષ્ણ પરમહંસ ના ગુરુ તોતાપુરી નાગા સંન્યાસી અને તંત્રવિદ્યાનાં સિદ્ધ આચાર્ય હતા. રામકૃષ્ણે અદ્ધૈત વેદાંતનું પ્રશિક્ષણ યોગી તોતાપુરી પાસેથી પ્રાપ્ત કર્યું હતું. ગુરુ અને શિષ્યનો આ જાણીતો પ્રસંગ છે.
એક દિવસ રામકૃષ્ણ અને તોતાપુરી બંને અદ્વૈત સિદ્ધાંતવાદની ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ તોતાપુરીજીની ધૂણીમાંથી અંગારો ઉપાડી એની ચલમમાં ભર્યો. આ વર્તનને કારણે ગુરુ તોતાપુરી ગુસ્સે થઇ ગયા અને કહેવા લાગ્યા- હે મુર્ખ તેં મારો અગ્નિ અપવિત્ર કરી નાંખ્યો છે. હોમ-હવનનો હુતાગ્નિ તે દૂષિત કરી નાંખ્યો છે. તારા ચલમ પીવાના શોખને કારણે મારો પવિત્ર અગ્નિ મારો નથી રહ્યો.
આ સમયે રામકૃષ્ણે ગુરુને વિવેકપૂર્ણ રીતે કહ્યું, હે ગુરુદેવ થોડા સમય પહેલા જ આપે બ્રહ્મના અદ્વૈતપણાની વાત કરતા હતા. શું અગ્નિ અને બ્રહ્મ ભિન્ન છે? શું આ વ્યક્તિ અને અગ્નિ બ્રહ્મથી ભિન્ન છે? વ્યક્તિ અપવિત્ર અને અગ્નિ પવિત્ર છે એવો અર્થ સાચો છે? જો સમગ્ર સંસાર બ્રહ્મથી પ્રગટ થયેલો છે અને ઘણું બધું બ્રહ્મરૂપ હોય છે તો આવો ભેદભાવ મનમાં આવે કેમ ?
- કોઈ વ્યક્તિ અપવિત્ર હોય તો એ વ્યક્તિના સ્પર્શ માત્રથી અગ્નિ અગ્નિ અપવિત્ર થઈ જાય શું એ સાચું ? મહત્વનું તો એ હોવું જોઇએને કે જ્ઞાની પુરુષો સૌને માટે સરખા હોય છે એટલે કે સમદ્રષ્ટીવાન. જ્ઞાની જનની નજરમાં કોઈ ઊંચું કે નિચું ન હોય શકે. – Ramkrishna Paramhans
શ્રીરામકૃષ્ણની આ ઉપદેશની વાત સાંભળીને ગુરુ તોતાપુરી વિચારમગ્ન થઇ ગયા. તેમને મનન કર્યું અને જાણ્યું કે રામકૃષ્ણએ તો સત્યનાં દર્શન કરાવ્યા છે. સત્યથી મોટું કોઇ હોચું નથી અને સત્યને દ્વારે લઇ જનાર વ્યક્તિ સત્યાર્થી હોય છે. તેમણે રામકૃષ્ણને નજીક આવીને કહ્યું.
‘રામકૃષ્ણ તમારી વાત સાચી છે. બ્રહ્મનું અદ્વૈત દર્શન કેવળ સિદ્ધાંતના ભરોશે જ ન ખેડવા જોઇએ ,પરંતું તેને અનુરૂપ આચારો અને વિચારોને કર્મમાં પણ મુકવા જોઈએ. આપણે જે બોલીએ છીએ એ કરતા નથી. હું સત્યનું જ્ઞાન આપતો હોઉં પરંતું મારામાં સત્યનો સંચાર થયો નથી તો હું સત્યાર્થી કઇ રીતે ગણાવું. તેં મારી આંખો ખોલી છે રામકૃષ્ણ અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય તે ગુરું કહેવાય. તમે મને અંધકારમાંથી બહાર નિકાળ્યો છે. આજે તું મારો શિષ્ય નહીં પરંતું મારો ગુરુ બન્યો છે. આજ પછી હું કોઇની પાસે પણ ભેદભાવ નહીં રાખું. હું કોઇના પર કદી ક્રોધ નહીં કરું.’
શ્રી રામકૃષ્ણ પરમહંસે (ramkrishna paramhans) બધા જ ધર્મો એક થાય એ પર ભાર મુક્યો હતો.
- બધા ધર્મોનું મૂળ તત્વ એક જ છે, દરેક ધર્મની ઉપાસના પદ્ધતિ અને ક્રિયાકાંડમાં અંતર હોય છે માટે સૌને એમ લાગે છે કે એક ધર્મ બીજા ધર્મ કરતાં જુદો પડે છે.
શ્રીરામકૃષ્ણ પરમહંસની અનન્ય સાધનાના પ્રતાપે કાલી માતાએ મૂર્તિમાંથી પ્રગટ થઈને દર્શન આપ્યા હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસે ઈશ્વરના અનેક અવતારોના સ્વરૂપોના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા. પચાસ વર્ષની વયે તેમણે ત્રણવાર ‘કાલી, કાલી, કાલી’ ઉચ્ચારી ઉત્કૃષ્ટ ધ્યાન અવસ્થામાં લીન થઇ ગયા હતા.