Shravan Month 2022 : પવિત્ર શ્રાવણ માસ ની શુભકામનાઓ : શ્રાવણ માસ 2022 ની જાણો શ્રાવણ સાથે શિવનું મહત્વ

shravan month 2022
Facebook
Twitter
Telegram
WhatsApp

Shravan Month 2022 | ભગવાન ભોળાનાથના અતિ પ્રિય શ્રાવણ માસની શરૃઆત આજથી એટલે કે 29 જુલાઈ, 2022થી શરૂ થઈ ગઇ છે. આ સમગ્ર શ્રાવણ માસ માં ભગવાન મહાદેવની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન ભોળાનાથને માત્ર જળાભિષેક કરવાથી ભોળાનાથ એટલે કે મહાદેવ પ્રસન્ન થાય છે. ના પરંતું એવું નથી. પવિત્ર શ્રાવણ માસ એવો છે કે જેમાં ભગવાન શિવને અનેક પ્રકારના અનાજ અર્પણ કરવાનું મહત્વ બને છે. આ કાર્યથી ભગવાન ભોલેનાથ પોતાના ભક્તોના કષ્ટોનો નાશ કરે છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રાવણ માસ 2022 માં ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા વાંચો.

shravan month 2022
shravan month 2022

શ્રાવણ માસ 2022 : શ્રાવણ મહિના ના ચાર સોમવારની યાદી
shravan somvar 2022 date

શ્રાવણ માસ 2022 ની શરુઆત આજથી થઇ ગઇ છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પુજા, અર્ચના તેમજ આરાધના માટે વિશેષ માનવામાં આવે છે. ભગવાન શિવની પુજા અર્ચના માટેનો મહત્વપુર્ણ દિવસ સોમવાર ગણાય છે. આપની સરળતા માટે શ્રાવણ માસ ના સોમવાર નું લિસ્ટ.

પ્રથમ સોમવાર 1 ઓગસ્ટ 2022
બીજો સોમવાર 8 ઓગસ્ટ 2022
ત્રીજો સોમવાર 15 ઓગસ્ટ 2022
ચોથો સોમવાર 22 ઓગસ્ટ 2022

Shravan Month 2022 : વિવિધ ધાન્ય (અનાજ) થી પૂજાનું મહત્વ

પ્રથમ સોમવારે અક્ષત (ચોખા) નું મહાત્મ્ય

શ્રાવણ મહિનામાં શિવલિંગ પર અક્ષત અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવને મુઠ્ઠીભર ચોખા અર્પણ કરવાથી જાતકો લક્ષ્મી મળે છે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તે પણ જલ્દી પાછા મળી જશે. મહાદેવને અર્પણ કરાતાં ચોખા તૂટેલા ન હોય તેનું ધ્યાન રાખવું.

બીજા સોમવારે કાળા તલ નું મહાત્મ્ય

એવું માનવામાં આવે છે કે જે લોકો ભોલેનાથને કાળા તલ ચઢાવે છે. તેમના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે. આકસ્મિક પરેશાનીઓમાંથી પણ રાહત મળે છે.

તુવેર દાળ નું મહાત્મ્ય

આખા શ્રાવણ મહિના દરમિયાન શિવને તુવેરની દાળ અર્પણ કરો. આનાથી ભક્તોના જીવનમાં ધન-ઐશ્વર્ય અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.આ ઉપરાંત દુ:ખથી પણ મુક્તિ મળે છે.

ત્રીજા સોમવારે મગ નું મહાત્મ્ય

જો તમારા વિશેષ કાર્યમાં વિધન આવતાં હોય તો ભોલેનાથને મુઠ્ઠીભર મૂગ અર્પણ કરો. આમ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે. જો તમે આખા મહિના સુધી આ ઉપાય ન કરી શકતા હોવ તો શ્રાવણના સોમવારે આ ઉપાય કરી શકો છો.

ચોથા સોમવારે જવ-ઘઉં નું મહાત્મ્ય

શિવલિંગ પર જવ અર્પણ કરવાથી સાંસારિક સુખ મળે છે.જ્યારે ઘઉં અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખાસ મહત્વ છે આ શ્રાવણ માસ પણ શિવ ભક્તો માટે તેહવાર થી ઓછો નથી શિવ ભક્તો શ્રાવણ માસની રાહ જોઈ બેઠા હોય છે અને મહાદેવને રિઝવવા માટેની તૈયારીઓ કરી છે શ્રવણ સુધ એકમ થી શ્રાવણ વદ અમાસ સુધી ભક્તો શિવ ભક્તિમાં લીન રહીને વિવિધ પૂજા અર્ચના કરીને શિવજીનાં આશીર્વાદ પ્રાપ્ત કરે છે

શ્રાવણ મહિનાનું મહત્વ

શ્રાવણ મહિનાનું ઘણું મહત્વ છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મહિનામાં કરવામાં આવતા સોમવારે ઉપવાસના પરિણામો ખૂબ જ ઝડપથી મળે છે. જે લોકો તેમના લગ્ન જીવનમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તેઓએ શ્રાવણ માસમાં ભગવાન શંકરની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન શિવની કૃપાથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. આ મહિનામાં શિવની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને મરણ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે.

સોમવારનો ઉપવાસ કેવી રીતે કરવો ?

સૌ પ્રથમ, શ્રાવણ સોમવારે સવારે ઉઠ્યા પછી, કાળા તલને પાણીમાં ભેળવીને સ્નાન કરો. આ પછી, ભગવાન શિવને શુદ્ધ હૃદયથી યાદ કરો, સોમવારે ઉપવાસનો સંકલ્પ લો. ત્યારબાદ સફેદ ફૂલો, સફેદ ચંદન, પંચામૃત, ચોખા, સોપારી, બેલના પાન વગેરેથી શિવલિંગની પૂજા કરો. પૂજા દરમિયાન ॐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. હંમેશાં રુદ્રાક્ષની માળાથી શિવના મંત્રનો જાપ કરો.

શિવજીની પૂજા

શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના શિવલિંગ પર શિવ ભક્તો દૂધ દહી ઘી સાકર મધ દ્રારા પંચામૃત થી અભિષેક કરે છે જોડે ગંગાજળથી સ્નાન કરાવે છે મહાદેવની પ્રિય ભસ્મ અને ચંદન દ્રારા શિવલિંગને તિલક કરે છે અક્ષત અબીલ ગુલાલ કંકુ પણ અર્પણ કરવામાં આવે છે અને ત્યાર પછી શિવને અતિપ્રિય બીલીપત્ર શિવલિંગ પર ચડવે છે પુષ્પની હારમાળા પેહરવે છે સાથો સાથ ફળ ફળાદી અને મિષ્ઠાનનો ભોગ ધરાવે છે ત્યાર બાદ શિવ આરાધના શિવ ચાલીસા પણ કરતા હોય છે દરમિયાન મંદિરોમાં ઢોલ નગારા અને નાદ સાથે શિવજીની આરતી કરવામાં આવે છે

શિવજીને વધુ પ્રસન્ન કરવા ઈચ્છા ફળ પ્રાપ્તિ માટે શિવને પ્રિય એવો મંત્ર ઓમ નમ: શિવાય પંચાક્ષરી મંત્રની માળા કરવી. આ નામમાત્રથી અનેક રોગો માંથી મુક્તિ મળે છે. આ સાથે બ્રાહ્મણ ઋષિ માર્કન્ડેય રચિત મહામૃત્યુંજયમંત્ર બોલવો, શિવની સ્તુતિ કરવી , રૂદ્રાભીષેકનો પાઠ , શિવ બાવની કરવી , શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ તાંડવ સ્તોત્ર , તેમજ નટરાજ સ્તોત્રનો પાઠ કરવો જોઇએ.

શ્રાવણ માસના સોમવારના દીવસે ઉપવાસ કરવો, ગૌ માતાને ઘાસચારો કરવો , પક્ષીઓને ચણ નાખવી, કુતરાને રોટલી ખવડાવવી , ભિક્ષુકને ભોજન કરાવવું , ઘરની દીકરીને પણ રાજી કરવી, સાધુ, બ્રાહ્મણને દક્ષિણા આપવી, અને સાથોસાથ આપણા પિતૃદેવતાઓના તેમજ વડીલોના આશીર્વાદ લેવા, શિવ મંદિરે જે પૂજારી હોય તેમને પણ પગે લાગવું, દીવ્યાંગોને મદદ કરવી, આમ આટલું કર્મ કરવાથી શિવ પ્રસન્ન થાય છે અને તેના દ્વારા ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે અને ભગવાન શિવના અલૌકિક આશીર્વાદની પ્રાપ્તિ થશે.

– વિશાલ નાઈ, અમીરગઢ

( લેખક છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠાનાં દૈનિકપત્ર રખેવાળમાં કાર્યરત છે, પ્રત્યક્ષ સમાચાર દ્વારા કોરોના મહામારીમાં બનાસકાઠાથી પ્રત્યક્ષ થયા હતા)

Shravan Somwar 2022 dates and Shiva Puja Vidhi : Click this Link and Read Article

Sadhguru કહે છે, 15,000 વર્ષ પહેલાં હિમાલયના ઉપરનાં ભાગમાં એક સિદ્ધ પુરુષ જોવા મળ્યા હતા જેમણે ગુરુ પૂર્ણિમા નું મહાત્મ્ય સમજાવ્યું : Click this Link

Bilwa (Bel): Significance of Offering Bel Patra to Lord Shiva #Bilwa#Bel#LordShiva#Shravanmaas#Shravan2022#Shiva#RudrakshafromRudralife

Click and watch Real Rudraksha Price – Certified Natural Rudraksha

shravan month wishes in gujarati | shravan mahina ni shubhkamna |શ્રાવણ માસ ની શુભકામના |પવિત્ર શ્રાવણ માસ ની શુભકામનાઓ | Shravan Somwar 2022 dates and Shiva Puja Vidhi |shravan somvar 2022 date | Shravan Month 2022 |શ્રાવણ માસ 2022

પવિત્ર શ્રાવણ માસ ની શુભકામનાઓ આપને અને આપના પરિવારને શુભેચ્છાઓ. ભગવાન ભોળેનાથ આખુ વર્ષ તમને ખુશ ખુશાલ રાખે.
Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના