વર્ષ 2018, 2019 અને 2021 એમ સતત 3 વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું ગુજરાત

Facebook
Twitter
Telegram
WhatsApp

સ્ટાર્ટઅપ રેન્કિંગ : ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ માટે રાજ્ય સરકાર સમગ્ર દેશમાં મોખરે છે. યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિકતાની ભાવના અને હિસ્સેદારોના સમર્થનની સહજ શક્તિને પરિણામે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ 2018, 2019 અને 2021 એમ સતત ત્રણ વર્ષ સુધી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય” તરીકેની માન્યતા આપવામાં આવી છે. સાથોસાથ ગુજરાતને વર્ષ 2017 માં પણ સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્લાનના સફળ અમલીકરણ માટે પ્રતિષ્ઠિત “પ્રધાનમંત્રી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન” પણ મળ્યો હતો.

ત્રણ વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું ગુજરાત

ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે અનેક યોજના અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ અપાયેલા વિવિધ પ્રોત્સાહનોથી કેટલાક સ્ટાર્ટઅપ્સે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની કામગીરી અને ઉત્પાદનોનો વિસ્તાર કર્યો છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી (SSIP 2.0) સહિતના અનેક પ્રયાસોના પરિણામે ગુજરાતે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.

ગુજરાતના 9100 થી વધુ સ્ટાર્ટઅપને મળી DPIITની માન્યતા

ગુજરાતના આશરે 9100 થી વધુ સ્ટાર્ટઅપને ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. સાથે જ રાજ્યના ઉદ્યોગ વિભાગમાં 51 નોડલ સંસ્થાઓ નોંધાયેલ છે. ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે માહિતી પ્રદાન કરતુ એક સમર્પિત સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ (www.startup.gujarat.gov.in) પણ રાજ્યમાં કાર્યરત છે . જેમાં સ્ટાર્ટઅપ્સને સહાયરૂપ થવા 300 થી વધુ મેન્ટર્સ રજીસ્ટર્ડ થયેલા છે. આ યોજના હેઠળ કુલ ગુજરાતના કુલ 390 સ્ટાર્ટઅપને રૂ.43 કરોડની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. એટલું જ નહિ, સહાય મેળવેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા 125 થી વધુ પેટન્ટ પણ ફાઈલ કરવામાં આવ્યા છે.

સ્ટાર્ટઅપ્સને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતી રાજ્ય સરકારની સંસ્થાઓ

સ્ટાર્ટઅપ રેન્કિંગ : ગુજરાતને દેશનું સ્ટાર્ટઅપ હબ બનાવવા માટે રાજ્ય સરકારે, કોઇપણ સારા ઇનોવેશન કે સ્ટાર્ટઅપને યોગ્ય માર્ગદર્શન, આર્થીક સહાય અને સાનુકુળ વાતાવરણ મળી રહે તે માટે રાજ્યમાં સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ નેટવર્ક, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિ. , ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી (iCreate). ઈન્ટરનેશનલ ઓટોમોટિવ સેન્ટર ઓફ એક્સેલન્સ (iACE) અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) જેવી વિવિધ સંસ્થાઓ ઉપરાંત યુનિવર્સીટી સ્તરે પણ ઇન્ક્યુબેટર સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે.

સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર ની નાણાકીય સહાય

ઔદ્યોગિક નીતિ – 2020 હેઠળની સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ દીઠ રૂ. 30 લાખ સુધીનો સીડ સપોર્ટ, સામાજિક પ્રભાવ ધરાવતા સ્ટાર્ટઅપ્સને રૂ. 10 લાખનો વધારાનો સીડ સપોર્ટ, નિર્વાહ ભથ્થા તરીકે એક વર્ષ સુધી દર મહિને રૂ. 20,000ની સહાય આપવામાં આવે છે, સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ મહિલાઓ બરાબરની ભાગીદારી નોંધાવે. તે માટે મહિલાઓના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટઅપ્સને નિર્વાહ ભથ્થા તરીકે દર મહિને રૂ. 25 હજારની સહાય અપાય છે.

સ્ટાર્ટઅપ્સને એકસલરેશન પ્રોગ્રામમાં ભાગ લેવા મહત્તમ રૂ. 3 લાખની સહાય પૂરી પાડવામાં આવે છે. સાથે જ તાલીમ માટે સ્ટાર્ટઅપ દીઠ રૂ. 1 લાખ સુધીની સહાય, માન્ય નોડલ સંસ્થાને સ્ટાર્ટઅપના મેન્ટરીંગના ભાગરૂપે સ્ટાર્ટઅપ દીઠ રૂ. 1 લાખની સહાય આપવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં: સંસદીય રમત સ્પર્ધા અન્વયે ‘ખેલો ગાંધીનગર’ અને ‘ગાંધીનગર સંસદ જન-મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના