અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક અમીરગઢમાં છેલ્લે કેટલાય સમયથી ઈલેક્ટ્રીસીટી નાં ત્રાસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા 24 કલાક લાઇટની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો ચાર વરસાદી છાંટા પડતાં જ બતી ગુલ થઇ જાય છે. ત્યારે અમીરગઢ ની પ્રજા દ્વારા વીજ કર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે દર વખતે વીજ મેન્ટનેન્સ થાય છે પ્રી મૌન્સૂન કામગીરી કરવામાં આવે છે તો પછી આં વરસાદ પડતાની સાથે વીજ ફોલ્ટ કઈ રીતે થાય છે.
વરસાદ પડ્યો નથી કે વીજ ફોલ્ટ થયો નથી તો વીજ કર્મચારીઓ ચોમાસાં પેહલા પ્રીમોનસૂન ની કામગીરી કરે છે…? દર વખતે ફોલ્ટ કાઢે છે તો વરસાદ પડતાની સાથે સપ્લાય કેમ બંધ થઈ જાય છે શું..? વરસાદ નું પડવું અને વીજ ફોલ્ટ થવો દર વખતે ફિક્સ છે કે કેમ..! એ સમજાતું નથી.
વીજ સપ્લાય ખોરવાતાં ગૃહિણીઓને રસોઈ સહિતનાં ઘર કામમાં મુશ્કેલીઓ વેઠવી પડે છે. બાળકો હેરાન પરેશાન થઈ જાય છે ઈલેક્ટ્રીસીટીથી, ચાલતાં વેપારીઓને ધંધા રોજગાર ખોરવાઈ પડે છે. વેપારીઓને ઠંડાં મોસમ માં રેતી વસ્તુઓ બગડવા લાગે છે.
- ગુજરાત રાજ્યમાં 159 તાલુકાઓમાં વરસાદ, ખેડૂતો ખુશ થયા.
- આબુમાં જોવાલાયક સ્થળો પૈકીનું આ મંદિર ગુજરાતીઓનું મનોરથ સ્થળ છે
અમીરગઢ તાલુકામાં 69 ગામડાં આવેલ છે
જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા વીજ કર્મીઓને ફોન કરવામાં આવે તો સૌ પ્રથમ કોઈ ફોન રિસિવ કરવામાં આવતા નથી, અને જો ભૂલ થી રીસિવ કરે તો યોગ્ય જવાબ ન મળે અને જો જવાબ મળે તો પંદર થી વીસ મિનીટ નું કહી દે. પરંતુ લાઈટ ક્યારે આવે એનું કંઈ જ નક્કી નાં કેહવાય રાતે બે ત્રણ વાગે આવે સવારે આવે અને આવે તોય રે નહીં થોડી થોડી વારે ફરી સપ્લાય કટ થઇ જ જાય આખરે આં સમસ્યાનો અંત ક્યારે.
અમીરગઢ તાલુકાનું મુખ્ય મથક છે. જો તાલુકાનાં મુખ્ય મથકની આવી દયનીય હાલત હોય તો, અમીરગઢમાં 69 ગામડાં આવેલ છે. ત્યાંની શું શું પરિસ્થિત હશે! એ આપણને આના પરથી અંદાજ આવી શકે છે.
- વિશાલ નાઈ, સિનીયર રીપોર્ટર
- અમીરગઢ, બનાસકાંઠા