ચહેરાની સુંદરતા વધારવા માટે બજારમાં ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ્સ મળે છે. આ પ્રોડક્ટનો ઉપયોગ કરતી ઘણી ગર્લ્સ ઘરેલુ ઉપચાર પણ અજમાવતી હોય છે. આ ઘરેલું ઉપચારમાંનું એક નામ એટલે દહીં (Curd or Dahi). ફેસ પેકમાં પણ દહીં(Curd or Dahi). મિક્સ કરીને ફેસ પર લગાવવાની સલાહ આપવામાં આવે છે. દહીં (Curd or Dahi) એ માત્ર ત્વચાને નિખારવાનું કામ કરતું નથી. તે ટેનિંગની સમસ્યાને પણ દૂર કરે છે. ચહેરાની ત્વચાની સ્થિતિ સ્થાપકતા જાળવી રાખે છે.
Curd or Dahi ને ત્વચાને પણ નુકસાન પહોંચાડી શકે છે
દહીં(Curd or Dahi) એ કુદરતી મોઇશ્ચરાઇઝર અને કુદરતી એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે. ત્વચાનું વૃદ્ધત્વ ધીમું કરે છે. આથી ઘણા ફેસ પેક એ રીતે બનાવવામાં આવે છે, જેમાં દહીં મિક્સ કરીને લગાવવામાં આવે છે. પરંતુ જો તમે વારંવાર ચહેરા પર દહીં લગાવતા હોવ તો તેથી તે ત્વચાને પણ નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ કે રોજ ચહેરા પર દહીં (Curd or Dahi) લગાવવાથી શું નુકસાન થઈ શકે છે.
ચીકણી ત્વચા પર દહીં ના ઉપયોગથી ખીલની સમસ્યા વધી જાય છે
ઘણા લોકો ટેનિંગ દૂર કરવા અને ચહેરાને નિખારવા માટે દહીં (Curd or Dahi) નો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. જો ત્વચા તૈલી હોય તો દહીં લગાવવાથી ચહેરાને નુકસાન થાય છે. તૈલી ત્વચા પર દહીંથી ખીલ થાય છે. કારણ કે દહીં (Curd or Dahi) ત્વચાના છિદ્રોને ખોલે છે. ઉનાળા અને ચોમાસાના મહિનામાં ચીકણી ત્વચા પર દહીંના ઉપયોગથી ખીલની સમસ્યા વધી જાય છે. દહીંમાં પ્રોટીનની સાથે-સાથે લેક્ટોઝ, કેલ્શિયમ અને વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ રાત્રે દહીં (Curd or Dahi) ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે રાત્રે દહીં ખાવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે.
કેટલાક લોકોને દૂધ અને તેની બનાવટોથી એલર્જી હોય છે
ચહેરાની ત્વચા શરીરના બાકીના ભાગ કરતાં વધુ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં વાસી દહીં અથવા ખાટુ દહીં (Curd or Dahi) ચહેરા પર લગાવવું નહીં. કારણ કે વધારે ખાટા દહીંથી ત્વચા પર ચકામા અને ખંજવાળ આવે છે. માટે દહીં (Curd or Dahi) વધારે સમય સુધી ચહેરા પર ન લગાવવું જોઇએ. આ રીતે તો તૈલી ત્વચા વધુ તૈલી બને છે. કેટલાક લોકોને દૂધ અને તેની બનાવટોથી એલર્જી હોય છે. લેક્ટોઝ એલર્જી પણ કહેવાય છે. આવા લોકોએ ચહેરા પર દહીં (Curd or Dahi) નો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ. કારણ કે આવા લોકોના ચહેરા પર દહીં (Curd or Dahi) ખીલની સમસ્યા વધારી શકે છે.
સફરજન પછીનું 2જું ફળ નાશપતિ (Pear) ફળનો ઉપયોગ સ્ત્રીઓ માટે કેમ લાભદાયક છે?