શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ : ગુજરાત વિધાનસભા 2022ના માઠા પરિણામ બાદ કોંગ્રેસ અગ્રણીઓ અને યુવા કાર્યકર્તાઓનો જોશ હળવો થયો હતો, આ બાદ રાહુલ ગાંધીએ કરેલી મોદી ટીપ્પણીને કારણે સાંસદ પદ છોડવું પડેલુ. હવે આવા સમયે ફરી કોંગ્રેસ પાર્ટીને માઠા સમાચાર મળવાને કારણે મન નબળું થવા લાગેલું. એવે સમયે હવે આજે જેઠ વદ અમાવસ્યાના દિવસે કોંગ્રેસ પાર્ટીનું પ્રમુખ પદે શક્તિસિંહ ગોહિલની વરણી થવાની હતી. પરંતુ અમાસ છે એવું ધ્યાને આવતા અમદાવાદ ખાતે આવેલા ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરીને અષાઢ સુદ એકમને દિવસે પદભાર સંભાળવાનું નક્કી કર્યું છે.

ગઈ કાલે જેઠ વદ અમાસના દિવસે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થવાની હતી જેને કારણે,ગુજરાત કોંગ્રેસે સાબરમતી આશ્રમથી પાલડી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓની હાજરી જોતા ફરી ગુજરાત કોંગ્રેસમાં જોશ દેખાયો હતો. આ પ્રસંગે સ્ટુડન્ટ યુનિયન NSUI GUJARAT એ પણ બહોળી સંખ્યામાં પોતાની હાજરી નોંધાવી હતી.
कांग्रेस की पैठ मजबूत करने और गुजरात की अस्मिता के लिए लड़ने का लिया संकल्प – Vibes Of India https://t.co/3G1Q1tCkvn
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) June 18, 2023
શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નવા પ્રમુખ
સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ત્યારબાદ તેઓએ સાબરમતી આશ્રમથી પાલડી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે મીડિયાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા સાથોસાથ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે,ગુજરાતની અસ્મિતાનું ફરી નિર્માણ થશે. ઇ.ડી – સી.બી.આઇની ધમકીઓના કારણે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યાં છે. શક્તિસિંહે પરિવારને ત્રાસ આપવાની અને જેલમાં નાખવાની ધમકી આપવામાં આવે છે એવા આરોપ પણ લગાવ્યા હતા.
અમાસના દિવસે શુભ કાર્ય ન કરાય એ માન્યતાને કારણે મોકુફ રહેલ શક્તિસિંહ ગોહિલની શપથવિધી આજે થશે. આજે અષાઢ સુદ એકમ છે. એટલે કે આજનો દિવસ શુભ છે. સાથો સાથ એ પણ જણાવી દઈએ કે સંજોગવશ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પણ આજે જન્મ દિવસ છે. એટલે જો એવું વિચારીએ કે શું સાચ્ચે જ અમાસનું કારણ હતુ કે રાહુલ ગાંધીના જન્મ દિવસનું કારણ હતુ એ વિચારવું નોંધનિય થઈ પડશે કદાચ.
પરંતુ હવે થોડાક અલગ વિચારીએ તો એવું પણ વિચારી શકાય કે રજાના રવિવારના દિવસે કોંગ્રેસમાં એકતા લાવવાનું આ શક્તિ પ્રદર્શન હતું? કે પછી સાચ્ચે જ અમાસનું ગ્રહણ? તો આનો જવાબ તો આપણને 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામથી જ ખબર પડશે. કારણકે શક્તિસિંહ ગોહિલને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપની 26-26ની સાંસદોવાળી સીટો પર ફરી કોંગ્રેસનો ઝંડો ફરકાવવા મોકલ્યા હશે એ તો નક્કી જ છે.
- વિપુલ અમરાવ
અષાઢી બિજના દિવસે નિકળતી રથયાત્રામાં રાધાની કથા શું છે? વાંચો