Shinzo Abe ની હત્યા કરનાર 41 વર્ષીય બેરોજગાર તેત્સુયા યાયાગામી | Japan PM shinzo abe

8 જુલાઇ, શુક્રવારના રોજ જાપાન ના વડાપ્રધાન શિંજો આબે (Shinzo Abe) ની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. જાપાનમાં ગન કલ્ચર એટલે કે બંદૂકનું નામોનિશાન નહોતું તે છતાં એક વ્યક્તિએ જાહેરમાં ગોળી મારી દિધી હતી. આ વ્યક્તિએ કહ્યું કે, આબે (Shinzo Abe) ને કારણે મારો પરિવાર બરબાદ થઇ ગયો હતો. એટલા માટે મેં શિંજો આબેની હત્યા કરી છે. મહત્વનું એ છે કે જાપાનમાં ગન કલ્ચર પ્રત્યે જાગૃતતા જોવા મળે છે તે છતાં હત્યારાએ બંદૂકનાં સામાન વસાવીને નવી જ દેશી બંદૂક બનાવી હતી.

Shinzo Abe
Shinzo Abe

બેરોજગાર તેત્સુયા યામાગામી એ જાતે જ બંદૂક બનાવી

પશ્ચિમ જાપાનના નારા શહેર ખાતે શિંજો આબે (Shinzo Abe) ની હત્યા થઇ. જાપાની પત્રકારોએ કહ્યું કે, આ એક ધાર્મિક સમૂહને કારણે હત્યા કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ હત્યારાના ઘરની પાંચ વાગ્યા પછી તપાસ કરી હતી. આ તપાસમાં એવું જાણવા મળ્યું હતુ કે હત્યાનું કાવતરું લાંબો સમયગાળાથી ચાલતુ હતુ. કેમકે આ હત્યારાના ઘરમાં મોટા પ્રમાણમાં બંદૂક બનાવવાનાં સાધનો પડ્યા હતા. તેણે ત્રણ વર્ષ સુધી નેવીમાં કામ કર્યું હતુ. 41 વર્ષીય બેરોજગાર તેત્સુયા યામાગામી એ જાતે જ બંદૂક બનાવી હતી.

શિંજો (Shinzo Abe) નેતા નહીં ધાર્મિક નેતા હતા


શિંજો આબે (Shinzo Abe) ની હત્યા બાદ ઘણા બધા તર્ક-વિતર્કો બહાર આવ્યા હતા. લોકો હત્યારાએ કહ્યું હતુ કે, મારો પરિવાર શિંજો (Shinzo Abe) દ્વારા સ્થાપિત એક ધાર્મિક સમૂહને કારણે નથી રહ્યો. આનું કારણ શિંજો છે. હત્યારાની માતા એક ચર્ચમાં દાન આપતી હતી. આ દાન એટલું વધારે હતુ કે ઘરમાં કંકાસ ઉભો થયો હતો. વધારે દાન આપવાને કારણે ઘરમાં અશાંતિનું વાતાવરણ બનતુ હતુ, શિંજો આબે (Shinzo Abe) આ સમૂહ સાથે જોડાયેલા હતા. શિંજો કોઇ નેતા નહોતા પરંતુ ધાર્મિક નેતા હતા. જેના કારણે મારો પરિવાર વિખૂટો પડી ગયો.

ટ્વિટરમાં ટ્રેન્ડીંગ યુનિફિકેશન ચર્ચ


શિંજો આબે (Shinzo Abe) ની હત્યા કર્યા બાદ હત્યારાએ જે-તે સંગઠનનું નામ જણાવ્યું નહોતું પરંતુ રિપોર્ટર અને જાપાની મીડિયાને મતે યુનિફિકેશન ચર્ચ ની વાત કરાઇ છે. આ ચર્ચની સ્થાપના કોરિયામા થઇ હતી. કોરિયા અને જાપાનનાં ઘણા લોકો આ ચર્ચના સદસ્ય હતા અને હત્યારાની માતા પણ હોઇ શકે.

જાપાનની આ ઘટનાના સમાચાર જ્યારે ભારતમાં ગુંજ્યા

ભારત સહિત સમગ્ર વિશ્વ આ સમાચાર સાંભળીને ચિંતિત છે કે કોઇ દેશ આટલો અસુરક્ષીત કેવી રીતે હોઇ શકે? જાપાનની આ ઘટનાના સમાચાર જ્યારે ભારતમાં ગુંજ્યા ત્યારે કોંગ્રેસના નેતા અને નેશનલ મીડિયા પૈનલિસ્ટ સુરેન્દ્ર રાજપૂતે ટ્વિટ કરતા કહ્યું હતુ કે, શિંજો આબે (Shinzo Abe) ને ગોળી મારનાર યામાગામી જાપાનની SDF એટલે કે પેન્શન વગર સેનામાં કામ કરી ચૂક્યો છે. સુરેન્દ્ર રાજપૂતની આ પોસ્ટ પર ભારતીય જનતા પાર્ટીના નેતા શહજાદ પૂનાવાલા એ કડક શબ્દોમાં કહ્યું કે, આ ઘણું નિંદનિય છે. કોઇ તથ્ય વિના વિશ્વના મહન નેતા અને ભારતના સાચા મિત્રની મૃત્યુ પર રાજનીતિ કરવા માટે નૈતિકતા અને લાગણીની ભાવના રાખવી જોઇએ.

There has to be a limit to this . This is embarrassing & quite disgusting. It is devoid of fact but it is devoid of morality & any sense of propriety to politicise the death of a great world leader & India’s true friend . I hope Congress will act on him without delay – Shehzad Jai Hind

ભારતની મુલાકાતે આવનાર શિંજો આબે (Shinzo Abe) એ ગુજરાતની મુલાકાત કરી હતી. ભારત સાથે શિંજો આબેનાં સારા સંબંધો હતા એવું મનાય છે. જ્યારે બીજી તરફ ચીનના વોટ્સએપ પર શિંજોના મિમ વાયરલ થયા હતા. ચીન દ્વારા વાયરલ થયેલા મિમમાં શિંજો (Shinzo Abe) ની મજાક ઉડાવી રહ્યા હતા. ચીની મીડિયાનાં એક અહેવાલ અનુસાર, વોટ્સએપ પર કોઇનો કંટ્રોલ નથી હોતો અને આ વાયરલ કરનાર કોણ છે એની જાણકારી નથી. બીજી તરફ આ હત્યાને પગલે મોટું ષડયંત્ર હોવાનું જણાઇ રહ્યું છે. વિશ્વમાં જાપાનની જે રીતે પ્રશંસા થઇ રહ્યી હતી એને ચીન સાંખી નથી શક્યું એવું મનાઇ રહ્યું છે.

Gunman fired at Shinzo Abe with ‘just a normal expression’

ભારતના ઇતિહાસમાં પહેલી વાર 38 દોષિતને મૃત્યુદંડ અને 11 દોષિતોને આજીવન કેદ

શું આપને ખ્યાલ છે અમદાવાદની એક સ્કુલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા યુવાનનું માઇન્ડ વોશ કરીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતુ. કહેવાઇ રહ્યું છે કે આ ભંડોળ હૈદરાબાદથી કોઇ ચર્ચ દ્વારા આપવામાં આવતું હતુ (આ સમાચાર આપને વિસ્તૃત્વ વાંચવા હોય તો કોમેન્ટ કરીને જણાવશો)

Leave a Reply

Your email address will not be published.