રેવડી કલ્ચર વચ્ચે તમારા ઘરે બનાવો તલની રેવડી : જાણવા જેવું | તલની રેવડી

રેવડી કલ્ચર : રેવડી ગુજરાતમાં દરેક ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદી રૂપે ઉપયોગમાં લેવાય છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતના પાટણ શહેરમાં રેવડીનું આગવું મહત્વ છે, કારણકે પાટણમાં પ્રજાપતિ સમાજના લોકો ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનની મહિમા કરે છે. કારતક સુદ ચોદસથી કારતક વદ પાંચમ સુધી સપ્તરાત્રી મેળો ભરાય છે, અને આ શ્રી પદ્મનાભની મહિમા ધરાવતા સપ્તરાત્રી મેળા માં ખાસ કરીને પ્રસાદી રૂપે રેવડી આપવામાં આવે છે. તેથી આ સપ્તરાત્રી મેળો રેવડિયા મેળા કે  રેવડીના મેળા તરીકે પણ પ્રચલિત છે.

રેવડી કલ્ચર
રેવડી કલ્ચર

રેવડી કેવી રીતે બનાવામાં આવે છે?

 • રેવડી બનાવવા માટે ખાસ કરીને તલ, ગોળ, ઘી અને ખાવાના સોડા જરૂરી છે
 • સૌ પ્રથમ તલને કઢાઈમાં ધીમા તાપ પર 3 થી 4 મિનીટ સુધી શેકી લો.
 • ત્યારબાદ તલને ઠંડા થવા દો. હવે બીજા વાસણમાં ગોળ અને થોડું પાણી લો. અને ગોળને બરાબર ઓગળી લો.
 •  હવે ઓગળેલો ગોળ એક કઢાઈમાં લઇ લો અને ધીમા તાપ પર ગોળને હલાવતા રહો ધીમે ધીમે ગોળ સફેદ થવા લાગશે.
 •  હવે ગોળની બરાબર ચાસણી બનાવો. ગોળની ચાસણી બરાબર બની છે કે નહીં તે ચકાસવા માટે એક બાઉલ માં ઠંડુ પાણી લો તેમાં ગરમ કરેલા ગોળની ચાસણી ના ૩-૪ ટીપા ઉમેરો જો ગોળની ચાસણી તરત કડક થઇ જાય તો સમજવું કે ચાસણી બરાબર બની ગઇ છે, અને જો ચાસણી બાઉલમાં નીચે ચોંટી જાય તો હજુ થોડી વાર ચાસણીને ગરમ કરો.
 • હવે ત્યાર થયેલી ચાસણીમાં ખાવાના ચપટી સોડા ઉમેરીને ચાસણી ને બરાબર હલાવી લો,  હવે ગેસ બંધ કરી ચાસણીમાં શેકેલા તલ ઉમેરો અને ઝડપથી બરાબર હલાવી મિશ્રણ મિક્સ કરી લો
 • હવે થોડી વાર આ મિશ્રણને ઠંડા પાણી ની મદદ લઈને રેવડી તૈયાર કરો ત્યારબાદ આ રેવડી ને 15-20 મિનિટ સુધી ઠંડી થવા દેવી. રેવડી ઠંડી થયા પછી સારી રીતે કડક થઇ જશે.

રેવડી એ તલ અને ગોળ ની બનાવવા માં આવે છે. રેવડી એ પ્રસાદી રૂપે ખૂબ ઉપયોગમાં લેવાય છે. તલની રેવડી સૌથી વધુ શિયાળામાં ખવાય છે. કારણ કે તલની વાનગીઓ શિયાળામાં આવતા તહેવારો માં સેવન કરવું એવું શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે તલમાં ફાયદાકારક ગુણ રહેલા છે. તલમાં રહેલા પોષક તત્વો મનુષ્યના શરીરમાં અનેક રોગ સામે રક્ષણ આપે છે. તલનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

તલ ત્રણ પ્રકારે જોવા મળે છે. જેમાં કાળા તલ, સફેદ તલ અને લાલ તલ જોવા મળે છે. કાળા તલ ધાર્મિક કામો અને દવા બનાવવા માટે વધુ ઉપયોગ થાય છે, જ્યારે સફેદ તલ ને પીલીને તેમાંથી તેલ નીકાળવામા આવે છે, સફેદ તલ તલસાંકળી લાડુ બનાવવા રેવડી બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે લાલ તલને જંગલી તલ પણ કહેવાય છે તેથી તેની ખેતી નથી થતી.

તલમાં આ પોષક તત્વો રહેલા હોય છે.

તલમાં અનેક પ્રકારના ભરપૂર પોષક તત્વો રહેલા હોય છે. જેમાં સેસમીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તલમાં ફાઈબર અને મેગ્નેશિયમ પણ હોય છે. તલમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ રહેલા હોય છે. તલમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક અને સેલેનીયમ જેવા ક્ષાર પણ હોય છે.

તલ ખાવાના ફાયદા :-

 • તલનું નિયમિત સેવન કરવાથી શરીરમાં લોહીની માત્રા બરાબર માત્રામાં રહે છે.
 • હાઈ બીપીના દર્દીઓ માટે તલ ખૂબ ફાયદાકારક છે.
 • વાળ અને ત્વચાને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે તલનું નિયમિત સેવન ફાયદાકારક છે.
 • તલ બાળકો માટે પણ ખૂબ ફાયદાકારક છે. તલમાં ડાયેટરી પ્રોટીન અને એમીનો એસીડ હોય છે, જે બાળકોના હાડકાના વિકાસને વધારે છે.
 • તલ માં રહેલ એન્ટીઓક્સીડેન્ટ કેન્સરના કોષોને વધતા અટકાવે છે.
 • તલ ફેફસાના કેન્સર, કોલોન કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડે છે.
 • તલમાં રહેલા ફાઈબર અને મેગ્નેશિયમના ગુણ શરીરમાં ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ ના સ્તરને સ્થિર કરે છે.
 • તલ એ ડાયાબિટીસ ના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

તલ ખાવાનાં ગેરફાયદા :-

 • તલનું સેવન યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક છે, પરંતુ જો તલનું સેવન યોગ્ય માત્ર કરતા વધુ લેવામાં આવે તો તે નુકશાનકારક પણ બની શકે છે.
 • જે લોકોને લો બીપી રહેલું હોય તેવા લોકો એ તલ ઓછી માત્રામાં લેવા જોઈએ.
 • વધુ પડતા તલનું સેવન કરવાથી ડાયેરિયા પણ થઇ શકે છે.
 • ડાયેરિયાને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે માટે ઓછા વજનવાળા બાળકો અને મહિલાઓ વધુ પડતા તલનો ઉપયોગ ટાળવો જોઈએ.
 • મહિલા અને બાળકોએ તલનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. 

રેવડી કલ્ચર શબ્દ ગુજરાતમાં નવો છે પરંતું રેવડી બનાવતા તો ગુજરાતની પ્રજાને વર્ષોથી આવડે છે. તે છતાંય જો ભૂલી ગયા હોવ તો આ લેખ વાંચો અને વંચાવો તલનાં ફાયદા અને ગેરફાયદા.

ખાંડની ચાસણી કે ગોળની પાઈમાં નાખી કરેલી તલની વાનગી

તરણેતરનો મેળો : ગુજરાતમાં 1500 થી વધુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 400 થી વધુ મેળાઓનું આયોજન થાય છે

રેવડી કલ્ચર | Revdi Culture | રેવડી કલ્ચર |