Read sukraniti and become a king| 1 જે રાજામાં નીતિ અને બળ બન્ને હોય છે, ત્યાં સર્વતોમુખી લક્ષ્મીનો વાસ હોય છે

Read sukraniti and become a king | શુક્રનીતિ એ શુક્રચાર્ય દ્વારા કહેવાયેલ નીતિ છે. શુક્રાચાર્યના મતે દરેક રાજાએ નીતિમાન હોવું જોઇએ. નીતિમાન રાજા જ એની પ્રજાને સારી રીતે સાથે લઇને ચાલી શકે છે અને એવો જ રાજા પ્રજાને પ્રિય હોય છે. પોતાનો રાજા નીતિમાન હોય અને સદાચારી હોય એવો ભાવ રાખતી પ્રજાને રાજાએ હંમેશા નીતિશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઇએ. શુક્રાચાર્યની વિદ્યાને કારણે દેવો હંમેશા એમનાથી દૂર રહેતા હતા અને શુક્રાચાર્ય સાથેનું કમ્યુનિકેશન પણ સારી રીતે કરતા હતા. દાનવોના પ્રિય શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હોવાને કારણે પડતો બોલ ઝીલી લેતા હતા. શુક્રાચાર્ય દ્વારા રાજા કેવો હોવો જોઇએ અને કેવા સમયે કેવો નિર્ણય લેવો જોઇએ એ અહીં આપ સૌને ઉપયોગી થશે. આ શુક્રનીતિના અભ્યાસથી આપ આપના સ્નેહીજનો અને મિત્રોમાં પ્રિય કેમ થઇ શકશો એ જાણવા મળશે. સાથે એ પણ જાણવા મળશે કે રાજાએ કેવા દુરાચારીઓથી દૂર રહેવું અથવા એવા લોકોને કઇ રીતે પોતાની પકડમાં રાખવા.

શુક્રનીતિ | અનીતિ, એ રાજાને સદાય ભય આપનારું મહા છીદ્ર છે, શત્રુને વધારનારી છે અને પરાક્રમને મહા હાની કરનારી છે.

નીતિમાન રાજાની સેવા સહજ રીતે થઇ શકે છે, પણ અનીતિમાન રાજાની સેવા થઇ શકતી નથી.
જે રાજામાં નીતિ અને બળ બન્ને હોય છે, ત્યાં સર્વતોમુખી લક્ષ્મીનો વાસ હોય છે.

જે રાજા નીતિનો ત્યાગ કરીને સ્વતંત્રતાથી પોતાની ઇચ્છા પ્રમાણે અનીતિને માર્ગે આચરણ કરે છે, તે રાજા દુ:ખી થાય છે.

પ્રજાનું પરિપાલન કરવું અને દુષ્ટ લોકોને શિક્ષા કરવી, આ રાજાનો મુખ્ય ધર્મ છે; પરંતુ આ બન્ને કામ, નીતિશાસ્ત્ર જાણ્યા વગર રાજાથી થઇ શકતાં નથી.

Sukracharya લિખીત Sukraniti મુજબ કેવા મિત્રો રાખવા જોઇએ?

Shukranīti (शुक्रनीति–Śukranīti) also known as Shukranītisara (शुक्रनीतिसार–Śukranītiśāstra) is a part of Dharmasastra and considered as Shukracharya’s System of Morals. It is a treatise on the science of governance, structured towards upholding the morals through implementing theories of political science.

Leave a Reply

Your email address will not be published.