PSI ના ઉમેદવારો માટે ખુશખબર, PSI ના કોલલેટર કરી લો ડાઉનલોડ

IPS વિકાસ સહાયએ ટ્વિટર કરી જાણકારી આપી, 1 માર્ચથી બપોરે 12 વાગ્યાથી મેળવી શકાશે કોલલેટર

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ PSI ભરતીની શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ ઉમેદવારો તેની પ્રિલીમ પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે IPS વિકાસ સહાય દ્વારા PSI ની પ્રિલીમ પરીક્ષા સંબંધિત જાહેરાત કરતા ટ્વિટર પર માહિતી પૂરી પાડી હતી. આમ તેમને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી માહિતી આપતા જણાવ્યું હતું કે, PSI ભરતીની પ્રિલીમ પરીક્ષા તારીખ 06 માર્ચ, 2022 ના રવિવારના રોજ લેવાની જાહેરાત કરી છે. જેમાં પરીક્ષાના કોલલેટર 01 માર્ચ, 2022 ના મંગળવારથી 12 વાગ્યાના સમયથી ojas વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાના કેન્દ્ર અમદાવાદ અને ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યાં છે. વિકાસ સહાયએ ઉમેદવારને પરીક્ષાની શુભેચ્છા પણ પાઠવી હતી.

કોલલેટર ક્યાંથી ડાઉનલોડ કરવા અને ક્યારે :
કેટલાંય સમયથી રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો PSI ની પ્રિલીમ પરીક્ષાના કોલલેટર આવતી કાલ એટલે કે 01 માર્ચથી ડાઉનલોડ કરી શકાશે. તમામ ઉમેદવારોએ OJAS ની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પરથી કોલલેટર ડાઉનલોડ કરવાના રહેશે. જેમાં બપોરના 12:00 વાગ્યા પછી કોલલેટર મેળવી શકાશે.

ઉમેદવારોને પરીક્ષાના નિયમો વાંચવા અપીલ :
IPS વિકાસ સહાય દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટથી પરીક્ષા સંબંધિત નિયમો ધ્યાનપૂર્વક વાંચવા જણાવ્યું હતું. જેમાં PSI ઉમેદવારોને સલાહ આપતા જણાવ્યું છે કે, તમામ ઉમેદવારો પરીક્ષાના નિયમો વાંચવા ભૂલે નહીં અને પરીક્ષા નિયમોમાં 2021ના ​​પરિશિષ્ટ 3 ના મુદ્દા 1 થી 6 માં જણાવેલ તમામ નિયમો કાળજીપૂર્વક વાંચી લેવા જણાવ્યું હતું. સાથે સાથે તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

  • સંજય ચાવડા

Gujarat Government exam updates