વડાપ્રધાન મોદી આવતીકાલે અંબાજી ખાતે ‘ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના ’નું લોંચિંગ કરશે

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગૂજરાતના પ્રવાસે છે. તેઓ સુરત,ભાવનગર,અમદાવાદ અને અબાજીના કાર્યક્રમો ઉપસ્થિત રહેવાનાં છે. તેમના હસ્તે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત લોકાર્પણ, 36મી નેશનલ ગેઈમ્સ શુભારંભ,અમદાવાદ મેટ્રો રેલ શુભારંભ,વંદે ભારત ટ્રેઈન શુભારંભ અને અંબાજી ખાતે જગત જનની મા જગદંબાના દર્શન દરમિયાન ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આવતીકાલે, શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરશે.

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના શું છે ?

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા પૂજનીય સ્થાન અને મહત્વને ઉજાગર કરતી યોજના છે.

રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના 2022-23 ના બજેટમાં જાહેર કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે

કહેવાઇ રહ્યું છે કે ગૌ માતા પોષણ યોજના એ માલધારીઓનાં ઉગ્ર આંદોલનને પગલે અને સમગ્ર પશુપાલકોને એક જ મંચથી ખુશ કરવા માટે માલધારીઓને એક ભેટ સ્વરુપે અપાશે.

આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને આયુષ્માન બનાવવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્યાન્વિત કરી છે.આ આયુષ્માન ભારત ”પી.એમ.જે.એ.વાય.–મા” યોજના અંતર્ગત ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે.

વર્ષ 2021-22 દરમ્યાન સૌથી વધુ આયુષ્માન કાર્ડ કાઢી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ NHA, નવી દિલ્હી ખાતે તા. 26-09-22 ના રોજ “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022” એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ૫૦ લાખ આયુષ્માન કાર્ડ કાઢી ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢની તુલનામાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

PM Modi To Visit Gujarat On Sep 29