મોહનસિંહ રાઠવા નો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ, 50 વર્ષની રાજનીતિનો અંત કે શરુઆત?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આદિવાસી સમાજનું નેતૃત્વ કરનારા કોંગ્રેસના કદાવર નેતા અને આદિવાસી સમાજનું નેતૃત્વ કરનારા કદાવર નેતા મોહનસિંહ છોટુભાઈ રાઠવા 55 વર્ષની રાજકીય કારકિર્દી બાદ હવે ભાજપમાં જોડાયા છે. તેમનાં આ નિર્ણયને કારણે કોંગ્રેસને બહું મોટો આંચકો લાગ્યો છે.

ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા 182 ધારાસભ્યોમાં સૌથી સિનિયર હોય તે કોંગ્રેસનાં નેતા મોહનસિંહ રાઠવા હતા. મોહનસિંહ રાઠવા વિરોધપક્ષના નેતા તરીકે તેરમી વિધાનસભામાં રહ્યા હતા. મોહનસિંહ રાઠવા સતત 11 વખત ચૂંટાઇ આવેલા નેતા છે.

મોહનસિંહ રાઠવા
મોહનસિંહ રાઠવા

મોહનસિંહ રાઠવા કોણ છે?

મોહનસિંહ રાઠવાનો જન્મ 4 એપ્રિલ 1944માં જેતપુર પાવીમાં થયો હતો. મોહનસિંહ ચોથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1972થી ચૂંટાઈ આવતા નેતા છે. તેઓ કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે. અને વિરોધપક્ષના નેતા હતા. 

મોહનસિંહ રાઠવા આદિવાસી વિસ્તારમાં ઘણી જ લોકચાહના ધરાવે છે. ખૂબ જ સરળ સ્વભાવનું વ્યક્તિત્વ એવા મોહનસિંહ રાઠવા ઘણી બધી સેવાભાવી સંસ્થાઓમાં સેવા આપે છે.

2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા છોટાઉદેપુરમાંથી ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 1093 મતની સરસાઈ આપીને જીત્યા હતા. 

જેમાં ભાજપના નેતા જશુભાઈ રાઠવાને 74,048 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસનાં મોહનસિંહ રાઠવાને 75,141 મત મળ્યા હતા.

તેઓએ અગાઉ પણ વિધાનસભાની 2022ની ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી દીધી હતી. સૌથી વધારે વખત ધારાસભ્ય તરીકેનો રેકોર્ડ રહ્યો છે. એમની 79 વર્ષની ઉંમર થઈ હોવાથી તેઓ 2022ની ચૂંટણી નહીં લડવાની જાહેરાત અગાઉ કરી ચૂક્યા હતા.

વિધાનસભા 1972થી અત્યાર સુધી સતત લગભગ 55 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય તરીકે 11 વખત ધારાસભ્ય તરીકે રહ્યા છે. 

મોહનસિંહ રાઠવા 11 વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે.

સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ એમના નામે છે.

મોહનસિંહે રાઠવાએ અગાઉ કહ્યું હતું એવું જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કહ્યું હતું કે, મારી લાગણી એવી છે કે ગુજરાતના યુવાનો હવે રાજકારણમાં આવવા જોઇએ. જે લોકો વર્ષોથી વિધાનસભાના પદેથી ચૂંટણી જીતતા આવ્યા હોય તેમણે પણ યુવાનોને આગળ કરી નેતૃત્વ સોંપવું જોઈએ. 

તેમણે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. મોહનસિંહ રાઠવાનું આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 1972માં પહેલી વખત તેઓ ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. 11 વખત તેમણે કોંગ્રેસમાંથી જીત મેળવી છે.

હવે યુવાનો આગળ આવે એ માટે તેમણે પોતાનું પદ છોડું છું.

Mohansinh Rathva

મારા દીકરાની લાગણી છે કે ભાજપમાં જોડાઇએ, મારા દીકરાને ભાજપ ટીકીટ આપશે.

Mohansinh Rathva

ભાજપાનું ગણિત

ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,વારલી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાત, આદિવાસીઓની બહોળી વસ્તી ધરાવનારાં રાજ્યોમાંનું એક છે. ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી 1981ની વસ્તીગણતરી પ્રમાણે 48,48,586 છે, જે ગુજરાતની કુલ વસ્તીના 14.23% થાય છે. ભારતની કુલ વસ્તીમાં આદિવાસી વસ્તીના પ્રમાણ કરતાં તે બમણું છે. આમ ગુજરાતમાં દર સાત વ્યક્તિએ એક આદિવાસી છે અને ભારતના દર દસ આદિવાસીએ એક આદિવાસી ગુજરાતનો છે.

ગુજરાતમાં છેક અંબાજીથી ઉંમરગામ સુધીના બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સૂરત, વલસાડ અને ડાંગ જિલ્લાના 32 તાલુકાઓ અને 18 લઘુ વિસ્તારોને આવરી લેતી, ‘આદિવાસી પેટા યોજના વિસ્તાર’ તરીકે ઓળખાતી 1,95,984 ચોકિમી.ની, રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 14.31% જેટલા વિસ્તારને આવરતી, પટ્ટીમાં આદિવાસી વસ્તીનો ઘણો મોટો ભાગ (80.45%) વસે છે.

ગુજરાત વિશ્વકોશ : ગુજરાતના આદિવાસીઓ

આ વખતે કોણ બાજી મારશે : વાંચો

આજે મોહનસિંહ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું કોંગ્રેસ માટે એક ઝટકાસમાન સ્થિતિ બરાબર છે અને આદિવાસી વોટ બેંકમાં ભાજપામાં કેટલો લાભ મળશે એ જોવું રહ્યું.