શહેરમાં આજે સાંજે 6 કલાકે Kavi Sammelan નું આયોજન |Gujarati Poetry|Gujarati Sahitya|Gujarati Kavita|

ગુજરાત સાહિત્ય પરિષદ (Gujarati Sahitya Parishad): અમદાવાદ ખાતે આજે સાંજે 6-00 કલાકે, પ્રદાન કોમ્યુનિકેશન અંતર્ગત સદા સર્વદા કવિતાનું આયોજન કરવામાં આવશે. કવિતા દશે દિશાની અન્વયે મહિનાનાં પહેલા રવિવારે કાવ્યપઠન (Kavi Sammelan) નું આયોજન થતું હોય છે. આજે 70માં પર્વ નિમિત્તે કવિ સંમેલન(Kavi Sammelan) યોજાશે.

Gujarati Poetry|Gujarati Sahitya|Gujarati Kavita
Gujarati Poetry|Gujarati Sahitya|Gujarati Kavita

આજે તારિખ 3 જુલાઇ 2022, રવિવારનાં રોજ આ કવિ સંમેલન માં કવિ મયંત ઓઝા (Mayank Oza), નીરવ વ્યાસ (Neerav Vyas), લિપિ ઓઝા(Lipi Oza) અને વિરલ દેસાઇ(Viral Desai) પોતાની કવિતાની પ્રસ્તુતિ કરશે. નવ્ય આચમન તરીકે કવિ રાહુલ શ્રીમાળી (Rahul Shrimali) પોતાની કવિતાઓ નું પઠન કરશે.

કવિ સંમેલન (Kavi Sammelan) નું સ્થળ

Gujarati Poetry|Gujarati Sahitya|Gujarati Kavita


રા.વી. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ (Gujarati Sahitya Parishad), ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ

કવિ મયંક ઓઝા ની કવિતા

Gujarati Poetry|Gujarati Sahitya|Gujarati Kavita

છે સમયની કેટલી માઠી અસર

વૃક્ષ વલખે છે હવે ટહુકા વગર

એક વેળા આથમ્યાની છે મજા

સૂર્ય જેવી નહીં કરું હું ચડઉતર

હાથ, પગ, ચહેરો બધું ખંડિત છે

શખ્સ છે કે શિલ્પ છે કોને ખબર!

હું નથી તરતો, તણાતો જાઉં છું

આ સમયના વહેણમાં આઠે પ્રહર

કેડીઓ તો ક્યારની ફંટાઈ ગઈ

વ્યર્થ લંબાઈ રહી છે આ સફર

એ લીસોટા આભમાં કે શ્વાસમાં

ક્યાંક તારી યાદની ફૂટી ટશર

– મયંક ઓઝા (Mayank Oza)

સાચુ કહુ છું યાર, મને કૈં ખબર નથી

કોણે કર્યો છે વાર, મને કૈં ખબર નથી

લૂટી જનાર આંખમાંથી સ્વપ્ન લઈ ગયો

છે કોક જાણકાર, મને કૈં ખબર નથી

પાછો ફરી ગયો છું ખબર એટલી જ છે

એ જીત છે કે હાર, મને કૈં ખબર નથી

એવો હળી ગયો છું હવે અંધકારમાં

ક્યારે થતી સવાર, મને કૈં ખબર નથી

તારા ગયા પછીથી નિરાધાર થઈ ગઝલ

કે થઈ છે ધારદાર, મને કૈં ખબર નથી

– મયંક ઓઝા (Mayank Oza)

ભીતર નથી તો છે બહાર, ક્યાંક છે જરૂર,

એ શખ્સ મારી આરપાર, ક્યાંક છે જરૂર.

લોહીમાં થરથરે કે શ્વાસમાં એ ફરફરે,

કરતો રહું સતત વિચાર, ક્યાંક છે જરૂર.

ભીતર રહી રહીને, મને ઓળખે છે એ,

જાણું ન એને હું લગાર, ક્યાંક છે જરૂર.

અંતે પગેરું એનું ગઝલમાં મળ્યું મને,

કહેતો ન’તો તને હું યાર! ક્યાંક છે જરૂર.

– મયંક ઓઝા (Mayank Oza)

કવિ નીરવ વ્યાસની કવિતાઓ

Gujarati Poetry|Gujarati Sahitya|Gujarati Kavita

આવે છાને- છાને પગલી,

ખુશીઓ કોનું માને પગલી ?

બેસી, ગાશું ગીત મજાના,

થોડું થંભી જાને, પગલી.

ઝાકળને મારે અડવું છે,

ભીને ભીને વાને પગલી.

મેં તો રોકાવાનું કીધું,

મારું થોડું માને ? પગલી.

કોની પાછળ દોડે છે તું ?

ઘર લૂંટયું દરવાને પગલી.

સાચું- ખોટું સહુ જાણે છે,

કિન્તુ અંદરખાને પગલી.

‘નીરવ’ પેલા ભવનો માણસ,

આ ભવમાં અસ્થાને પગલી.

– નીરવ વ્યાસ (Neerav Vyas)

ત્રાંસો કરી જોયો, કદી સરખો કરી જોયો,

મેં આયના સાથે પછી ઝઘડો કરી જોયો.

એકાદ પળ માટે તને અળગો કરી જોયો,

મેં લોહીમાં પોટાશથી ભડકો કરી જોયો.

બે દાંતની વચ્ચે સમયને કચકચાવીને,

જાણે બરફ તોડી અમે ટુકડો કરી જોયો.

સાબિત થયું બસ તે પછી, કે કંઈ નથી ભીતર,

અમથી લગાવી હાક, ને પડઘો કરી જોયો.

સર્વસ્વ એની ચાહમાં મૂકી દીધું “નીરવ “,

ત્યાગ્યું બધું ને ભોગવી જલસો કરી જોયો.

નીરવ વ્યાસ (Neerav Vyas)

કવિ લિપી ઓઝા ની કવિતાઓ

Gujarati Poetry|Gujarati Sahitya|Gujarati Kavita

હજી પણ નિતનવા લેતું રહ્યું અવતાર ઘરચોળું

વટાવી કેટલા સાગર ઉતરશે પાર ઘરચોળું

અખતરો છે પ્રથમ,ને મેદની જામી છે હકડેઠઠ

ભજવશે આજથી કૈં કેટલા કિરદાર ઘરચોળું

ભર્યા મેં ભાતમાં પોપટ હુનર દેખાડવા માટે

થયું ફફડાવી પાંખો ઉડવા તૈયાર ઘરચોળું

પટોળા ભાત જેની ફાટવાથી પણ ફિટે નહીં એ

પટારામાં સૂતું છે ખાંસતું બીમાર ઘરચોળું

કરે ના ભેદ, અવસર ચોરીનો હો કે ચિતાનો હો

રહી નિસ્પૃહ બંનેનો બને શણગાર ઘરચોળું

હતા પહેલાથી ત્યાં ખેતર ગિરે મૂક્યાંના કાગળિયા

પડ્યું છે છાજલી ઉપર વધારી ભાર ઘરચોળું

બહુ મોટો હતો સોદો, પતાવટ સ્હેજમાં થઈ ગઈ

જરા સિંદૂર, મંગળસૂત્ર, બે ફૂલહાર,ઘરચોળું

ભલેને સ્વપ્નમાં જોયું છે,જોયું એ હકીકત છે

ઝુક્યા જ્યાં પર્વતો, ઉભું રહ્યું ટટ્ટાર ઘરચોળું

લિપિ ઓઝા (Lipi Oza)

કોઈનોયે હોય ઠસ્સો ક્યાં ગમ્યો !

મોરનો પણ એને ટહુકો ક્યાં ગમ્યો !

છે લડાઈ બસ અબોલા પૂરતી

જિંદગીની સાથ ઝઘડો ક્યાં ગમ્યો !

યોગ્ય સ્થાને ના મળી એ દાદ શું ?

કોઈ અણહકનો તો જલસો ક્યાં ગમ્યો!

આ અધુરપ પણ વ્યસન કેવું બની !

આભમાંયે ચંદ્ર પૂરો ક્યાં ગમ્યો !

માન દુનિયાએ બહુ આપ્યું ભલે

રેશમી હો તો ય ફંદો ક્યાં ગમ્યો ?

એ બિચારો કેમ ના સર્જે જગત ?

કોઈને પણ કોરો પડદો ક્યાં ગમ્યો !

એને ઘરમાં લાવવાની થઈ મમત

થાય છે અફસોસ, દરિયો ક્યાં ગમ્યો!

મૂલ્ય ખાતર મૂલ્ય છે સાદાઈનું

કોઈ જણ સાદો ને સીધો ક્યાં ગમ્યો ?

– લિપિ ઓઝા (Lipi Oza)

કવિ વિરલ દેસાઇ ની કવિતાઓ

Gujarati Poetry|Gujarati Sahitya|Gujarati Kavita

જો ઝંખના મરી જશે તો વારતા પતી જશે,

ને જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે.

તું હા કે ના કહે નહીં – છે ત્યાં સુધી મજા મજા,

જવાબ જો મળી જશે તો વારતા પતી જશે.

બધા કહે છે આપણી કથામાં દર્દ ખુટશે

ને દર્દ જો ખુટી જશે તો વારતા પતી જશે.

“નથી ખબર કશી તને ” – એ વારતાનો પ્રાણ છે,

બધી ખબર પડી જશે તો વારતા પતી જશે.

આ વારતા પતી જવી બહુ જરુરી છે વિરલ

કશું સતત ટકી જશે તો વારતા પતી જશે.

– વિરલ દેસાઈ (Viral Desai)

બાપ ગઝલ છે માત ગઝલ છે,

મારી આખી જાત ગઝલ છે.

એ એમ મળેના હર કોઈને,

ઈશ્વરની સોગાત ગઝલ છે.

સાચુ બોલુ તો બીજુ કૈ નૈ.

અંદરનો ઉત્પાત ગઝલ છે.

માં જે કરતી લાડ ગઝલ છે,

પપ્પાની એ લાત ગઝલ છે.

તું માંગુ ને આવી પડશે,

એવી કૈ ખેરાત ગઝલ છે?

– વિરલ દેસાઇ (Viral Desai)

કવિ રાહુલ શ્રીમાળી ની કવિતાઓ

Gujarati Poetry|Gujarati Sahitya|Gujarati Kavita

મળેલા કૈક મોકામાં ઘણું છૂટી ગયું છે,

કદી ના જોયું અથવામાં ઘણું છૂટી ગયું છે.

ન કરશો સહેજ પણ ઈર્ષા અમારા છાંયડાથી,

અમે જીવ્યા એ તડકામાં ઘણું છૂટી ગયું છે.

દિલાસા કાજ પસ્તાવો કરું છું નિર્ણયો પર,

ન લીધા એ ય પગલામાં ઘણું છૂટી ગયું છે.

હજી ઝબકીને રાતે જાગનારા કૈક લોકો,

જુએ છે રોજ શમણામાં ઘણું છૂટી ગયું છે.

મુખોટા પહેરી પહેરીને કરે સૌને પ્રભાવિત,

ઘડીભર જો અરીસામાં ઘણું છૂટી ગયું છે.

ઘણું પામ્યા પછી પણ આવશે આવી અવસ્થા,

ન’ તું કઈ મારું દુનિયામાં ઘણું છૂટી ગયું છે.

– રાહુલ શ્રીમાળી (Rahul Shrimali)

Sukracharya લિખીત Sukraniti મુજબ કેવા મિત્રો રાખવા જોઇએ? વાંચવા ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published.