Rakesh Jhunjhunwala નું 62 વર્ષની વયે નિધન | રાકેશ ઝુનઝુનવાલા ભારતનાં વોરેન બફેટ

Rakesh Jhunjhunwala : ભારતના વોરેન બફેટ રાકેશ ઝુનઝુનવાલા નું 62 વર્ષની વયે નિધન

Rakesh Jhunjhunwala : શેયર માર્કેટનાં બિગબુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા નું 62 વર્ષની વયે નિધન થયું છે. સવારે 6:45 કલાકે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેઓએ મુંબઇનાં બ્રીચ કૈંડી હોસ્પિટલ ખાતે છેલ્લા શ્વાસ લીધા હતા. ભારતનાં વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાની રહેણીકરણી અને બુદ્ધીની ઓળખ શેયર માર્કેટનો દરેક વ્યક્તિ જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ તેઓ સોશિયલ મીડિયામાં એમનાં શર્ટને લઇને વાયરલ થયા હતા. આ લેખ શેર માર્કેટનાં સાહેબો માટે.

કોણ છે રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala
Rakesh Jhunjhunwala

Who is Rakesh Jhun Jhunwala?

રાકેશ ઝુનઝુનવાલા ભારત દેશના શેર માર્કેટના દિગ્ગજ રોકાણકાર હતા. રાકેશ ઝુનઝુનવાલાને બિગ બુલ પણ કહેવામાં આવે છે. તેમના એક-એક પગલાં પર કરોડો રોકાણકારની નજર હોતી હતી. રાકેશ ઝુનઝુનવાલા જે શેરમાં હાથ લગાવતા એ સોનું થઇ જતું હતુ. તેમની કોપી કરીને પણ શેરમાં રોકાણ કરનારા ઘણા બધા લોકો અમીર થઈ ગયા છે. સ્ટોક માર્કેટમાં બિગબુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાની હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છ

. મહત્વનું એ છે કે, રાકેશ ઝુનઝુનવાલાની કારકિર્દીની શરૂઆત માત્ર 5,000 રૂપિયાથી થઈ હતી. હારુન ઈન્ડિયાની અમીરોની યાદી અનુસાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારનુ નેટવર્થ લગભગ 22,300 કરોડ રૂપિયા છે. દેશની ઘણી કંપનીઓમાં તેમની મોટી ભાગીદારી હતી. શેર માર્કેટમાં અઢળક રૂપિયા મેળવ્યા બાદ બિગબુલે એરલાઈન સેક્ટરમાં પણ રોકાણ કર્યું હતું. તેમણે ‘આકાસા એર’ નામની એરલાઈન કંપનીમાં ભારે મોટું રોકાણ કર્યું હતું.

રાકેશ જુનજુનવાલાને લંડનના એક ઈન્વેસ્ટર પર ગુસ્સો આવી ગયો

હિન્દુ ઈકોનોમિક ફોરમના કાર્યક્રમ દરમિયાન ભારતમાં બેકારી અંગે વારવાર સવાલો પૂછતાં Rakesh Jhunjhunwala ગુસ્સે થયા હતા.તેમણે ઈન્વેસ્ટરને સલાહ આપી હતી કે, જો ભારતમાં બેકારીની આટલી જ ચિંતા હોય તો તે પાકિસ્તાન જઈને રોકાણ કરી શકો છે.

ઝુનઝુનવાલાએ આ ફોરમમાં કહ્યુ હતુ કે, એક ઇન્વેસ્ટર તરીકે મારે સ્વીકારવું જોઇએ કે કોર્પોરેટ ટેક્સમાં ભારત સરકારે કરેલા મોટા ઘટાડા બાદ વિદેશી રોકાણકારોએ ભારતમાં પાછુ ફરવુ જ પડશે. હું આ વાત દેશપ્રેમી હોવાના કારણે નથી કહી રહ્યો પણ એક ઈન્વેસ્ટર તરીકે કહી રહ્યો છું. જેમને રોકાણમાં સારુ રિટર્ન મેળવવુ છે તે ભારત જરુર આવશે.

રાકેશ ઝુનઝુનવાલા ક્વોટ : Rakesh Jhunjhunwala Quote

બેરોજગારી દુર કરવા માટેનો એક જ ઉપાય છે અને તે છે ઝડપથી રુપિયા કમાવવા લાગો.

ભારતના વિકાસ પર શંકા કરનારા લોકો પાસેથી રોકાણની જરૂરત નથી.

અસ્ત વ્યસ્ત શર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આત્મવિશ્વાસથી મળનાર Rakesh Jhunjhunwala

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશના એવા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા અને એમનાં પત્ની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સોશ્યલ મીડિયા પર રાકેશ ઝુનઝુનવાલાનાં ફોટો વાયરલ થયા હતા. અસ્ત વ્યસ્ત શર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આત્મવિશ્વાસથી મળનાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમનો પરિવાર લગભગ 22,300 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હોવા છતાં દેખાવ પર ધ્યાન કેન્દ્રીત નહોતું કર્યું.

રાકેશ ઝુનઝુનવાલાએ એ સાબિત કર્યુ હતું કે વસ્ત્રથી વ્યક્તિની ઓળખ થતી નથી. દુનિયાના કોઈ પણ મહાન કે તાકાતવાર માણસને પણ મળવા માટે આત્મવિશ્વાસ હોવો જોઇએ. બીજું એ પણ છે કે જો આપની પાસે હજારો કરોડનુ નેટવર્થ હોય તો આત્મવિશ્વાસ આપમેળે આવી જાય છે. રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાએ થયેલી મુલાકાત બાદ લોકોએ સોશ્યલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા.

Investor Rakesh Jhunjhunwala Dies At 62

Har Ghar Tiranga Abhiyan : ભારત દેશ વિશે જાણવા જેવું | Har Ghar Tiranga Certificate Download કરો