પિતા-પુત્રીની જોડીએ ભારતીય વાયુસેના (Indian Air Force) માં ઇતિહાસ રચ્યો, હોક-132 એરક્રાફ્ટની સમાન ફોર્મેશનમાં ઉડાન ભરી

Indian Air Force – ‘ટોપ ગન’ ફિલ્મના પ્રથમ એડિશનની ઐતિહાસિક મહાકાવ્યરૂપ હવાઇ યુદ્ધની સિક્વન્સ, આઇસમેન દ્વારા યુએસ નૌસેના ના કેરિયરના ડેક પર માવેરિકને કહેલા આ શબ્દો સાથે સમાપ્ત થાય છે. એક ફાઇટર પાઇલટ તરીકે, અંતિમ સન્માન એ એવો અત્યંત પ્રબળ વિશ્વાસ છે જે તમને તમારા સહયોગી સ્ક્વૉડ્રન સાથીઓ દ્વારા આપવામાં આવે છે, જ્યારે તેઓ જાણતા હોય છે કે તમને તેઓનું પીઠબળ છે, ભલે પછી તે ગમે તે હોય.

ભારતીય વાયુસેના (Indian Air Force)

2016માં IAF (Indian Air Force) ની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ તરીકે પ્રવેશ કર્યો

નાની અનન્યા જેમ જેમ મોટી થઇ રહી હતી તેમ, તેણે પોતાના પિતા અને ભારતીય વાયુસેના (Indian Air Force) માં ફાઇટર પાઇલટને તેમના સાથી સ્ક્વૉડ્રન પાઇલટ્સ સાથે આ ખૂબ જ ગાઢ સંબંધનું સંચિન કરતા જોયા હતા. વર્ચ્યુઅલ રીતે IAF (Indian Air Force) માં ઉછર્યા પછી, એવો કોઇ બીજો વ્યવસાય નહોતો કે જેમાં તે જવાની કલ્પના પણ કરી શકે. અનન્યાએ 2016માં IAF (Indian Air Force) ની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ તરીકે પ્રવેશ કર્યો ત્યારે જોયું કે તેનું જીવનભરનું સપનું હવે સાકાર થવાની શક્યતા છે. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બી ટેકનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેણીને IAFની ફ્લાઇંગ શાખા માટે તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી. તેને ડિસેમ્બર 2021 માં ફાઇટર પાઇલટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. અનન્યાના પિતા એર કોમોડોર સંજય શર્મા 1989માં IAF (Indian Air Force) ના ફાઇટર સ્ટ્રીમમાં નિયુક્ત થયા હતા. તેમની પાસે મિગ-21 સ્ક્વૉડ્રન તેમજ ફ્રન્ટલાઇન ફાઇટર સ્ટેશનના કમાન્ડિંગ સાથે ફાઇટર ઓપરેશન્સનો બહોળો અનુભવ હતો.

હોક-132 એરક્રાફ્ટની સમાન ફોર્મેશનમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો

પિતા-પુત્રીની જોડીએ 30 મે 2022ના રોજ એરફોર્સ સ્ટેશન, બિદર ખાતે હોક-132 એરક્રાફ્ટની સમાન ફોર્મેશનમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો હતો. જ્યાં ફ્લાઇંગ ઓફિસર અનન્યા શર્મા IAFના ઝડપી અને વધુ શ્રેષ્ઠ ફાઇટર એરક્રાફ્ટમાં સ્નાતક થાય તે પહેલાં તેની તાલીમ લઇ રહી છે. IAF (Indian Air Force) માં અગાઉ એવો કોઇ દાખલો નથી કે જ્યાં પિતા અને તેની પુત્રી મિશન માટે સમાન ફાઇટર ફોર્મેશનનો હિસ્સો બન્યા હોય. આ એવું મિશન હતું જ્યાં એર કોમોડોર સંજય અને ફ્લાઇંગ ઓફિસર અનન્યા માત્ર પિતા અને પુત્રી કરતાં કંઇક વિશેષ સ્થિતિમાં હતા. તેઓ એવા કોમરેડ્સ હતા, જેમને સાથી વિંગમેનની જેમ એકબીજામાં પૂરો વિશ્વાસ હતો.

  • દિલીપ ગજ્જર (ફેસબુક)

NATO શું છે ?

માહિતી સરકારની. ઘણું બધુંનું લક્ષ્ય છે કે લોકો જાગૃત થાય, મોટિવેટ થાય અને જાણવા જેવું જાણે. ઘણું બધું ઇચ્છત તો હિન્દિમાં પણ તમામ માહિતી આપી શકતું હોત પરંતું ગુજરાતનાં આંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવાનું ઘણું બધુંનું લક્ષ્ય છે. 

Leave a Reply

Your email address will not be published.